કહીં આગ ન લગ જાએ - 17

(41)
  • 3.4k
  • 1
  • 1.4k

પ્રકરણ- સત્તરમું/૧૭‘ધેન વ્હોટ એબાઉટ પર્સનલ આસીસ્ટન્ટ?’‘મારા એક ક્લોઝ ફ્રેન્ડ તરફથી એક નામ રેકમંડ થયું છે.’ ‘હૂ ઈઝ હી?’ મીરાંએ પૂછ્યું. ‘કબીર કામદાર.’ મધુકર બોલ્યા.મધુકરનો આ અણધાર્યો અને ત્વરિત નિર્ણય, મીરાંને અનુચિત લાગ્યાની સાથે સાથે ખૂંચ્યો પણ ખરો! મીરાંને થયું કે, આટલું મોટું ડીસીઝન લેતાં પહેલાં, મધુકરને એક વખત પણ મારો ઓપીનીયન લેવાનું કેમ નહીં સુજ્યું હોય? આટલો શાંત, સહજ, સરળ અને સમજુ મધુકર આવું ગેરવ્યાજબી અને અસંગત પગલું પણ ભરશે, એવી મીરાંને કોઈ અટકળ ન હતી.એટલે હવે મીરાંએ આ ઈશ્યુને મજાકના પ્લેટફોર્મ પર લઇ જઈને ગર્ભિત ભાષામાં રજુઆત કરતાં પૂછ્યું.‘કેમ, મધુકર, મારાં કામથી આટલાં જલ્દી કંટાળી ગયા છે શું? કે