સુંદરી - પ્રકરણ ૨૫

(83)
  • 5.2k
  • 5
  • 3.4k

પચીસ જ્યારે વરુણ સુંદરીનો જવાબ સાંભળીને એકદમ નિઃશબ્દ થઇ ગયો. તેને અતિશય ગમતી, ગમતી નહીં પરંતુ એ જેને મનોમન લખલૂટ પ્રેમ કરે છે એ વ્યક્તિ તેના માટે આટલા ઉચ્ચકક્ષાના વિચારો ધરાવે છે અને એ પણ તેને ખાસ મળ્યા વગર એ વરુણને ગળે ઉતરતું ન હતું. પરંતુ સુંદરીના પોતાના માટેના વિચારો અત્યંત હકારાત્મક હોવાનો એને અંદરથી ખૂબ આનંદ પણ થતો હતો. આમ આવી મિશ્ર લાગણીને તે કેવી રીતે વ્યક્ત કરે અને કોની સામે વ્યક્ત કરે એ મૂંઝવણમાં વરુણને કોઇપણ પ્રકારનું રીએક્શન આપવાનું ન સુઝતા એ મૂંગો થઇ ગયો. “હું તમારો કૉચ રહીશ પરંતુ મિસ્ટર વરુણ તમારા કેપ્ટન હશે. એટલે મોટાભાગના