સપનાની દિશા...

  • 4k
  • 1k

શાળા જીવનને લગતી બાળપણની વાર્તાઓમાં રમતી રમતી ક્યારેક કોલેજમાં પ્રવેશી ગઈ ખબર જ ન પડી.કેવા લોકો હશે ?કેવા શિક્ષકો હશે ?તે નવા વાતાવરણમાં હું કેવો અનુભવ કરીશ ?નવા મિત્રો બનશે કે નહિ ?હું એકલી તો નહિ થઇ જાઉં ?તેવા અનેક પ્રશ્નોને મનમાં સાંકળતી દિશા તેની જીવનની નવી દિશા તરફ પગલુ મૂકે છે અને કોલેજમાં પ્રવેશ કરે છે. વાતાવરણ શાંત હતું છતાંય દિશાની મનોસ્થિતીમાં તે ખૂબ તોફાની લાગી રહ્યું હતું,મુંજવાતા મન સાથે દિશા સ્ટાફ રૂમ બહાર આવી પહોંચે છે અને દિશાને જોઈ પટ્ટાવાળા ભાઈ નવો પ્રવેશ છે તેવું ભાખી ગયા હોય તે રીતે દિશાને બહાર બેન્ચ ઉપર બેસી રહેવાનું કહે