I Hate You - Can never tell - 12 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-12

આઇ હેટ યુ
પ્રકરણ-12
નંદીનીએ બધાં વિચારો અને યાદો ખંખેરી અને માંને કહ્યું હું આવુ હમણાં પાંચ મીનીટમાં એમ કહીને બાથરૂમમાં ઘૂસી... નહાઇ થોઇને એણે એનું વોર્ડરોબ ખોલ્યુ એમાંથી રાજે અપાવેલો ડ્રેસ કાઢ્યો અને પહેર્યો. પછી પાછી યાદોમાં પરોવાતી બહાર નીકળી. માં એ કહ્યું અરે વાહ કેટલા સમયે આ ડ્રેસ પહેર્યો.
નંદીનીએ કહ્યું હા માં અહીં આવુ ત્યારેજ પહેરુ છું અને ત્યાં એની નજર બાજુવાળા આંટી પર પડી અને બોલી કેમ છો આંટી ? તમારી તબીયત કેમ છે ? અને અંજુ શું કરે છે ? એ હમણાં ક્યાં છે ? અહીં છે કે સાસરે ?
આંટીએ કહ્યું અરે દીકરા મારી તબીયત સારી છે અને અંજુ પણ હમણાં આવશે એને ઓફીસમાં સળંગ 3 દિવસની રજા છે એટલે ચેઇન્જ માટે આવે છે એતો લગભગ દરેક વીક એન્ડ પર અહીં આવીજ જાય છે જમાઇનો સ્વભાવ એટલો સારો છે કે એજ એને લઇને આવી જાય બધાં ભેગા મળી મસ્તી કરીએ વાતો કરીએ અને ફ્રેશ થઇ જવાય છે એ હમણાં આવીજ સમજ. આતો તારી મંમીએ કીધેલુ કે નંદીની આવવાની છે એટલે તને મળવા આવી. તું તો ઘણાં સમયે આવી છે.. સારુ થયું તું આવી તારી મંમીને ખૂબ એકલુ એકલુ લાગતું હતું.. હું પણ ક્યારેક ક્યારેક આવીને એમની પાસે બેસુ છું અમને બંન્ને ને સારું લાગે છે અમારે તો હવે આજ કંપની છે એમ કહી નિસાસો નાંખ્યો.
નંદીની એમની વાતોમાં હા એ હા કરી રહી હતી અને પછી નંદીનીએ પૂછ્યું આંટી ચા પીશો ? મૂકુ ચા ? આંટીએ કહ્યું ના ના બેટા તને જોવાજ આવી હતી હું તો જઊં છું હમણાં અંજુ અને જમાઇ આવતાંજ હશે અને આંટી એ વિદાય લીધી. નંદીનીએ દરવાજો બંધ કર્યો.
આંટીનાં ગયાં પછી નંદીનીની મંમીએ કહ્યું એ બિચારા આંટી પણ દુઃખી છે અંજુની સારી સારી વાતો કરી પણ એમનો જમાઇ ખૂબ પીવે છે અહીં હમણાં રાત્રે ખબર પડશેજ. અંજુ નું કંઇ ચાલતું નથી એ નોકરીનાં ઢસરડા કરે છે અને પેલો ઉડાવે છે. બિચારા આંટી શું બોલે ? ગાલ પર તમાચા મારી લાલ રાખે છે. નંદીની મંમીને સાંભળી રહી...
******************
વરુણ બાઇક લઇને સીધો નહેરુબ્રીજનાં છેડે પહોચી ગયો એણે લાલ દરવાજા તરફ ટર્ન મારી પાછળનાં રસ્તેથી છેક પૂલનાં છેડે પહોચાય ત્યાં સુધી ગયો. એ નિર્જન જેવા રસ્તા પર એક આસોપાલવના ઝાડની બાજુમાં બાઇક પાર્ક કરી અને આજુબાજુ જોવા માંડ્યો થોડાં આંટા માર્યા કોઇ દેખાયુ નહીં એટલે બાઇક પર આવીને બેસી ગયો. ત્યાંજ એને દુરથી મૃગાંગ આવતો દેખાયો. એનાં વાંકડીયા વાળા કાળા લાંબો ચહેરો અને ડાબલા જેવા ચશમા એ દૂરથીજ ઓળખી ગયો.
મૃંગાગ નજીક આવતાંજ વરુણ બોલ્યો અલ્યા મૃગલા કેટલી વાર ? ક્યાં કળા કરવા ગયેલો ? મેં તને ક્યારનો ફોન કરેલો ? હુ અહીં આવીને ક્યારનો તારી રાહ જોઊં છું બધાને અંદર જતાં બહાર નીકળતો જોયાં કરુ છું પણ તારી રાહ જોઇને ઉભો રહ્યો. આવી જગ્યાએ એકલા જવાય નહીં.. તું કેવી રીતે આવ્યો ? કેમ ચાલતો ચાલતો આવ્યો ? વરુણને એકદમ જ ખ્યાલ આવ્યો.
મૃંગાગે કહ્યું યાર જવા દે ને એટલે તો વાર લાગી અહીં સામે છેડેજ રીટ્રઝ હોટલ પાસે ટાયર બર્સ્ટ થઇ ગયું ત્યાં સામેજ પેટોલપંપ છે ત્યાં બનાવવા આપી ત્યાંથી ચાલતો ચાલતો આવું છું હજી કંઇ પેટમાં પડે એ પહેલાંજ બધુ હવા થઇ ગયુ છે.
વરુણે કહ્યું ઓહ એટલે લેટ થયો સોરી પણ તારે મને ફોન કરવો જોઇએ ને ? હું તને લેવા આવી જાત ને.
મૃંગાગે કહ્યું ક્યાં તને ફોન કરુ ? તું અહીંયા હોઇશ મને ખબર ત્યાં સામે આવવા તારે કેટલું ફરીને આવવું પડે ત્યાં સુધીમાં તો હું ચાલતો આવી ગયો. કંઇ નઈ ચલ હવે અહી બધુ બરાબર જામ્યુ હશે.
બંન્ને જણાં રાંગ ચઢીને નદી તરફનાં ઊંચાણવાળા ભાગમાં આવ્યાં. તૂટેલાં મકાનની આડમાં અહીં દારૂનું વેચાણ અને પીવાનું પીઠું ખાનગીમાં ચાલતુ હતું પોલીસની રહેમ નજર નીચે બધુ ચાલતું હતું આખા અમદાવાદમાં કોઇની ડેરીંગ નહોતી પણ આ રઉફનો અડ્ડો હતો પોલીસની પણ અહીં આવી બંધ કરાવવાની હિંમત નહોતી.
મૃગાગં અને વુરણ બંન્ન અંદર ધૂસ્યા ત્યાં એક રેશ્મી ટોપી પહેરેલાએ પૂછ્યું બોલો હાફ કે ફૂલ ? વરુણે કહ્યું હાફ જોઇએ પણ અહીં પણ પીવું છે. પેલાએ સામે લાકડાની પાટલી બતાવી કહ્યું ત્યાં બેસો આવી જશે સાથે પાપડ કે શીંગ શું જોઇએ ? વરુણે કહ્યું બંન્ને આપો અને લાર્જ મોકલજો અને ભાઇ દમણીયું નહીં ચાલે પ્લીઝ સારી આપજો. પેલાએ કહ્યું અહીં દમણીયું મળશે પણ નહીં અસલી માલજ છે... વરુણ અને મૃગાંગ ત્યાં લાકડાની પાટલી પર જઇને બેઠાં આજુબાજુ બધાં આરામથી ગપ્પા મારતાં નિશ્ચિંત થઇને બેવડો મારી રહેલાં.
વરુણ અને મૃગાંગે લાર્જનાં બે-બે પેગ માર્યા પછી વરુણે કહ્યું હાફ આપો અને પેલાએ કહ્યું 800/- આપ ચાર લાર્જ અને હાફ બોટલનાં. વરુણે તરતજ 800/- ચૂકવી દીધાં. પછી બંન્ન જણાં ઉડતા મગજે બહાર નીકળ્યાં ત્યાં બાજુમાં અંડા-આમલેટની લારી હતી ત્યાં મૃગાંગે કહ્યું એય વરુણ આનો હું આપીશ હં ને ? આજે તો તારાં ફલેટ પાર્ટી કરવાનો તું વાહ નંદીની લાગતી નથી....
વરુણની આંખો ચઢી ગઇ એણે પીધેલુ હતું પાછું મૃગાંગ ભાભીની જગ્યાએ નામ બોલ્યો એટલે ગુસ્સામાં કહ્યું એય મૃગ્લા તારી ભાભી છે નામ કેમ બોલે છે ? ત્યાં લારીવાળાએ કહ્યું બોલો શું બનાવું ?
વરુણે કહ્યું ડબલ આમલેટ અને એક અંડાકરી કડક .. પછી મૃલાંગ સામે જોયું મૃંગાગને ચઢી હતી એક તો એની જગ્યા હતી ત્યાં ઉપરા છાપરી ઉતાવળમાં બે લાર્જ પેગ ચઢાવેલાં એટલે નશો સીધો મગજ પર હતો. મૃગાંગ વરુણનો જીગરી હતો નાનપણથી સાથે હતાં એટલે એણે વરુણને સીધોજ જવાબ રસીદ કર્યો. એ બોલ્યો કેમ નામ લીધું. શું થયું ? ભાભી બનશે ત્યારે ભાભી કહીશ તને હજી અડવા નથી દીધો તો ભાભી ક્યાંથી બોલું ?
વરુણે લારીની આજુબાજુ બધાં ઉભેલાં જોયાં થોડો અચકાયો પછી લારીવાળાને કહ્યું તમે બનાવો એમ કહી મુંગાગની બોચી ઝાલી બાજુમાં લઇ જઇ બોલ્યો એય મૃગલા બોલ્યો એ બોલ્યો નહીંતર ગળુ દાબી દઇશ.
મૃંગાગે ઝડપથી એનાં ગળા પરથી વરુણનો હાથે છોડાવી કહ્યું એય મારાં ઉપર શા માટે ગરમી કરે છે. તેં તો મને કીધેલું તને અડવા પણ નથી દીધો સાલા નશામાં તુંજ તારો અંગત બાયોડેટા મને કહે પછી હવે સાંભળી નથી શકતો. એવું તો શું છે એનામાં કે એ આવી ચરબી કરે છે તારી સાથે. તારી બૈરી છે અડવા કેમ ના દે ? બે અવળા હાથની આપી દેને સીધી દોર થઇ જશે. એની ચરબી એની પાસે રાખે...
વરુણ એને સાંભળી રહ્યો પછી બોલ્યો એય તારો બબડાટ બંધ કર હું એને જોઇ લઇશ અમારાં પતિપત્નિ વચ્ચેની વાત છે તું એમાં વચ્ચેનાં આવ નહીંતર તારે મારે નહીં બને..
મૃંગાગે કહ્યું શરૂઆત તેં કરી છે મે નહીં મારે શું ? મને લાગ્યું મેં કીધુ મારી અલ્પાડી મારી સાથે આવું કંઇ કરે તો એનાં ટાંટીયા તોડી નાંખુ. ત્યાંજ લારી વાળાએ કહ્યું ભાઇ તમારો ઓર્ડર તૈયાર છે અને મૃંગાગ વરુણ બેઉં બોલતાં બધ થઇ ગયાં. મૃગાંગે ડબલ આમલેટ અને વરુણ એગકરી લીધી દૂર જઇને ટેબલ પર મૂકીને બંન્ને ખાવા બેસી ગયાં.
મૃગાંગે કહ્યું ચલ યાર સુગંધ જોરદાર આવે છે આમેય પીધા પછી ભૂખ અસલ ઊઘડે છે મજા આવી જાય છે. એમ કહીને ખાવાનું ચાલુ કર્યુ. પાછી મૃંગાગે વાત કાઢી મારી અલ્પાડી થોડાં દિવસ પર હું પીને ગયો ત્યારે નાટક કરતી હતી મને કહે છે તમે ગંધાવ છો આધા જાવ.. પછી તો મેં એની એવી વલે કરી છે સાલીને નાગી કરીને આખી રાત...
વરુણ બધુ સાંભળી રહ્યો મૃંગાંગની સામે જોઇ રહ્યો. એને ખબર હતી આમાંથી 80% ખોટું બોલતો હતો એનુ અલ્પા પાસે કંઇ ચાલતુંજ નહીં એણે ખાધુ પછી બીજી યાદોમાં સરી ગયો. એણે મૃંગાંગને પૂછ્યુ પેલી હેતલી શું કરે છે ? મને યાદ કરે છે ? મૃંગાગ એની સામે જોઇ બોલ્યો. મને ડફોળ બનાવે છે ?.. અને વરુણ ચમક્યો....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-13