અપરાધી દેવ - ૮

(23)
  • 3.2k
  • 2
  • 1.2k

ભાગ -૮ આ બાજુ ભાનુપ્રતાપ પુના પહોંચી દેવ ને મળે છે, બંને ભાઈઓ આશરે ૫ વર્ષ પછી આમને સામને હોય છે.ભાનુપ્રતાપ લાગણીશીલ બની દેવ ની છાતી પર માથું રાખી દે છે. દેવ ભાનુપ્રતાપ ને પૂછે છે કે તેને કઈ રીતે ખબર પડી? ભાનુપ્રતાપ પહેલા તો દેવ ને ખીજાય છે કે પોતાનું રહેઠાણ, રાજ્ય છોડી તે ઠેઠ મુંબઈ સુધી ભણવા ગયો? શું બિહાર માં સારું ભણતર શક્ય નથી? અને દેવ ને શું ખોટ છે કે મુંબઈ માં નાનકડી ઓરડી ભાડે લઇ પાર્ટ ટાઈમ નોકરી કરી ને ભણે? જો દેવ ને કંઈ થાય તો ઘરે તેના માતા,તેની ભાભી,તેના ભત્રીજાઓને કેટલું દુઃખ થાય?