અંધશ્રદ્ધા એક વળગાડ

  • 2.9k
  • 850

અંધશ્રદ્ધાનું ઝાડ ઘેઘુર વડલા જેવું છે. એની વડવાઇઓ પણ એના થડ જેવી મજબૂત થઇ ગઇ છે. આ ઝાડનો નાશ કરવો હોય તો વડવાઇઓનો નાશ કરવો પડે. તે માટે પહેલા તો તેમને ઓળખીને શોધી કાઢવી પડે. થોડી વડવાઇઓની ઝાંખી કરીએ અને તેમને મળતા ખાતરની ઝલક જોઈએ.​ આ કામ કરવા માટે નાસ્તિક હોવું જરુરી નથી. મારા પર જો કોઈ ફળ પડે તો વિચારું, "ગુરુત્વ ​ બળ હોય કે ભૂમિતિ, જે હોય તે, છે તો પરાપૂર્વથી તો આ ફળ અત્યાર સુધી કેમ ના પડ્યું? આ એક જ કેમ પડ્યું? વધારે ફળો કે બધા જ ફળો કેમ ના પડ્યા? અત્યારે જ કેમ પડ્યું? પડવાનું