Yakshi - 1 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 1


1) દેવમ અને દેવશ્રી એ ફાઈવસ્ટાર હોટલમાં ઓર્ડર કરેલા સેવન કોર્સ ડીનર ઉપર એ લોકો કરતાંય એક ભીખ માગતાં બાળક ની નજર એના પર વધારે હતી.

2) 'સાવ ફૂવડ છે તું' તિરસ્કાર ભર્યો અવાજ સાંભળીને દેવશ્રીની આંખો માં આસું આવ્યા જે કોલેજમાં 'બ્યુટી વિથ બ્રેઈન' ગણાતી.

3) દેવમ જયારે સ્ટેજ પર પોતાનો સંવાદ બોલતાં એન્ટ્રી કરી ત્યારે પડતી તાલીઓ માં એક એવા માણસની તાલીઓ જોઈ રહ્યો જે તેને હંમેશા હાથ વગરનો કહીને તેને ચિડવતા હતાં.

"વાહ, વાહ" પ્રો.રામી બોલ્યાં કે, "આ માઈક્રો ફિકશન ઘણું બધું કહી જાય. અને આ લખાણ, વર્ણન પણ અદ્ભુત છે."

પ્રો. સહાય બોલ્યા કે, "હા બેટા, આમને આમ તું દરેક ટાઈપ ની વાર્તા ને મઠારવાનો અને એને નિખારવાનો પ્રયત્ન કરો. તો જ તારું લખાણ ઉભરી આવશે."

પ્રો. રામી બોલ્યા કે, "હા બેટા, નાના લખાણ સાથે મોટા લખાણ કે વાર્તા લખવાનો મહાવરો કરતી રહેજે."

"ઓ.કે. સર" યશ્વી કહીને સ્ટાફ રૂમમાંથી બહાર નીકળી ત્યાં જ તેની નજર નિશા પર પડી.

એટલામાં નિશા બોલી કે, "એય યશ્વી ઊભી રહે. સરે શું કહ્યું?"

"કહીં નહીં. બોલને શું વાત છે? અને તું હજી ઘરે કેમ ના ગઈ?" યશ્વીએ પૂછયું.

"અરે યાર લિફટ જોઈતી હતી એટલે જ તો તારી વેઈટ કરું છું." નિશા નાટયાત્મક રીતે બોલી.

"ઓ.કે. ચાલ હવે" કહીને યશ્વીએ નિશાને એકટીવા પર તેના ઘરે ડ્રોપ કરીને ઘરે ગઈ.

એ ઘરમાં એકટીવા પાર્ક કર્યું ના કર્યું ત્યાં જ મમતા થી ભરેલો પણ ગુસ્સાવાળો અવાજ આવ્યો કે, "આવી ગયા મેડમ, કોલેજ ટાઈમ પછી કયાં ફરતી હતી. બહાનું બતાવતી જ નહીં. ખબર છે મને કામ ના કરવું ના પડે એટલે જ એકસ્ટ્રા કલાસ કે મટરિયલ બનાવવા ના નામે લાયબ્રેરીમાં કે કોલેજમાં રહે છે."-આ નમ્રતા બહેન- યશ્વી ની મમ્મી નો અવાજ હતો.

યશ્વી એની મમ્મીને વળગી પડી કે, "મમા એવું નથી. હું નિશાને એના ઘરે ડ્રોપ કરવા ગઈ હતી. એટલે મોડું થયું."

નમ્રતાબહેને તેની સામે મીઠી રીસથી જોયું ને બોલ્યા કે, "મને તારી બધી જ ખબર છે સમજી. ચાલ હવે હાથ ધોઈ લે. જમવાની થાળી પીરસુ."

યશ્વી હસતી હસતી હાથ ધોવા ગઈ.

યશ્વી એક સિમ્પલ યુવતી, તેના ઘરની આર્થિક સ્થિતિ પણ ઓ.કે.જ હતી.

રૂપમાં તો ઓ.કે. નહીં પણ તેને એન્જલ કહો કે પરી કહો એટલી સુંદર હતી. એની ચાલ એક હરણી જેવી. એમાં તે ચાલે તેની મલપતી ચાલ પર મોહી જ પડાય. એ જો બોલે તો ફૂલ ઝરે. એની આંખોમાં તો એક નાનકડાં બાળક જેવી ઉત્સુકતા અને ઉત્સાહિત રહેતી. એની આંખોમાં ભલા ભલા ખોવાઈ જતાં. વળી, આ બધા પર વિધાતાએ જાણે કલામાં પીછું ઉમેર્યું હોય તેમ તેનો ગોરો રંગ, તેના નાગણ જેવા કેશ. એક સિમ્પલ ડ્રેસમાં પણ પરીલોક માંથી ઉતરેલી પરી જ લાગતી હતી.

સૌથી વધારે તો એનું લખાણ સુંદર, ગંભીર અને દીલ ને ટચ કરી જાય જ નહીં પણ અસર કરી જાય એવું હતું. આની આદત પહેલેથીજ યશ્વીને હતી. તે બાળપણથી કાલીઘેલી ભાષામાં મોટી મોટી વાતો કરતી. એને કોઈ સાંભળતું નહીં. લખવાનું શીખ્યા પછી તે લખતી થઈ ગઈ. આમ તેનું લખાણ તો અદભૂત હતું પણ તે મઠારીને નિખારવાનો
પ્રયત્ન નહોતી કરતી એટલે એ નાના લખાણ જ લખતી.

એકવાર પ્રો. રામી તેના પેપર ચેક કરતાં તેના જવાબો માં કંઈક હટકે વ્યૂ અને શબ્દોની વૈવિધ્યતા જોઈને તેનાથી ઈમ્પ્રેસ થઈ ગયા.

યશ્વીને બોલાવી તેને લખવા માટે સમજાવ્યું ત્યારે જ તેના લખવાની આદત વિશે ખબર પડી. તેના લખાણ જોઈને મઠારવાનો મહાવરો કરવાનું અને તેને પ્રોત્સાહિત કરીને નાના લખાણથી મોટી વાર્તાઓ કે લખાણ લખવા માગતાં હતા. આમાં પ્રો. સહાય પણ મદદ કરતાં હતાં.

જયારે રામભાઈ-યશ્વીના પપ્પા ઘરે આવ્યા ત્યારે નમ્રતાબહેનનો બોલવાનો અવાજ સાંભળીને કહ્યું કે, "તું આખો દિવસ કચકચ કરે તો તે બિચારી કોલેજમાં રહે ને."

આમ કહીને તે નમ્રતાબહેન ની ખેંચવા લાગ્યા.
સામે નમ્રતાબહેને ચિડાઈને બોલ્યા કે, "હા, ખબર જ હતી મને કે તમે તમારી લાડલીના ઉપરાણું લીધા વગરના રહી ગયા હતા.

મારે શું? માથે ચડાવી છે તમે. તમે જાણો ને તમારી લાડલી જાણે."

નમ્રતાબહેન બોલી રહ્યા હતા ત્યારે યશ્વી ફ્રેશ થઈને આવી અને રામભાઈ ઈશારાથી પૂછયું કે, 'શું થયું?'

રામભાઈએ ઈશારાથી સમજાવી દીધું કે, 'તારી મમ્મીની ચીકચીક"

યશ્વી હસીને જમવા બેસી ગઈ.

યશ્વી હજી જમી રહી ત્યાં જ સોનલનો ફોન આવ્યો. ફોન ઉપાડીને વાત કરવા લાગી કે, "હાય સોનલ"

"હાય યશ્વી, મેં તારી નોટ્સ ભાવેશને આપી આવી છું. તું કાલે એની જોડે થી લઈ લેજે." સોનલે કહ્યું

સોનલનો અવાજમાં ઉદાસી ભળેલી લાગતાં જ યશ્વીએ તેને પૂછયું કે, "કેમ તું કાલેય કોલેજ નથી આવવાની? તારી તબિયત સારી છે ને? કંઈ બીજું કારણ નથીને?"

સોનલ ટોકતા બોલી કે, "એવું કશું જ નથી. પરમ દિવસે મળું એટલે કહું." એટલું કહીને ફોન મૂકયો.

બીજા દિવસે સૌથી પહેલા ભાવેશ જ મળ્યો. 'હાય યશ્વી'

"હાય ભાવેશ, સોનલએ મોકલેલી નોટસ આપ." યશ્વી બોલી

"લે યશ્વી" ભાવેશે બેગમાંથી નોટસ કાઢીને આપતા કહ્યું કે, "અરે, રામી સર અને સહાય સરે તને મળવા જવાનું કહ્યું છે. ઓ.કે. બાય"

"બાય" યશ્વી બોલીને પ્રો. રામીને મળવા સ્ટાફ રૂમમાં ગઈ.

"મે આઈ કમ ઈન સર?" યશ્વીનો ટહુકો સાંભળીને પ્રો. રામીએ પેપર ચેક કરવાનું મૂકીને તેની સામું જોયું.

"યસ કમ ઈન, યશ્વી" પ્રો. રામી બોલ્યા.
'તારા માટે એક ચેલન્જ છે. આ વખતે 15મી ઓગષ્ટ પર એક નાટક રજૂ કરવાનું છે. તો એક સરસ સ્ક્રીપ્ટ લખી નાખ."

"હું.. સર પણ મેં નાટક લખ્યું જ નથી. અને પ્રયત્ન પણ નથી કર્યો" યશ્વી ગભરાટની મારી બોલી પડી.

પ્રો. રામી બોલ્યા કે, "પણ બેટા મને ટ્રસ્ટ છે તારા પર. તું સરસ સ્ક્રીપ્ટ શોધીને લખી કાઢ."

"પણ સર મને નહીં ફાવે તો. " યશ્વી બોલી

"ટ્રાય તો કર" પ્રો. સહાયે તેનો ઉત્સાહ વધારતા કહ્યું કે, "તારી પાસે અઠવાડિયાનો ટાઈમ છે. આમ પણ 15 ઓગષ્ટે આવવાની તો પંદર દિવસની વાર છે બરાબર. તો શાંતિથી પણ સરસ નાટક લખજે અને મદદની જરૂર હોય તો કેહજે "

"ઓ.કે. સર" આટલું બોલીને યશ્વી બહાર ત્યાં જ સામો અશ્વિન મળ્યો.

યશ્વીને ચિંતા માં જોઈને અશ્વિને પૂછયું કે, "શું થયું? એની પ્રોબ્લેમ"

યશ્વી ટેન્શનમાં બોલી કે, "ખાસ કંઈ નહીં. 15મી ઓગષ્ટે નાટક રજૂ કરવાનું છે. એ નાટક મારે લખવાનું છે એટલે થોડું ટેન્શન છે."

"એમાં ટેન્શન કેમ લે છે? ટ્રાય કર યાર" અશ્વિન બોલ્યો.

યશ્વીના મગજમાં કંઈક યાદ આવતા બોલી કે, " અશ્વિન તું તો કવિતા લખે છે. તો તું જ નાટક લખી દે ને"

"હું... સારું લખી આપું પણ તને ખબર છે ને કે હું કવિતા લખું છું તો તું મને હેલ્પ કરને" અશ્વિન બોલ્યો

યશ્વી બોલી કે, "પણ અશ્વિન મને તો કવિતા નો 'ક' આવડતો નથી. એક કામ કર તું પ્રો. રામી સર કે સહાય સર ની હેલ્પ લે."

"એમ જ મને નાટક નો 'ન' કે વાર્તા નો 'વ' નથી આવડતો માટે તું જ લખ. નાટકમાં ચોકકસ મદદ કરીશ. બાય" અશ્વિન બોલીને જતો રહ્યો.

યશ્વીના મનમાં ગડમથલ ચાલતી રહી પણ કોઈજ પ્લોટના સૂઝયો.

આમને આમ ચાર દિવસ વીતી ગયાં પણ યશ્વીના મનમાં નાટકનો પ્લોટ બેસતો જ નહોતો.

રાત્રે ડીનર પછી ટી.વી.જોતાં જોતાં મમ્મી બોલી કે, "આ ન્યુઝ ચેનલોમાં ફકતને ફકત કોમવાદ જેવી જ ખબરો આવે છે. બીજું કંઇ જ આવતું નથી."

યશ્વીના મનમાં આ વાત બેસી ગઈ અને પોતાની રૂમમાં જઈને નાટક લખી નાખ્યું.

સવારે કોલેજમાં જઈને પહેલું જ નાટક પ્રો. રામી અને સહાય સરને બતાવી અપ્રુવ કરાવી લીધું.

બંનેએ નાટક માટે પ્રેક્ટીસ કરવાનું ચાલુ કરાવી દીધી.

(યશ્વીનું લખેલું નાટક ગમશે?
તે ચેલન્જમાં ખરી ઊતરશે કે નહીં?
નાટકની થીમ કે પ્લોટ કેવો હશે?
જાણવા માટે મને ફોલો કરતાં રહો.)