અપરાધી દેવ - 2

(28)
  • 3.4k
  • 1
  • 1.9k

ભાગ-૨ દેવ નો કોલેજ માં પહેલો દિવસ છે, તેના ક્લાસ માં મોટાભાગ ના છોકરા છોકરી સમાજ ના અગ્ર વર્ગ માં થી આવે છે, તેમનો સંબંધ કાં તો ઉધોગગૃહો સાથે અથવા તો સરકારી અધિકારીઓ સાથે છે. અમીરીના ઉછેર માં એક કુમાશ હોય છે, તે કુમાશ અંહી જોવા મળે,બધા લેટેસ્ટ ફેશન મુજબ કપડાં પહેરે,મોંઘા પરફયુમ ની સુવાસ હોય, અને યુવાની માણસ માં એક અજીબ અહેસાસ જગાવે છે, આ અહેસાસ માં દુનિયા બદલવાની તમન્ના હોય છે, અને યુવાની માં દરેક જણ પોતાનું પ્રભાવક્ષેત્ર વિસ્તારવા ઈચ્છે, વિજાતીય આકર્ષણ અહીં મોટો ભાગ ભજવે. નયન એક ઉધોગ પતિ નો દીકરો, માયા એક ધારાસભ્ય ની દીકરી, મનન