ગુજરાતી ભાષાનું સંવર્ધન ખરેખર ક્યારે અને ક્યાંથી ?

  • 1.4k
  • 520

૨૪ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિન. ગરબે ઘૂમતા, હૃદય તથા જીભ પર અમૃત તથા નસેનસમાં વેપારી લોહીની ઓળખ ધરાવતા ખમીરવંતા ગુજરાતીઓની માતૃભાષા એટલે ગુજરાતી ભાષા. માતૃભાષા શબ્દ માનસપટ પર આવે ત્યારે ગુજરાતી તરીકે ગરવી ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શબ્દો યાદ આવે કે ‘કોઇપણ પ્રજાના વર્ગમાં પ્રજાત્વ કાયમ રાખવું હોય તો તેમને ઉતરતી કે ચડતી બધી જ કેળવણી તેમની માતૃભાષામાં મળવી જોઇએ.’ કેળવણી શબ્દ મનુષ્ય જીવનના દરેક તબક્કા સાથે સંકળાયેલો છે. આજે જ્યારે માતૃભાષાનાં પતન કે અધોગતિની વાતો થાય છે ત્યારે દોષિત સંપૂર્ણપણે શૈક્ષણિક સંસ્થાઓને જ ઠરાવવામાં આવે છે, પરંતુ ખરેખર એ સત્ય છે? આપણા