આગે ભી જાને ના તુ - 2

  • 2.6k
  • 704

પ્રકરણ-૨/બે ગતાંકમાં વાંચ્યું.... રતન અને રાજીવ વેરાન રણપ્રદેશમાં કોઈ મકસદ પૂરો કરવા ગયા છે અને અનંતરાય એક રહસ્યમય કાગળને લીધે પરેશાન થઈ ગયા છે એવામાં એમની દીકરી રોશનીના સાસુ-સસરાનું અચાનક આગમન એમને અકળાવી નાખે છે.... હવે આગળ..... અનંતરાય સ્વસ્થ થવાની કોશિશ કરતાં દાદર ઉતરી રહ્યાં હતાં. નીચે આવી ને રોશનીના સસરા શરદભાઈ સાથે હાથ મિલાવતાં બોલ્યા," આવો, આવો વેવાઈ, આમ અચાનક પુનાથી વડોદરા આવવાનું કોઈ ખાસ પ્રયોજન? કેમ છો વેવાણ? રોશની ને મનીષકુમાર કેમ છે, સાથે ના આવ્યાં? " કહેતાં એ બંનેની સામેના સિંગલ સોફા પર ગોઠવાયા. "સુજાતા, જમનાબેન ને કહી ને રસોઈની તૈયારી કરાવી દો, આજે તો શરદભાઈ ને