ડાયરી - સીઝન ૨ - હિસાબ

  • 362
  • 94

શીર્ષક : હિસાબ લેખક : કમલેશ જોષી અમે કોમર્સમાં ભણતા ત્યારે વાર્ષિક હિસાબો ભણવાના આવતા. કાચા સરવૈયાથી દાખલાની શરૂઆત થતી, તે વાયા વેપારખાતું અને નફાનુકસાન ખાતું થઈ પાકા સરવૈયા સુધી પહોંચતી. ત્યારે તો દરેક વિદ્યાર્થી, મેચની છેલ્લી ઓવર વખતે ખેલાડીઓ અને ક્રિકેટરો અનુભવે છે એવી અથવા ચૂંટણીના પરિણામની આગલી રાતે ઉમેદવારો અને પક્ષના કાર્યકરો અનુભવે છે એવી ઉતેજના, સસ્પેન્સ અને ટેન્શન અનુભવતો. નિયમ એવો હતો કે પાકા સરવૈયાની ઉધાર અને જમા એટલે કે મિલકત લેણા અને મૂડી દેવા એ બંને બાજુનો સરવાળો એક સરખો થઈ જવો જોઈએ. અમારા સાહેબ એને ‘ટાંટિયા મળી જવા’ કહેતા. બારથી બાવીસ મિનીટ સુધી ચાલતા આ