પાનખરની વસંત - ડૉ. સ્મિતા ત્રિવેદી

  • 2.7k
  • 648

૧. પાનખરની વસંત મને પાનખરની વસંત ખીલી છે, કાયમ મેં પીળાશને જ ઝીલી છે. આવ્યા એ બધાએ લડાવ્યા પૅચ, પતંગની એ દોર જરા ઢીલી છે. અગનમાં લૂખ્ખું ભલે ભડભડ બળે, પણ એ ડાળી હજુ સહેજ લીલી છે. મઝધારે ય ડૂબવું સહેજ પણ નથી, તરણાની જીદ પણ કેવી હઠીલી છે! પૂનમ કહીને ગ્રહણ પણ દઇ દીધું, વરસવાની એ જ તો જિંદાદિલી છે. સ્ત્રી ગમે તેટલી આગળ વધે તોય એની સાથેનો વ્યવહાર ચર્ચાસ્પદ જ રહ્યો છે, તેને આદર સાથે એક અલગ અને અનન્ય વ્યક્તિ હોવાનો દરજ્જો ભાગ્યે જ મળે છે. છતાં તેણે પોતાનું આત્મસન્માન ખેરવીને પણ