ગરુડ પુરાણ - ભાગ 4

  • 866
  • 2
  • 358

ચતુર્થ અધ્યાય શ્રી ગરુડજીએ પૂછ્યું- હે ભગવન્! કયા-કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વૈતરણીમાં પડે છે? કયા પાપોથી નરકમાં જાય છે? કૃપા કરીને બતાવો. શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું-જે મનુષ્ય હંમેશાં અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે. પરંતુ ધર્માત્મા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત્ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે. પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે. આ આખું વિવરણ હું તારાથી કહું છું, સાંભળો! દક્ષિણ દ્વારના