સ્વપ્ન પરી.... એ ડ્રીમ ગર્લ...

  • 2k
  • 1
  • 724

કારનાં મ્યુઝિક પ્લેયરમાં વાગતું ગીત "किसी शायर की गज़ल ड्रीम गर्ल.." શબ્દ કાને પડતા જ તમારા મનમાં "નિશા"ની મુખાકૃતિ સાથેનાં સંસ્મરણોનું ફ્લેશ બેક થઈ રહ્યું હતું... પહેલી નજરમાં જોતાં જ તમે નિશા….પર ઓવારી ગયા હતા "નયન…" જ્યારે જ્યારે તમે નિશાને જોતાં ત્યારે "ન કોઈ હૈ ન કોઈ થા જિંદગી મેં તુમ્હારે સિવાહ…" મનમાં ગુનગુનાવી લેતા...પહેલો વરસાદ અને પહેલો પ્રેમ માણસને કાયમ યાદ રહે છે…!વરસાદમાં પલળવું અને ભીંજાવું એ બન્નેમાં ફરક છે..વરસાદમાં માણસ દિલ ખોલીને ભીંજાય છે તેથી તેનો આહ્લાદક આનંદ હૈયાને તૃપ્ત કરે છે...પહેલી નજરે તમારું હૈયું પણ પ્રામાણિકતાથી નિશા સાથે મનથી ભીંજાયું હતું...તેથી