નથી ખાવા તારા પેંડા..

(11)
  • 1.6k
  • 1
  • 614

"નથી ખાવા તારા પેંડા !" સ્ટડી પૂરું થઇ ગયું.હોસ્ટેલનાં પગથિયાં ઊતરી રહી હતી ત્યારે મનમાં એકજ તમન્ના કે હું ઝટ ઘરે જાઉં.આહ... મનમાં હોસ્ટેલની અને કૉલેજ ની દીવાલો વચ્ચે પાંચ પાંચ વરસ ગોંધાઈ રહેવું પડ્યું.પપ્પાને એમ કે મારી છોકરી વધુ ભણે તો સારો મુરતિયો મળે.મમ્માને એવું કે જમાઈ મારી દીકરીનો પડતો બોલ ઝીલે.ભાઈ ને એવું કે બેન ભણી સારી નોકરીવાળો જીજુ મળે તો વગર ખર્ચે ફરવા મળે.બૅનને અપેક્ષા કે જીજુ મારા માટે નવી નવી ગિફ્ટ આપે.દરેકની આશા પુરી કરવા મેં કેટલી યાતનાઓ વેઠી તે ક્યાં કોઈને ખબર છે? બધાંની અપેક્ષાઓ પૂર્ણ કરવા જ જન્મી હોઉં તો