Pranayni pankhar books and stories free download online pdf in Gujarati

પ્રણયની પાનખર

કાલ કદાચ...

આજ ચાલી લે હાથ પકડી મારો,
કાલ કદાચ આ રાહદાર હોય ન હોય.

લઈ લે ખુશ્બુ આ બગીચાના ફૂલોની,
કાલ કદાચ આ બાગબાન હોય ન હોય,

થોડો પ્રેમ કાંટાને પણ કરી લે,
કાલ કદાચ આ વસંતબહાર હોય ન હોય,

તું કહેતી હતી કે બધું તારું જ છે તો સોંપી દે,
કાલ કદાચ આ ચાહનાર હોય ન હોય,

લાગણીઓથી સંબંંધ હજુ જીવંત છે હજુ થોડીક,
કરીદે તારી લાગણીઓનો સરવાળો,
કાલ કદાચ આ દરકાર હોય ન હોય,

ફરિયાદ હોય તેટલી આજ કહીદે,
કાલ કદાચ આ સાંભળનાર હોય ન હોય,

કરીલે ભરોસો આ દિલ પર આજે,
કાલ કદાચ આ દિલ વફાદાર હોય ન હોય...

***** ***** *****

તારી યાદ હજું તાજી જ છે...

તારાં વિના આ મન રાજી તો છે,
પણ દિલમાં તારી યાદ હજું તાજી જ છે,

હવે હાજરી નથી કોઈ તારી મારા પળોમાં,
પણ એકલતામાં ગેરહાજરી તારી જ તો છે,

માનું છું કે નાહક હતું એ સ્મિત મારું,
પણ તારું સામે હસવું, ગુન્હેગારી તારી જ તો છે,

નથી એ બગીચામાં તારીમારી યાદો સિવાય,
પણ મનમાં પ્રસરેલી સુગંધ તારી જ તો છે,

હા ભટકી ગયો હતો રાહ થોડી વાર માટે,
પણ હાથ પકડી પાછો લાવવાની જવાબદારી તારી જ તો છે,

તારી લાગણીઓનો હિસાબ તો બેહિસાબ હતો,
પણ ગણિત મારું કાચું, ભૂલ તો મારી જ છે,

તારાં વિના આ મન રાજી તો છે,
પણ દિલમાં તારી યાદ હજું તાજી જ છે...

***** ***** *****

એક ટપાલ...

એક ટપાલ લખી મેં તને ઢળતી સાંજે,
સરનામું લખ્યું મેં તારા દિલનું,

બીજું ખાસ તો યાદ ન આવ્યું આજે,
પણ એક નજરાણું લખ્યું મેં મારા દિલનું,

જે બહાનાથી આપણ બંને એક થયાં,
એ બહાનું લખ્યું તારા દિલનું,

એક ટપાલ લખી મેં ઢળતી સાંજે,
સરનામું લખ્યું મારાં દિલનું,

માન્યું,
માન્યું કે પહેલ હતી પહેલી મારી,
પણ તોય શરમાવું લખ્યું કે તારા દિલનું,

ખબર ન હતી કે આવો વળાંક હશે સંબંધમાં,
પણ મેં મૂંઝાવું લખ્યું મારાં દિલનું,

એક ટપાલ લખી મેં તને ઢળતી સાંજે,
સરનામું લખ્યું મેં તારા દિલનું,

સાંજના પવન જેવી હતી તારી વાતો,
આ વાતો માટે મહેનતાણું લખ્યું મેં મારા દિલનું,

નફરત હતી મને જુદાં થવાનાં એ સમયથી,
પણ તોય મેં ભયજનક ટાણું લખ્યું મારા દિલનું,

એક ટપાલ લખી મેં તને ઢળતી સાંજે,
સરનામું લખ્યું મેં તારા દિલનું,

ખુશ છું તારાથી દૂર રહીને આજે,
ટપાલમાં જુઠ્ઠાણું લખ્યું મેં મારા દિલનું,

રોજ મળીએ છીએ સપનામાં આપણે,
તોય મળવાનુ બહાનું લખ્યું મેં મારા દિલનું,

એક ટપાલ લખી મેં તને ઢળતી સાંજે,
સરનામું લખ્યું મેં તારા દિલનું,

ચહેરા પર સ્મિત લઈને આવી તું મળવાં,
પણ આંસુઓનું ઝરણું લખ્યું મેં મારા દિલનું,

માન્યું કે વાંક મારો અને મારો જ હતો ફ્કત,
પણ મેં રૂઠવું લખ્યું મેં તારા દિલનું,

એક ટપાલ લખી મેં તને ઢળતી સાંજે,
સરનામું લખ્યું મેં તારા દિલનું...

***** ***** *****

શું તને યાદ છે???

તારી સહેલીની પાછળ ઊભી ઊભી સાંભળતી હતી તું,
મારી એ બકબક વાળી એ પહેલી મુલાકાત,
શું તને યાદ છે?


એ કોલેજની લોબીમાં તારો હાથ પકડીને તારા નમ્બર માંગવા,
તારું ફોન જટી લઈને હસવું,
શું તને યાદ છે?

sms પેક પૂરું થવાના ડર થી રોજ રઈ જતી અમુક વાતો અધૂરી,
એ અધૂરી રહેલી બધી જ વાતો,
શું તને યાદ છે?

મારાં પહેલાં Bday પર તે લઈ દીધેલી પેન ને હું હમેશાં સાથે ફેરવતો,
એ પેનને જોઈ તારાં ચેહરા પર આવતી મુસ્કાન,
શું તને યાદ છે?

તારાં માટે બનાવેલ સ્કેચમાં તારું નાક જરાક વધું નમણું થઈ ગયું,
આવી તારી પ્રેમભરી ટીખળ,
શું તને યાદ છે?

ધીમા ધીમા વરસાદમાં આપડે ગરમાં ગરમ પકોડા ખાવાં ગયાં હતાં,
સાયકલ પરની એ મધમસ્ત સાંજ,
શું તને યાદ છે?

uninor નું કાર્ડ માંગી આખી આખી રાતો જે વાત કરતાં,
એ હસવા-રડવાની વાતો,
શું તને યાદ છે?

કોલેજની સીડી પર મારું તારાં હાથને ચુમવું અને તારું ગભરાવું,
શરમાહાટ ભરેલું તારું એ ગભરાવું,
શું તને યાદ છે?

શાયદ છેલ્લી હશે એ આપણી મુલાકાત એમ સમજી જે તું ગળે લાગી હતી,
એ બે પળ માટે આપણાં દિલ એક થયાં,
શું તને યાદ છે?

આજે પણ તારો આપેલો શર્ટ પહેરું ને ત્યારે મન મહેકી ઉઠે,
તારી જે સુંગંધ એમાં હતી,
શું તને યાદ છે?

ડરતી હતી તું મને ખોવાથી, વાયદા કરતી હતી સાથે જીવવાના,
પણ જયારે દમ તોડ્યો તે મારી બાહોમાં તો તારી આંખોમાંનો પ્રેમ મને હજું યાદ છે,
શું તને યાદ છે?

***** ***** *****

જીવવું પડે છે...

જૂઠ બોલવું પડે છે,
સાચું છુપાવવું પડે છે,
જિંદગી જીવવા માટે સાહેબ કોઈ પણ રસ્તો અપનાવો પડે છે,

સાથ નથી દેતાં થોડાં દૂર સુધી પણ,
સલાહના પોટલાં મફત આપી જાય છે,
ખરું ખોટું સંભળાવી જાય ત્યારે,
'હાં-હાં' કરીને સાંભળી લેવું પડે છે,

ઘણું સમજુ છું જિંદગીને
ઘણાને જિંદગી સમજાવી છે મેં,
તો પણ કોઈ પોતાનાં મને સમજાવે મારી જિંદગી ત્યારે,
માથું નમાવીને સાંભળી લેવું પડે છે,

સીધા માણસોને જીવવા ક્યાં દે છે દુનિયા સાહેબ,
ક્યારેક ક્યારેક માણસ ખરાબ પણ બનવું પડે છે,

હમણાં છોડી દઉં ફિકર દુનિયાની,
હમણાં બની જાઉં બેફિકરો,
પણ તોય કેટલાક પોતાનાં પાછળ ન છૂટી જાય,
એટલે પાછળ ફરીને જોવું પડે છે...

સાચો હોવ છું મારા માટે,
સાચો હોવ છું મારી જિંદગી માટે,
તો પણ જ્યારે સવાલ ઉઠે મારાં પર તો,
એનાં જવાબ બનવું પડે છે,

થાકી તો રોજ જાવ છું દુનિયાથી,
થાકી જાવ છું રોજ ખુદથી,
પણ આ દુનિયામાં મારી પણ કઈ જવાબદારી હશે,
એમ માનીને જીવવું પડે છે...

***** ***** *****

Thank You For Reading
Please give Ratings...