ક્રિસમસ: માર્કેટિંગ અને મર્ચેન્ડાઈઝનો માસ્ટરક્લાસ

  • 958
  • 260

ક્રિસમસ: માર્કેટિંગ અને મર્ચેન્ડાઈઝનો માસ્ટરક્લાસ દુનિયાના તમામ તહેવારો પાછળનો હેતુ ઉમદા જ હોય છે, જે આ વાત ન સમજે તે અન્ય ધર્મો પ્રત્યે જ નહીં પોતાના ધર્મ પ્રત્યે પણ તેની અજ્ઞાનતા છતી કરે છે. આ દુનિયા કોઈ માણસો કે માણસોના જીવંત સમૂહો પર જ નહીં પણ અત્યાર સુધીના તમામ માનવોના સંયુક્ત પ્રયાસોથી ઘડાઈ છે. આપણી પહેલા આ પૃથ્વી પર વિહરી ગયેલી પેઢીઓએ તેમના અનુભવો, પ્રયાસો, ડર, હિંમત, જ્ઞાન, અજ્ઞાન, લાલચ, ઉદારતા, કટ્ટરતા, પરગજુતા અને ન જાણે કેટલાય ગુણોથી આ દુનિયા માટે એક રસ્તો/course of action ન માત્ર નક્કી કર્યો પણ સમયે સમયે તેને બદલ્યો પણ. આજે તેની જ સારી નરસી