criminal dev - 24 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 24

અપરાધી દેવ-24

બીજે દિવસે સવારે ૬ વાગે રિતેશ ૧ ઝાડ પાછળ ગોઠવાઈ જાય છે. જે ભાનુપ્રતાપ ના ઘર ની નજીક હોય છે, અને ભાનુપ્રતાપ ના ઘર ની સામે તે નજર નાખી ઉભો રહે છે. ૭ વાગે ભાનુપ્રતાપ માત્ર ૧ લાલ ધોતિયું અને સફેદ ગંજી પહેરી નીકળે છે, અને ૧ કાર મા ૩ હથિયારબંધ અંગરક્ષકો સાથે ગોઠવાય છે. પછી તેઓ શિવ મંદિર તરફ જવા નીકળે છે. રિતેશ બાઈક પર તેનો પીછો કરે છે. તેણે હેલ્મેટ પહેરી રાખી હોય છે. મંદિર શહેર ની બહાર થોડા વેરાન વિસ્તાર માં હોય છે. મંદિર ખાસ્સું મોટું હોય છે, અને તેની આજુબાજુ એકદમ વેરાન વિસ્તાર હોય છે. મંદિર મા દાખલ થતા જ મોટું ચોગાન આવે છે. મંદિર ની પાછળ ના ભાગે ૧ પરસાળ હોય છે. પરસાળ ની અંદર બંને સાઈડ પર પ્રાચીન પથ્થરો પડેલા હોય છે. જે ખાસ્સા મોટા હોય છે. ભાનુપ્રતાપ ના મંદિર મા ગયા પછી રિતેશ આખા મંદિર નો આંટો લે છે. બહાર - અંદર બધે આંટો મારે છે.પછી તે મંદિર ની બહાર આવે છે, ત્યારે જુએ છે કે, ત્યાં અમુક ફૂલો અને પૂજા ની સામ્રગી વેચનારાઓ ની દુકાન હોય છે. તેમની સાથે વાત કરતા ખબર પડે છે કે ભાનુપ્રતાપ જયારે પણ ઘરે હોય અને પટના મા ન હોય, ત્યારે અચૂક રોજ સવારે મંદિર પર આવે છે.

****************************************************

સવારે ૯ વાગે દેવ મુંબઈ મા કોલેજ જવાની તૈયારી કરતો હોય છે. ત્યારે ઇન્સ્પેક્ટર મરાઠે તેને મળવા આવે છે. મરાઠે દેવ સાથે હાથ મેળવે છે અને તેની સાથે ઓપચારિક વાતો કરે છે, જતા જતા તે દેવ ને સલાહ આપે છે કે તેણે એકલા ક્યાંય ન જવું , અને માત્ર મનન અને નયન નહિ, પણ મુંબઈ ની અંધારી આલમ થી પણ તેને ખતરો છે. દેવ પૂછે છે કે આવું કેમ?, પણ દેવ ના બોડીગાર્ડનો ચહેરો જોઈ મરાઠે આગળ વાત કરવાનું માંડી વાળે છે, અને તૈયાર થઇ કોલેજ પર જાય છે. ત્યાં આગળ તે ક્લાસ મા પ્રવેશે છે, ત્યારે બધા તેનું સ્વાગત કરે છે, તેના હાલચાલ પૂછે છે. પણ મનન અને નયન એમ નેમ મૂંગા બેસી રહે છે. દેવ ને થોડું આશ્રર્ય થાય છે. તેના ૨ બોડીગાર્ડ ક્લાસ રૂમ ની બહાર ઉભા રહે છે.

__________________________________________________

આ બાજુ બીજે દિવસે સવારે ૬ વાગે રિતેશ પોતાના હથિયારો સાથે મંદિર ની પાછળ પરસાળ માં જઈને ૧ મોટા પથ્થર ની આડશ માં છુપાઈ જાય છે. તેની પાસે ૧ મોટો થેલો હોય છે, જેની અંદર બંદુકો અને ગોળીઓ હોય છે. તેને ખબર હોય છે કે જયારે ભાનુપ્રતાપ મંદિરે દર્શન માટે આવે છે, ત્યારે એકલો પૂજા ની થાળી લઇ ને આવે છે, અને તેના ચોકીદારો બહાર ઉભા રહે છે. તથા તેના હાથ માં માત્ર પૂજા ની થાળી હોય છે, ભાનુપ્રતાપ પોતાના હથિયારો કાર ની અંદર જ મૂકી રાખે છે, અને મંદિર માં હથિયાર વગર પ્રવેશ કરે છે. તેને એ પણ ખબર હોય છે કે પરસાળ ની પાછળ એક નાની દીવાલ કૂદી, તે એક કાચા રસ્તા પર જઈ શકે છે, જે રસ્તો ૫૦૦ મીટર પછી તે હાઈવે સાથે જોડાય છે, જે પૂર્વ ચંપારણ થી પટના જાય છે. અત્યારે તેણે તે નાની દીવાલ ની પાછળ કાચા રસ્તા પર તેની બાઈક મૂકી હોય છે. તે પોતાની એક-૪૭ લોડ કરીને પથ્થર ની આડશે ગોઠવાઈ જાય છે. આશરે ૧ કલાક પછી ભાનુપ્રતાપ મંદિર મા થાળી લઇ ને પ્રવેશે છે. ભાનુપ્રતાપ જયારે મૂર્તિ પર અભિષેક કરતો હોય છે. ત્યારે પથ્થર ની પાછળ થી રિતેશ ધસી આવે છે, અને ભાનુપ્રતાપ પર અંધાધૂંધ ફાયરિંગ કરે છે. ભાનુપ્રતાપ પર ટોટલ ૩૦ ગોળીઓ ફાયર કરીને તે ભાગે છે. કારણકે ભાનુપ્રતાપ ના અંગરક્ષકો હથિયાર સાથે દોડી આવતા જુએ છે. તે તરત નાની દીવાલ કૂદી બાઈક સ્ટાર્ટ કરી ભાગે છે.ભાનુપ્રતાપ ના અંગરક્ષકો જ્યાં સુધી નાની દીવાલ સુધી પહોંચે છે, ત્યાં સુધી માં રિતેશ કાચો રસ્તો છોડી પટના જતા હાઈ વે પર પહોંચી ગયો હોય છે. અંગરક્ષકો પાછા ભાનુપ્રતાપ આગળ દોડી આવે છે, ત્યારે તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હોય છે. તેની લોહી નીતરતી લાશ મંદિર માં મૂર્તિ આગળ પડી હોય છે. અંગરક્ષકો તરત ભાનુપ્રતાપ ના ઘરે ફોન કરે છે.

ક્રમશ:

__________________________________________________

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.