મુક્તિ - ભાગ 11

(11)
  • 1.2k
  • 2
  • 694

૧૧ ઇન્સ્પેક્ટર વામનરાવ   વિશાળગઢ ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેઠો હતો. એના હાથમાં સાંજનું અખબાર જકડાયેલું હતું. એની નજર અખબારમાં છપાયેલા દિલાવર તથા ગજાનનના મોતના સમાચાર પર ફરતી હતી. સમાચાર વાંચ્યા પછી એણે એક ઊંડો શ્વાસ લીધો. એની આંખોમાં ચિંતાના હાવભાવ છવાઈ ગયા. એના કાનમાં મોહનના આત્માના શબ્દો ગુંજવા લાગ્યા. ... કાયદો તો મારા ખૂનીઓને સજા નથી કરી શક્યો ઇન્સ્પેક્ટર સાહેબ! હવે હું પોતે જ તેમને સજા કરીશ. મારા મોતનું વેર લઈશ. અને મોહનના પ્રેતાત્માએ પોતાનું કથન સાચું પૂરવાર કરી બતાવ્યું હતું. એ પોતાના બે ખૂનીઓને સજા કરી ચૂક્યો હતો. બંનેને એક જ પદ્ધતિથી માર્યા હતા. જે