I Hate You - Can never tell - 41 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-41

આઇ હેટ યુ
પ્રકરણ-41
નંદીની નવીનમાસા સરલામાસીનાં ઘરે આવી ગઇ પછી રાત્રે વિરાટ સાથે વીડીયોકોલ પર વાત કરી રહી હતી. નંદીનીને આનંદ હતો કે વિરાટ ખૂબ સારું ભણ્યો હવે US ભણે છે એને વિરાટ સાથે વાત ચાલતી હતી. ત્યાં વિરાટે નંદીની સાથે વાત કરતાં સ્ક્રીનમાં પાછળ કોઇને જોયો અને એણે ફોન કાપી નાંખ્યો.
નંદીનીને ઘણું આષ્ચર્ય થયું એણે માસીની સામે જોયું માસી સમજી ગયાં. હોય એમ ચૂપ થયાં પણ પછી બોલ્યાં ત્યાં સવાર પડી હશે એને તૈયાર થવાનું હોયને પછી પાછો કરશે એતો ફોન પણ.. નંદીની વિચારમાં પડી ગઇ વિરાટે આવું કેમ કર્યુ હશે ? ત્યાં એની નજર નીલેશ પર પડી માસાંની બહેનનો દીકરો પાછળ ઉભો હતો.
નીલેશ બોલ્યો હું આવ્યો ત્યારે તમે બધાં વિરાટ સાથે વાત કરવામાં વ્યસ્ત હતાં. હું આવ્યો કોઇને ખબર પણ ના પડી.
નવીનમાસાએ થોડાં કંટાળા સાથે પૂછ્યું કેમ તારું આવવું થયું ? સવારે તો આવી ગયેલો. આમ આખો વખત ધક્કા ના ખાઇશ જરૂર પડે તને ફોન કરીશ. તું તારાં કામમાં પણ થોડું ધ્યાન પરોવ.
નીલેશ સાંભળ્યુ ના સાંભળ્યુ કર્યું અને બોલ્યો આ છોકરી કોણ છે ? અહીં રહેવા આવી છે ? આ પહેલાં કદી મેં જોઇ નથી.
સરલામાસીએ કહ્યું મારી બહેનની દીકરી છે અહીં સુરત ઓફીસમાં એની ટ્રાન્સફર થઇ છે એટલે આવી છે આપણે સવારે વાત તો થઇ. અમે કહીએ છીએ અહીંયાજ રહીજા અમને કંપની રહેશે પણ એતો બીજે મકાન ભાડે લઇ રહેવા માંગે છે.
નીલેશ કહ્યું ઓહો.... પણ તમારું ધ્યાન રાખવા માટે હું છું ને ? એમને શા માટે હેરાન કરો છો ? કંઇ નહીં તમે લોકો વાતો કરો હું તો મામાને કહેવા આવેલો કે મારે કાલે ઇન્ટરવ્યુ છે સવારે તો કાલે હું નહીં આવું બપોર પછી આંટો મારીશ.. બહારનું કંઇ કામ છે ? તો સાંજે બજારમાંથી લેતો આવીશ.
નવીન માસાએ કહ્યું ના કંઇ કામ નથી અને આમ તું ધક્કા ના ખાઇશ તારાં કામમાં ધ્યાન આપજે. મારી બહેન ચિંતા કરતી કરતીજ ભગવાન પાસે ગઇ હવે કંઇક ઠેકાણે પડ તો એનાં આત્માને શાંતિ મળે.
નીલેશે થોડું ચીડાઇને કહ્યું શું મામા કાયમ ટોક ટોક કરો છો. હું કેટલાં પ્રયત્ન કરુ છું પણ સફળતાજ નથી મળતી આતો હવે વિરાટ વરસથી US ગયો છે તો તમારી સંભાળ રાખું છું તમારાં બે કામ થાય અને મારો... નવીન માસાએ કહ્યું અમારાં કોઇ કામ નથી કરવા તું તારાં જીવનમાં સેટ થાય એજ જોવું છે હવે.
નીલેશે કહ્યું ભલે હવે તમારે કામ હોય તો બોલાવજો બાકી નહીં આવુ એમ કહી નારાજ થતો ગયો.
નંદીની શાંતિથી કયારની વાર્તાલાપ સાંભળી રહી હતી. નવીન માસા એ ગયો એટલે બહારનો ઝાંપો, ઘરનો મુખ્ય દરવાજો બધુજ બંધ કરીને આવ્યાં અને બોલ્યાં સરલા હવે આ માથાનો દુઃખાવો બની ગયો છે એને આપણાં કામ કરવાનાં બહાને ... હવે હું થાક્યો છું આનાંથી વિરાટને પણ નથી ગમતો દીઠો આ એણે એટલેજ કોલ કાપી નાંખ્યો હશે.
આ નીલીયાએ અત્યાર સુધી બધાં ગોરખધંધાજ કરી ખાધા છે અને ભોળો થઇને ફરે છે. હું વિરાટને ફરીથી ફોન લગાવું એમ કહી એમણે વિરાટને ફરીથી વીડીયો કોલ લગાવ્યો. વિરાટે રીસ્પોન્સ ના આપ્યો.
નવીનમાસા કહે એ પરવારવામાં પડ્યો હશે. ત્યાં સામેથી વિરાટનો વીડીયો કોલ આવી ગયો. એણે કહ્યું પેલા નીલેશભાઇ ગયાં ? એ આખો વખત હજી કેમ આવે છે પાપા ? મેં તમને કેટલીવાર ના પાડી કે એમને ઘરમાંજ ના આવવા દો. મારો બધોજ મૂડ બગાડ્યો.
નવીનમાસા બોલ્યા અરે ક્યારે એ આવી ગયો અમને કોઇને ખબરજ નથી માથે પડેલો છે હવે ગળે ચોંટવા આવે છે મેં એ આજે સ્પષ્ટ ના પાડી છે વિરાટે કહ્યું સારું થયું નાજ આવવા જોઇએ. નંદીનીને વાતમાં કંઇ સમજજ નહોતી પડી રહી. એને એટલું સમજાઇ ગયું કે ઘરમાં નીલેશભાઇની હાજરી વિરાટ કે ઘરમાં કોઇને ગમતી નથી હશે કોઇ કારણ ... નંદીની બધાની વાતો સાંભળ્યા કરતી હતી ત્યાં વિરાટે કહ્યું સોરી દીદી અમે બીજી વાતોમાં ચઢી ગયાં. હાં દીદી હું તમને એવું કહેતો હતો કે શક્ય હોય તો તમે અહીં મંમી પાપા સાથે રહો તમને માઁ મળશે માઁને દીકરીની હૂંફ હું પણ નથી તો એમનું ધ્યાન પણ રહેશે એ ખાસ મારો ઇન્ટરેસ્ટ છે ફ્રેંકલીજ કહું છું, પણ તમે તમારી રીતે જોઇલો જે નક્કી કરવું હોય એ બાકી મને ખૂબ ગમશે.
નંદીનીએ કહ્યું વિચારીશ પહેલાં કાલથી જોબ પર જઊં બધુ જોઉં સમજુ પછી કહીશ. તું તારી નવાજૂની કહેને. તને ફાવી ગયું ? એકલો નથી રહેતો એ કીધુ તેં કેટલા રૂમ પાર્ટનર છો ? ભણવાનું કેવું ચાલે છે જોબ કેવી છે ? લાઇફ કેવી જઇ રહી છે ?
વિરાટે, કહ્યું દીદી તમે તો એક સાથે ઘણું પૂછી લીધું અહીં અમે ત્રણ રૂમ પાર્ટનર છીએ હું સુરતથી છું એક મુંબઇનો અને એક અમદાવાદનો છે બધાં પોત પોતાનાં ભણવામાં અને જોબમાં વ્યસ્ત છીએ પણ બધાં સારાં છે. કામથી કામ વધારે કોઇ લપનછપન નથી ચાલે છે. અહીં મજા આવે છે ભણવાનું સરસ ચાલે છે જોબ પર સારી છે મારો ખર્ચો નીકળી જાય છે.
શનિ-રવિમાં થોડી નવરાશ મળે ત્યારે શોપીંગ લોન્ડ્રી અને વધારાનાં કામ નીપટાવવાનાં હોય છે રોજના વારા ફરથી વારા કૂંકીગ કરી લઇએ અથવા બહાર જ બ્રેડના ડૂચા મારી લઇએ. ચાલે છે જીંદગી મસ્તજ.
નંદીની હસી પડી કહે વાહ બેચલર જીંદગીની મજા છે પછી બધું બંધ થઇ જાય.
વિરાટે કહ્યું દીદી તમારાં મેરેજ થઇ ગયાં કે સીંગલ ? નંદીની થોડી ખચકાઈ પછી બોલી મેરીડ હતી હવે સીંગલ છું. પછી હસી પડી બોલી જીંદગીની શરૂઆતમાંજ બધા રંગ જોવાઇ ગયાં હવે તો બસ જોબમાં ધ્યાન પરોવ્યું છે... એકલી છું એમાં મજા આવે છે. વિરાટે કહ્યું ઓહ ઓકે દીદી પછી શાંતિથી વાત કરીશું. પાપા તમારાં માટે એક સરપ્રાઇઝ ગીફટ લીધી છે તમને મોકલી આપીશ. જોકે તમારી બર્થડે ને હજી 2 મહીના છે પણ અહીં ડીલમાં સરસ મળી ગયું તો લઇ લીધું જો ત્યાં સુધીમાં કોઇ આવતું જતું હશે તો મોકલાવી દઇશ અથવા પાર્સલ કરીશ. અને માં તારે શું જોઇએ છે ? તું કહેજે એ મોકલીશ.
સરલા માસીએ કહ્યું તારાં પાપાને પૂછ્યા વિનાં ગીફ્ટ લીધી મને પૂછવાનું બાકી રાખ્યું છે ? જબરાં તું મારે કંઇ નથી જોઇતું તું રૂબરૂ આવીશ ત્યારે વાત.
વિરાટે કહ્યું પાપાની બર્થડે આવે છે એટલે લીધી પણ આમ નારાજ ના થઇશ તારાં માટે લઇ લીધુ છે મને ખબર છે તને શું ગમે છે પણ સરપ્રાઇઝજ રાખો તમે હવે મોક્લુ ત્યારે જોજો.
વિરાટ ઓનલાઇન વીડીયો કોલ પર હતો અહીં માસા માસી અને નંદીની વાત કરી રહેલાં. વિરાટનાં સ્ક્રીનમાં એનું ઘર દેખાઇ રહેવું અને એનાં પાર્ટનર પણ પરવારી રહેલાં બધા પોત પોતાનાં કામમાં વ્યસ્ત હતાં. પણ એમની અવર જવર સ્ક્રીનમાં દેખાતી હતી નંદીની એ પણ જોઇ રહી હતી. નંદીનીએ કહ્યું કંઇ નહીં આ વીકએન્ડમાં શાંતિથી વાત કરીશું હું પણ જોબ જોઇન્ટ કરી ચૂકી હોઇશ મારે પણ બે દિવસ ઓફ હશે તારે પણ રજા હશે શાંતિથી વાત કરીશું તું અત્યારે બધુજ કામ પતાવી ત્યાં રાત્રી હોય ત્યારે વાત કરજે એટલે તું એકદમ ફ્રી હોય બરોબરને ?
વિરાટે કહ્યું હાં હાં દીદી ચોક્કસ અને તમે પણ વિચારી લેજો. તમારે મંમી-પપ્પાની સાથેજ રહેવાનું છે. પ્લીઝ થીંક એબાઉ ઇટ આપણે સેટરડે નાઇટ વાત કરીશું બાય માં-પાપા અને વિરાટની પાછળ કોઇક પસાર થયું અને નંદીની એકદમજ ચમકી એ બોલી ઉઠી... અરે... આ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-42