રાજર્ષિ કુમારપાલ - 24

  • 738
  • 1
  • 436

૨૪ ફરીને રણઘોષ વાગ્ભટ્ટ સાથે સૌ આમ્રભટ્ટની સેનાના પડાવ તરફ ચાલ્યા. એટલામાં તો આમ્રભટ્ટ અને મહારાજ કુમારપાલ બંને વસ્ત્રઘર તરફથી આ બાજુ આવતા દેખાયા. શાંત, ધીમી, પ્રોત્સાહક વાણીથી મહારાજ એની સાથે કંઈક વાતો કરી રહ્યા હોય તેવું જણાયું.  કાકભટ્ટને આગળ કરીને મહારાજની દ્રષ્ટિ પડે એટલે દૂર સૌ ઊભા રહ્યા. પણ મહારાજે તેમને નિશાની કરીને ત્યાં બોલાવ્યા. આમ્રભટ્ટ, વાગ્ભટ્ટને જોતાં જ, કાંઈક લજ્જાસ્પદ રીતે જમીન ભણી જોઈ રહ્યો. એણે એને કોંકણ-ચઢાઈનું પદ લેવાના સાહસ માટે વાર્યો હતો તે તેને યાદ આવ્યું. ‘આંબડ!...’ વાગ્ભટ્ટ અચાનક બોલ્યો: ‘આ કાકભટ્ટ સોરઠથી આવ્યા છે. એમણે વાત કરી ને હું તો છક થઇ ગયો છું. તારું