criminal dev - 37 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 37

અપરાધી દેવ-૩૭

દેવે નક્કી કર્યા મુજબ પહેલા બધાએ હળવું ખાણું લીધું. પછી બધાએ સાધુ ના કપડાં પહેરી લીધા. પોતાના હથિયાર, અમુક દોરડાઓ અને પટ્ટીઓ, સાધુ ના કપડાં નીચે છુપાવી દીધા. ૧ માણસ પહેલા ખબરી ની પાસે રહ્યો, અને બાકીના માણસો દેવ સાથે બરાબર ૧ વાગે ગેસ્ટ હાઉસ ની બહાર નીકળ્યા. તેઓ પટણા ના આઈ. જી. એ આપેલા લોકેશન પર બરાબર ૧.30 વાગે પહોંચ્યા. અહીં સહેજ દૂર થી તેઓને 1 વેરહાઉસ દેખાણું. ત્યાં આગળ ૨ માણસો ચોકી કરતા હતા. રઘુ અને જગું તે માણસો આગળ ગયા. બાકીના નજીક મા ૧ વડ દેખાણું, તે વડ ની પાછળ છુપાઈ ગયા. ૨ સાધુઓને પોતાના તરફ આવતા જોઈ પેલા ૨ માણસો ,જે વેરહાઉસ ની ચોકીદારી કરતા હતા, તેઓ ઉભા થઇ સાધુઓ તરફ આવ્યા (તે એ લોકોની ભૂલ હતી). પહેલા ૨ માણસો કહેવા લાગ્યા કે અહીં ભિક્ષા આપવા માટે કંઈ નથી. માટે સાધુઓ પાછા જાય. તેઓ હજી આ બોલતા હતા ત્યાં જ રઘુ અને જગુએ એ બંને માણસો ને ગરદન પર ચોપ ફટકારી, તેઓ ત્યાં જ બેહોશ થઇ ગયા.તેઓએ બંને ને દોરડે થી મુશ્કેરાટ બાંધી,મોઢે પટ્ટી મારી, વડ ની પાછળ મૂકી દીધા. પછી તેઓ વેરહાઉસ આગળ ગયા.

ત્યાં પહોંચી ને તેઓ જુએ છે, કે વેરહાઉસ ની અંદર એક કેબીન છે, તેની ચારેબાજુ કાચ નું પાર્ટીશન છે. તેમા પહેલો ગેંગ લીડર તેના ૩ સાથીદારો સાથે આરામ ફરમાવી રહ્યો હતો. ચારે જણ સહેજ ઝોકા ખાતા હતા. જગુ ધીમા પગલે વેરહાઉસ ની અંદર પ્રવેશ્યો. તે કાચ ની કેબીન વટાવી થોડે દૂર ગયો તો તેણે ૧ આધેડ વય ની મહિલા જોઈ, તેનાથી થોડે દૂર તેણે મિતાલી ને ખુરશી મા બંધાયેલી જોઈ, તે થોડા પગલાં પાછળ આવ્યો, તેણે રઘુ ને ઈશારા મા બધી માહિતી આપી. રઘુ થોડા પગલાં પાછળ ગયો, તેણે ઈશારા થી બધી માહિતી દેવ ને આપી. દેવ અને બીજા ૬ માણસો ધીમા પગલે રઘુ સુધી આવ્યા. પછી તેઓ તમામ ધીમા પગલે કાચ ની કેબીન સુધી આવ્યા. પછી કેબીન ની અંદર જઈ બધા એ ૧-૧ માણસ સંભાળી લીધો. ગેંગ લીડર અને બીજા ૩ માણસો (જેમા પ્રકાશ પણ હતો), ને ગરદન પર ચોપ મારી બેભાન બનાવી દેવામાં આવ્યા. બરાબર એ જ સમયે જગુએ પેલી આધેડ વય ની મહિલા ને ગરદન પર ચોપ મારી બેભાન કરી દીધી. પછી દેવે તરત ૧ માણસ ને ફોન કરી ૧ મિનિબસ ની વ્યવસ્થા કરવા કહ્યું. પછી બેભાન થયેલા તમામ ના હાથ અને પગ દોરડા થી બાંધી દેવામા આવ્યા, અને તેઓના મોઢા પર પટ્ટી મારી દેવામા આવી.

પછી દેવ તરત જ મિતાલી પાસે ગયો, સહેજ ખખડાટ થતા મિતાલી જાગી, તે દેવ ને સાધુ ના વેશ મા પણ ઓળખી ગઈ. તેની આંખો મા આનંદ છવાયો. દેવે તરત તેના બંધનો દૂર કર્યા, અને મોઢા પર ની પટ્ટી હટાવી. તે દેવ ને ગળે વળગીને ધ્રુસકે ચડી ગઈ. દેવે તેની પીઠ પર હાથ ફેરવી, તેને શાંત પાડી. મિતાલી કહે, મને ખાતરી હતી, તું આવીશ જ. દેવ કહે, હું જિંદગીભર તારી સાથે જ છું. પછી દેવે મિતાલી ના પપ્પા ને ફોન લગાડ્યો, તેની મિતાલી સાથે વાત કરાવી. મિતાલી ના મમ્મી અને પપ્પા એ મિતાલી સાથે વાત કરી અને હવે એ સુરક્ષિત છે, એ જાણી ગદગદ થઇ ગયા, દેવ કહે અમે હમણાં નીકળીએ છીએ અને ૫ વાગ્યા સુધી મા ઘરે પહોંચી જશું.

કુલ ૬ પુરુષો અને ૧ સ્ત્રી જેઓ બેભાન હતા, તેમને મિનિબસ મા નાખવામાં આવ્યા.મિનિબસ મા રઘુ અને જગુ સહીત બીજા ૭ માણસો રહ્યા. દેવ અને મિતાલી ૧ કાર મા ગોઠવાયા. બાકીના માણસો બીજી કારો મા ગોઠવાયા. હવે તમામે સાધુ નો વેશ કાઢી નાખ્યો હતો. આખો કાફલો ઉમરગામ થી રવાના થયો. થાણે પહોંચી ને દેવે મરાઠે ને ફોન કરી તમામ વિગતો સમજાવી. મિનિબસ ને મરાઠે ના પોલીસ સ્ટેશન પર મોકલવામાં આવી. બીજી કારો ને દેવ ના રહેઠાણ પર મોકલવામા આવી અને દેવે પોતાની કાર મિતાલી ના ઘર તરફ લીધી.

ઘરે મિતાલી ના મમ્મી અને પપ્પા, એ બંને એ દેવ અને મિતાલી ને આવકાર્યા. દેવ તેમના ગયા પછી શું થયું, તેનો સંપૂર્ણ અહેવાલ આપ્યો. થોડી વાર મા મરાઠે આવ્યો, તેણે મિતાલીનું સ્ટેટમેન્ટ લીધું. અને જતા પહેલા તેણે ખાતરી આપી કે એ અપહરણ ગેંગે ઓછામાં ઓછી ૧૦ વર્ષ જેલ ની હવા ખાવી પડશે. પછી બધા એ પૂર્વ ચંપારણ મા જઈ મિતાલી અને દેવ ના લગ્ન કરવાનું નક્કી કર્યું. દેવે ફોન કરી મનન અને નયન ના પપ્પાઓ, તેઓ જેલ મા થી છૂટી જાય તેવી વ્યવસ્થા કરી.

થોડા દિવસ પછી પૂર્વ ચંપારણ મા દેવ અને મિતાલી ના ભવ્ય લગ્ન લેવાયા. તેમા મનન,નયન અને માયા પણ આવ્યા,મરાઠે પણ આવ્યો. રઘુ, જગુ અને દેવ ના તમામ માણસો પણ લગ્ન મા આવેલા, મનન અને નયન ના પપ્પાઓ જેલમાંથી છૂટી ગયા હતા.

વાચક મિત્રોએ બધા જ ભાગો વાંચ્યા હશે. તેમને મારો એક જ સવાલ, આ આખી નવલકથા મા અપરાધી કોણ? દેવ,ભાનુપ્રતાપ,મનન અને નયન , પવન કે પછી ઈર્ષા અને જલન? વાચક મિત્રો મને તેમનો પ્રતિભાવ મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર WhattsUp દ્વારા જણાવશો, તો મને આનંદ થશે. અહીં આ નવલકથા નો અંત આવે છે.

સમાપન