I Hate You - Can never tell - 45 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-45

આઇ હેટ યુ
પ્રકરણ-45
નંદીની રસોઇ કરી માસા માસીને જમાડીને જમીને પોતાનાં રૂમમાં આવી. એણે એમાંથી નીકળેલ જયશ્રીનો કાગળ વાંચ્યો પછી વરુણે લખી આપેલી ચીઠ્ઠી વાંચી એનાં વરુણે રીતસર ધમકી આપી હતી વરુણે લખેલું તું આમ અચાનક મને છોડીને ગઇ તારો નંબર બદલી નાંખ્યો ઘર લોક કરીને તું ક્યાં ગઇ છું ? તને એવું લાગે છે કે તું આવું કરીને મારાથી છૂટી જઇશ ? હું તને... નંદીનીથી આગળનો શબ્દ અને લખાણ ના વાંચી શકી એની આંખમાંથી આંસુ નીકળી આવ્યા. એણે એ ચીઠ્ઠી વરુણની પોતાનાં પર્સમાં પાછી મૂકી દીધી. એ વિચારમાં પડી ગઇ કે આમ છોડીને બધું આવ્યા પછી પણ વરુણ છાલ નથી છોડી રહ્યો મારે આનો કોઇ ઉપાય કરવો પડશે. એણે બધાં વિચારો મનમાંથી ખંખેરીતે તરત જ જયશ્રીને કોલ જોડયો તરત જ સામેથી ફોન ઊચકાયો.
નંદીનીએ કહ્યુ કેમ છે જયશ્રી.. તેં મોકલાવેલ બધુ જ મળી ગયું છે. સ્કુટર અને સામાનનાં બોક્ષ સરસ રીતે એકદમ સુરક્ષિત મળી ગયાં છે મારાં વતી મનીષભાઇ થેંક્સ કહે જે. જયશ્રીએ કહ્યુ અરે ફોર્માલીટી શું કરે છે ? આ મનીષ બાજુમાં જ બેઠાં છે એક મીનીટ એમને આપું એમને તારું કામ છે. અને જયશ્રીએ મનીષને ફોન આપ્યો.
મનીષે કહ્યું હાં નંદીની સ્કુટર અને સામાનનાં બોક્ષ બરાબર પહોંચી ગયાં છે ને ? નંદીનીએ કહ્યુ હાં મનીષભાઇ ખૂબ ખૂબ થેંક્સ, હું ઓફીસથી આવી ત્યારે મેં જોયું બધુ. બહુ જ સરસ રીતે કોઇ નુકશાન વિના આવી ગયું છે હું અત્યારે ફોન શાંતિથી કરવાની જ હતી.
મનીષે કહ્યું મેં ખાસ એ કહેવા ફોન લીધો કે તમારી મંમીનો ક્લેઇમ પાસ થઇ ગયો છે બધીજ ફોર્માલીટી પૂરી થઇ છે આ પાંચ વર્કીંગ ડે માં તારાં ખાતામાં પૈસા પણ જમા થઇ જશે એ પહેલાં નોટીફીકેશન આવી જશે મેસેજ પણ આવશે મને એમાઊન્ટ કાલે ખબર પડી જશે હું મેસેજ કરી દઇશ. બાકી કેવું રહ્યું સુરત ? ઓફીસ જોઇન્ટ કરી દીધી ? બાકી બધુ બરાબર છે ને ?
નંદીનીએ કહ્યું હાં ઓફીસ જઇ આવી આજથી જોઇન્ટ કરી છે. અહીં માસા માસીનાં ઘરે જ છું તેઓ બીજે ઘર ભાડે લેવા ના પાડે છે અહીંજ રહેવા કહે છે ખૂબ કાળજી લે છે. ખૂબ સારું લાગે છે. તમે મારું ખૂબ મોટું કામ કરી દીધું. ક્યા શબ્દોમાં આભાર માનું ? અને નંદીનીથી ધુસ્કુ નંખાઇ ગયું એને સાચેજ લાગણીથી કહેવાઇ ગયું અને સૂક્ષ્મ રીતે વરુણની ધમકી યાદ આવી.
મનીષે કહ્યુ અરે અરે નંદિની તું તો જે રીતે બધુ કરી સંભાળી રહી છે જે અત્યાર સુધીનો બધો સમય કાઢ્યો છે પરિસ્થિતિનો સામનો કરીને હંફાવી છે તું આમ ઢીલી થાય થોડું ચાલે છે. આપણે તો કોઇ ઋણાનુંબંધ છે તું મારી નાની બેન જેવી છે આમ હિંમત ના હારીશ ઓછું ના લાવીશ હું અને જયશ્રી વાત કરેલી સારુ કહું તો મેં એ કાગળ વાંચી લીધો છે મેં જ કવરમાં મૂકી સ્કુટરનાં પેપર્સ સાથે મોકલાવ્યા છે આવી ધમકી આવ્યા કરે તું અકળાઇશ નહીં એવું કંઇ જરૂર પડે મારે ઘણી ઓળખાણ છે આપણે પોલીસ કંમ્પલેઇન કરી દઇશું. તું નિશ્ચિંત રહેજે.
નંદીનીએ કહ્યુ થેંક્સ મનીષભાઇ તમારાં આ શબ્દોએ મને ઘણી હૈયાધારણ અને હિંમત આપી છે પણ મારે મારો પ્રોબ્લેમ જાતે જ સોલ્વ કરવો પડશે હું કોઇક કાયમી રસ્તો શોધીશ હમણાંતો એ ભલે મને શોધતો પછી હું જ એને યોગ્ય સમયે રૂબરૂ મળીને કાયમી રસ્તો કાઢી લઇશ હમણાં થોડો સમય જવા દેવો છે હું અહીં બરાબર સેટ થઇ જઊં એ જરૂરી છે અહીં માસામાસીએ જે રીતે સાચવી લીધી છે મને અહીની ફીકર નથી રહેવાનો પ્રશ્ન ઉકલી ગયો છે બસ ઓફીસમાં સેટ થઇ જઊં પણ જયશ્રી તેં ફોનથી મને કેમ ના જણાવ્યું કે વરુણ... મનીષે કહ્યું નંદીની ફોન સ્પીકર પર જ છે. વાત કર જયશ્રી સાથે....
જયશ્રીએ ક્હયું નંદીની તારે ઓફીસનો પહેલો દિવસ હતો મને ખબર હતી આમ પણ વરુણે કાગળ લખીને આપેલો એ મેં અને મનીષે વાંચેલો કે તને શું લખ્યુ છે ? શું હજી તારી સાથે... પછી મનીષે કહ્યું ફોન નથી કરવો કાગળ મને આપી દે હું સ્કુટરનાં પેપર્સ સાથે મોકલી દઊં છું પછી ફોન પર વાત કરીશું.
નંદીનીએ કહ્યું તમે લોકોએ મને ખૂબ મદદ કરી છે આવું સગા પોતાનાં પણ નથી કરતાં. પણ હવે તને થેંક્યું નહીં કહૂં આજે મનીષે મને બહેન કહીને સંબંધ સમજાવી દીધો છે. નાની બહેનનો હક છે ભાઇની મદદ લેવાનો. એમ કહી હસીપડી. જયશ્રીએ કહ્યુ સાચી વાત આમ તો મનીષને કોઇ બીજાને મિત્રો માં પણ કોઇ ભાઇ-બહેન વગેરે સંબંધો જતાવી બાંધવા નથી ગમતાં પણ ખબર નહીં તારાં માટે લાગણી રોકી ના શક્યો કહે આ છોકરી એકલી છે એનાં પેરેન્ટસ થોડાંક સમયમાં ગુમાવ્યા. પતિ સાથે છૂટી થઇ ગઇ કેટલું ઝઝૂમી રહી છે એને સાથ આપવો જરૂરી છે અને કીધું મારી બહેન આવી જ હોય.. નંદીનીની આંખમાંથી ફરીથી આંસુ નીકળી આવ્યાં અને બોલી થેક્સ જયશ્રી પણ હું ખૂબ હિંમતવાન છું. મને પણ કોઇ પાસે મદદ લેવી નથી ગમતી...
જયશ્રી અત્યારે દુનિયા એવી છેકે સહેજ પોલુ જુએ અને આંગળી કરી હાથ નાંખી દે કોઇ પણ પર ભરોસો કરવો જોખમી છે. હું બરાબર દુનિયા ઓળખી ગઇ છું અને સાચું કહું મનીષ, જયશ્રી હું રાજ સાથે હતી અમે ફરતાં અમે ખૂબ વાતો કરતાં. મારે તો કોઇ ભાઇ-બહેન કે બીજા સગા સંબંધી જ નહોતાં. નથી. જીંદગીમાં કોઇ નજીકનો સંબંધ મિત્ર તરીકે કે પ્રેમી તરીકે બંધાયો એ હતો માત્ર રાજ.
રાજ પહેલેથી વિચારશીલ હતો એકનો એક હતો પણ ખૂબ ધડાયેલો હતો ખબર નહીં એને બધીજ સમજ પડતી એ મને ખૂબ સમજાવતો કોની સાથે કેવી રીતે વાત કરવી વર્તવું બધુ જ એને જોઇ સાંભળી શીખવી અત્યારે કેવો સમય છે એનાં પાપા એડવોકેટ કેવા કેવા કેસ આવે ? લોકો કેવું કેવું કરે એવી બધી વાતો પણ કરતો સાચું કહું મારા માટે રક્ષાકવચ હતો. એને ખબર જ હતી કે હું એકલી છું મારી ખૂબ કાળજી લેતો રાજ.
સોરી જયશ્રી હું ક્યાંથી ક્યાં પહોંચી ગઇ ? રાજની વાતો કરવા માંડી... અને વરુણ સાથે જોડાયા પછી બીજા રૂપ પુરુષનાં જોવા મળ્યાં જ્યાં... છોડ બધી વાત હું ફોન પર લઇને બેઠી થેંક્સ કહેવા વિના નથી રહી શક્તી પણ હવે થોડી સેટલ થઇ જઊં પછી આપણે મળીએ કંઇક ગોઠવીશું....
મનીષે કહ્યુ જયશ્રી અને હુ સાથે જ છીએ હવે ઘણું મોડું થયું છે તું સૂઇ જા કાલે તું અને જયશ્રી શાંતિથી વાતો કરજો. બસ નોટીફીકેશન ઇન્સ્યુરન્સ કંપનીમાંથી આવે મને જણાવજે. બાય ટેઇક કેર.
નંદીનીએ કહ્યુ બાય જયશ્રી કાલે ઓફીસ પત્યા પછી ફોન કરીશ બાય એમ કહીને ફોન મૂકાયો.
નંદિની ફોન મૂકી પાછી વિચારમાં પડી ગઇ કે ઓફીસમાં અહીં સેટલ થઊં પછી વરુણનો પ્રશ્ન ઉકેલ લાવી દઊં. આમ ટેન્શનમાં નહીં જીવાય. આમ વિચારી સૂવાની તૈયારી કરી...
**************
તારી નંદીની ક્યાં ગૂમ થઇ ગઇ વરુણ ? એતો તારાં કરતાં ઘણી હુંશિયાર નીકળી. વાહ તને જબરો ઝટકો આપી દીધો તું જોતો રહ્યો અને એ ગૂમ થઇ ગઇ ? હેતલે વરુણને પૂછ્યું.
વરુણે કહ્યુ હવે તું છે ને મારી પાસે બસ છે. એ ક્યાં સુધી ગૂંમ રહેશે ?
હેતલે કહ્યુ હું તો પહેલાં પણ હતી પણ તારાં આ ટૂંકા પગારમાં હવે હપ્તા ભરવાનાં બીજો ખર્ચ કેમનું થશે ? હું કંઇક કામ કહ્યું આમ વળગીને પડી રહ્યું હવે રહીં ચાલે અને આ તારાં....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-46