#Novel

⛲ મોનાલિઝા નો અર્થ ⛲

💚...1...💙

આગલી સાંજે વરસેલા વરસાદમાં ખિલી ઊઠેલી લીલીછમ વેલ ફળિયાં માં રહેલાં હિંચકા ઉપર ફુલથી પથરાઇને ઉગેલી સવારને લીલોછમ આવકારો આપી રહી હતી.વેલી ઉપર બેઠેલું બુલબુલ મીઠાં કલરવનો શોર કરીને સવારનો નશો વધારી રહ્યું હતું. પાસેના ઘર માં આંબા પર બેઠેલી કોયલ કુઉઉ કુઉઉ કરીને બુલબુલ સાથે ડયુએટ સોન્ગ ગાવાની ફિરાકમાં હતી.

રૂમની અંદર સુતેલી રાજકુમારી કે પરીને પણ ઝાંખી પાડે એવી એક નવયૌવના આળસ મરડી ને પલંગ નીચે પગ લટકાવીને પોતાની ચુંદડી સરખી કરવાનાં મખમલી પ્રયત્નો કરી રહી હતી. ખુલ્લી બારીમાંથી આ નવયૌવના નાં ચાંદ જેવા રુપથી લલચાઈ ને પેલું બુલબુલ કોયલ નો સાથ છોડીને બારી પાસે આવ્યું ને રાજકુમારી મોનાલિઝા સામે એકીટશે જોતાં ટહુકવાનું પણ ભૂલી બેઠું...!!

ચુંદડી ને સરખી કરીને ઊભી થતી વખતે મોનાલિઝા નું ધ્યાન અચાનક બારીએ બેસીને પોતાને એક નજરે નિહાળી રહેલાં બુલબુલ ઉપર ગયું તો શરમાઈ ને ચુંદડીનાં એક હેલ્લારે તેમણે બુલબુલને ઉડાડી મૂક્યું. સામેની દીવાલના અરીસામાં પોતાનું મદમસ્ત ખિલેલુ યૌવન જોઈને ખુદ રાજકુમારી ભાન ભૂલી બેઠી‌.

ત્યાં જ નીચેથી મમ્મી નો અવાજ આવ્યો. "મોનુ બેટા હવે ૭ વાગ્યાં, ઊઠો બેટા, આજે કોલેજ ના પહેલા જ દિવસે મોડું જવાનો ઇરાદો છે કે શું...?"

મમ્મી નો અવાજ સાંભળી ને પોતાનાં રૂપમાં જ ભાન ભૂલેલી મોનુ ઉર્ફે મોનાલિઝા એ ઘંટડી જેવા મીઠા અવાજે જવાબ આપ્યો "અરે, આવી જ મમ્મી, બસ બે જ મિનિટ, કોલેજે મોડી પહોંચે એ તમારી મોનુ નહીં હો, સૌથી પહેલાં કોલેજે તો પપ્પા ની પરી પ્રિન્સેસ મોનાલિઝા જ પહોંચશે આજે...દેખ લેના આપ ભી..."

⏩ 2 ⏩ Coming Soon ⏩

English Story by ,_. : 111729368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now