ટકલો ઢીંગલો

  • 1.2k
  • 384

ટકલો ઢીંગલો આપણે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી પેઢીમાં જીવીએ છીએ. હું તો વિજ્ઞાન શાખાનો સ્નાતક. આપણને અજબ લાગતી દરેક ઘટનામાં પશ્ચાદ્ભૂમાં કાઈંક વૈજ્ઞાનિક સિદ્ધાંત ખોળી કાઢવાની મારી આદત. છતાં મારા જ ઘરમાં તાજેતરમાં ઘટેલી ઘટનાનું વર્ણન કર્યા વગર રહી શકતો નથી. હું 32 વર્ષનો, ઉચ્ચ કંપનીમાં એન્જીનીયર છું. મારી પત્ની મોના. 30 વર્ષની. એ પણ વિજ્ઞાન કોલેજમાં પ્રોફેસર હતી. મારે બે વર્ષનો તરવરીયો બાબો છે. ઉન્નત. ઉન્નતની બીજી વર્ષગાંઠે તેને અનેક ભેટ મળી. બેટરી ઓપરેટેડ કારની તો લાઈન લાગી ગઈ. ગોઠવવાના બ્લોક, પશુ પક્ષીઓનાં ચિત્રોની બુક અને એવું બધું. એમાં તેને સહુથી વધુ ગમી ગયેલી ગિફ્ટ એક એના જેવો ટકલો, એની