આ જનમની પેલે પાર - ૧૫

(42)
  • 4.1k
  • 3
  • 2.4k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૫દિયાનને થયું કે તેણે પાછા આવીને ભૂલ કરી છે. ત્રિલોકનું ભયાનક રૂપ જોઇને તે હેબતાઇ ગયો હતો. ત્રિલોક લોહી નીતરતા ચાકુ સાથે ગાંડાની જેમ હસી રહ્યો હતો. તેણે કોઇ મોટું કામ કર્યું હોય એમ ખુશીથી ઝૂમી રહ્યો હતો. તેના હસવાનો અવાજ દિયાનના શરીરમાં કંપારી ઊભી કરી રહ્યો હતો. તેને થયું કે પોતે અહીં ફરી ક્યારેય ન આવવાનું નક્કી કરી નીકળી જવું જોઇતું હતું. તે કોઇ લાગણીથી દોરવાઇને કે ઉત્સુક્તાને કારણે અહીં સુધી પાછો ખેંચાઇ આવ્યો હતો. ત્રિલોકના હાથમાં લોહીથી તરબતર ચાકુ એ વાતની સાબિતી આપતું હતું કે તેણે કોઇની હત્યા કરી છે.દિયાને છુપાઇ રહીને જ થોડા