રામ લલ્લા

  • 1.1k
  • 342

રામ લલ્લા પધાર રહે હૈ અપને ઘર, ઉત્સવ કી તૈયારી કરો...22 ડિસેમ્બર, 1949 એટલે લગભગ પોણી સદી જૂની આ વાત છે. અયોધ્યામાં એક ભવ્ય રામકથાની પૂર્ણાહુતિનો દિવસ હતો. એ કથાના આયોજક મહંત દિગ્વિજય નાથ હતાં. હિન્દુ મહાસભાના એ પ્રખર હિન્દુત્વવાદી સંત આમ તો યોગી આદિત્યનાથના ગુરુના ગુરુ થાય. યોગીજીના ગુરુ મહંત અવૈધનાથ, અને એમના ગુરુ એટલે મહંત દિગ્વિજય નાથ. અત્યારે આપણને યોગી આદિત્યનાથ કટ્ટર લાગે છે. પણ એમનાથી ચાર ચાસણી ચડે એવા મહંત દિગ્વિજય નાથ! ભાવિકો ભક્તો સવારથી કથામાં બેઠા હતા. અને અચાનક ડિસેમ્બરની કાતિલ ઠંડીમાંથી ગરમાટો આખા અયોધ્યામાં અને થોડા દિવસોમાં તો આખા ઉત્તર ભારતમાં ફેકસાય જવાનો હતો એ