અધૂરો પ્યાલો પ્રીતનો...

  • 2.2k
  • 400

લગ્નના અવસરે એકતરફ સગાસંબંધીઓ હર્ષોલ્લાસ પૂર્વક નાચી રહ્યા હતાં. તો અમુક લોકો મંડળીઓ જમાવીને વાતો ના વડા કરતા હતાં. તો કેટલાક લોકો ડિનરનો લાહવો લઈ રહ્યા હતાં. બધા પોતપોતાના કામ માં વ્યસ્ત હતા. ત્યાં કન્યાવિદાઈનો સમય આવ્યો. બરોબર એજ સમયે હવામાં શરણાઈના સૂર પુરાયા. તે શરણાઈના કરુણ સૂરોએ અનિરુદ્ધની આંખના ડેમના દરવાજા ખોલી નાખ્યાં. જે અશ્રુઓ છેલ્લા એક મહિનાથી રોકાયેલાં હતાં એ આજે સતત વહેવા લાગ્યા. તે કન્યા તેની બહેન ન હતી, તે તેની મિત્ર પણ ન હતી. તે કન્યાની સાથે ન તો તેને ઘણા બધા વર્ષો વિતાવ્યા હતાં. તે તો બસ છ મહિના