Daityaadhipati - 34 - Last Episode books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - ૩૪ - છેલ્લો અંક

‘સુધા. હું વ્યથામાં છું.’

અમૃતાને ખબર હતી. અમૃતાને તેઓના વિષે ખબર હતી. આમાં સુધાને ટેન્શન શા માટે થતું હતું?

‘હમણાંજ સ્મિતા અંદર આવી છે. તેઓ વાત કરે છે. અમેય હમણાં આવી જશે. પ્રશ્નો વિચારવાનું બંધ કરી દે.. અને મારી વાત ધ્યાનથી સાંભળ. ખુશવંત જુઠ્ઠું બોલે છે. અમેય તને મારી નાખશે. તને મારી નાંખશે! તારે તેના હાથમાં નથી આવવાનું.. અને ભાગવાનું તો છે જ! જો, હું ફેરા લેવાના ચાલુ કરું.. -ત્યારે તું ભાગી જજે! ખુશવંતે જેમ કીધું છે, તેમ જ. પણ તું ઊભી રહીશ. પાછી નહીં આવે. મારા ફેરા પતશે તો હું ભાગી જઈશ. ખાલી મારો હાથ લઈ લેજે. આપણે પાછા જતાં રહીશું.. આધિપત્ય. ત્યાં બધા તે રાહ જુએ છે. સમજી ગઈને?’

સુધા ક્ષણો માટે તો શાંત જ રહી ગઈ. એક એક શબ્દ મગજમાં ઊતરતા કલાક થઈ ગયા હોય તેવું લાગતું હતું.

‘હા.. તે આ બધુ ક્યારે સાંભળ્યું?’

‘દરવાજે ઊભી રહીને સાંભળ્યું હતું. પણ આપણે પછી વાત કરીએ.’ કહી તે જતી રહી. દરવાજો બંધ કર્યો..

સુધા. સુધા શું કરશે. સુધા. લાગતું હતું કોઈ ત્રાહિત વ્યક્તિએ તેને આ નામે વર્ષો પછી બોલાવી હતી. અને અમૃતા- આધિપત્યમાં કોઇકે કશુંક કર્યુ હતું. ભાઈએ? કોને? આને આ છોકરીને..

સુધા. તે તેની જાતને આઈનામાં જોવા લાગી. આ શું હતું? લાગતું હતું તેનામાં સુધાની આત્મા હાવી થઈ રહી હતી.

પેલી ગામડાની બોલવાની રીત. ત્યાંના લોકો. ત્યાંનું સરોવર..

અને આ બધુ?

આ બધુ શું હતું?

આ સ્મિતા હતી. આઈનામાં જોયું.. આ સ્મિતા હતી. અને સુધાનું અસ્તિત્વ ગાયબ થઈ ગયું હતું.

સુધા ભાગી જશે. પણ, અમૃતાની સાથે. સુધાને અમૃતા પર વિશ્વાસ હતો. સુધા ભાગશે અમૃતા સાથે. તે પહેલા સુધા આવશે.

સુધા કાલે આવશે.

દરવાજા પર અમેય આવ્યો. તે સુધાને જોતો રહ્યો.

‘સુધા..તું કેમ આમ બદલાયેલી લાગે છે?’

‘કાલે ભાગી જવાનું!’

આ વખતે અમેય હસે છે.

થોડુંક આ.. થોડુંક એ.. કરતાં કરતાં રાત આવે છે.

બધા તૈયાર થાય છે. લીલા, લાલ, કાળા, ગુલાબી.. કેવા કેવા રંગોમાં લોકો સજ્યા છે. કેવા કેવા વેશ ધર્યા છે..

પણ સુધાનું તો ધ્યાન જ નથી. કોઈ વિચારશે.. આ સ્મિતાને શું થયું? કાળ રાતના ઝગડા પછી તે કેમ આવું વર્તે છે?

કાળ રાતના ઝગડા પરથી સુધાને ગીતાંજલિ યાદ આવે છે. તેનો તો કોઈ અતો - પતો જ નથી.

તે કયા ગઈ હશે?

તે અને અમેય ઝગડ્યા હશે? કે કશુંક બીજું થયું હશે? શું થયું હશે?

કશુંજ સુધાને ખબર ન હતી. પણ સુધાને જાણવાની ઈચ્છા પણ ન હતી.

સુધાને સુધાની જરૂર હતી. સ્મિતાના અસ્તિત્વની નહીં.

સુધાના અસ્તિત્વની.

કેટલું મીઠું લાગતું હતું.. મારું અસ્તિત્વ.

મોહ. આ તો મોહ હતો.

પણ સ્મિતા થવું?

આવ વિચિત્ર વિચિત્ર વિચારો કરતાં, સુધા થંભી ગઈ.

થેઓએને જઈને જોયું.. તો તેના મુખ પર સ્મિત પાયું.

એવું સ્મિત જેનાથી કોઈ પણ ડરી જાય. આ સ્મિતનો મતલબ શું હતો?

બધી વિધિઓ પતી ગઈ.

કાલ સવારે વહેલા લગ્ન ચાલુ થઈ જશે.

શું થેઓએની જિંદગી બગળવા જઈ રહી હતી?

શું તેને ખબર હતી?

સુધાને કશુંજ ખબર ન હતી.

રાત્રે વિધિ પતતા મોડી રાત થઈ ગઈ હતી.

સુધા તેના રૂમ તરફ જતી હતી. તેને વાક્યો સંભળાયા..

સુધાએ પાછું ફરીને જોયું તો અમેય ઊભો હતો. ગંભીર દેખાતો હતો..

‘સુધા?’

‘હાં..’

‘સુધા મારે તારી સાથે.. મારે તને કશુંક કહવું છે.’

કીધા કર્યા વગર તેઓ તેમના રૂમમાં ગયા. દરવાજો બંધ કરી દીધો.

અને સુધા વિચારવા લાગી. એક જ દિવસમાં બે લોકો તેને ‘કશુંક કેહવા’ આવ્યા હતા.

‘શું હતું?’

અમેયએ ઊંડો શ્વાસ લીધો.

‘સુધા તને કોઈએ નથી કીધું.. કે તને કેમ અહીં લાવવામાં આવી હતી. પણ આજે, હું તને કહું છું. સાંભળ..’


હવે સુધા તૈયાર થાય છે. સુધાના મુખ પર સ્મિત છે. આજે સુધા, સુધાની જેમ તૈયાર થશે. તેના વાળની ચોટલી કરી છે, અને સ્મિતા જે તેના લગ્નમાં પહેરી આવી હતી, તે કપડાં પહર્યા છે. એનું ગળું સુકાઈ રહ્યું છે – બસ આ લિપ -લાઇનર, એની પર ગલોસ અને એક નવી ચૂની. આઈનામાં મો જોવો તો સુધા દેખાશે. સ્મિતા નહીં.

બાજુમાં અમેય બેઠો છે, તે સુધાને બંગડીઓ પેહરાવે છે. તેનું ધ્યાન સુધાના મુખ પર છે. તેના હાસ્ય પર.

‘આજે તું શું કરીશ, સુધા?’

‘મતલબ?’

‘મારી સંગાથે આવીશ, કે અમૃતાની?’

સુધા તેનું મુખ બંધ રાખે છે. તે હસવાનું સમાપ્ત કરી, ઊભી થાય છે. અમેય તેની બાજુમાં ઊભો રહે છે. તેઓના લગ્ન હોય તેવું સુધાને લાગે છે. હાય, અમેય સુંદર છે. આજે તેની લાલ આંખો ઉભરાઈને આવે છે. તે ચમકે છે. સુધાની આંખોનો રંગ તેને બદલી દીધો છે- ખોટી કીકી લગાવી છે, વાદળી રંગની.

વાદળી આંખો.. લાલ આંખો..

એક આંખમાં બીજી આંખ પરોવાઈ ગઈ છે.

શાંત, મંત્ર મુગ્ધ લાલ આંખો.. અંધારી વાદળી આંખો..

તેઓ રૂમની બહાર આવે છે, અને પહેલા ડાબી બાજુ પગ મૂકતાં બંનેવ લગ્ને પોહંચે છે. બધુ ધીમે - ધીમે થઈ રહ્યું છે. બીજી બાજુથી વરરાજા હાથી પર સવાર આવે છે, સાથે તેમના સંબંધીઓ છે. થેઓએને જોતાંજ ખ્યાલ આવે છે, કે તેને ખબર છે.

આજે તેની દુલ્હન લગ્નના મંડપમાંથી ચાલી ઉઠશે, અને ભાગી જશે. ફક્તને ફક્ત સુધાને કારણે..

લગ્ન ચાલુ થયા છે. વર આવે છે, બેસે છે, અને સુધા પાછળ ઊભી ઊભી જુએ છે. કોઈની સાથે વાત નથી કરતી. સ્મિતાનો આખ્ખો પરિવાર, તેની મમ્મી, ખુશવંત તથા ભાઈ અહીં છે.

ખાલી ગીતાંજલિ નથી.

તે ક્યાં છે? સુધાને હવે ખબર છે.

સુધાને હવે ખબર છે આ બધુ શા માટે રચાઇ રહ્યું છે. હવે કન્યા આવશે. અમૃતા ડોલીમાં આવે છે. ઉતરે છે ત્યારે બધા ચાંદીની ઘંટડીઓ વગાડે છે. તેની મમ્મી નથી, એટલે માં - સમાન પ્રોફેસર તેના આવતાની સાથે મીઠ્ઠુ ગીત ગાય છે.

બધાની આંખો સ્તબ્ધ છે. અમૃતા છે કે કોઈ પરી છે? આ સફેદ રંગના લગ્ન ઘરચોડામાં તો તે સાક્ષાત સરસ્વતીનું અવતરણ લાગે છે. તેની આવતાની સાથે લોકોનું ધ્યાન મંડપ પર કેન્દ્રિત થઈ જાય છે.

થોડી ક્ષણો જાઈ છે. હસ્તમેળાપ થાય છે. ખુશવંત તેની બાજુમાં આવે છે, અને

‘હવે..’ તેમ કહી ચાલ્યો જાઈ છે.

સુધા પાછળ ફરે છે, અને કાળા દરવાજાને જુએ છે. દરવાજે પોહંચી તેના પગ રોકાઈ જાય છે. પાછળ તો સુધા નહીં જોવાની. પણ હવે.. કોની રાહ જોવી? અમૃતાની, કે અમેયની?

કોની સાથે જશે સુધા?

અમૃતા તેને પાછી પોહંચાળી દેશે. પણ કાળ રાત્રે અમેય એ જે કીધું તે પર તો સુધાને પણ વિચાર આવે છે..

અને તે બે ક્ષણ માટે સ્તબ્ધ થઈ જાય છે.

સુધાએ નિશ્ચય લઈ લીધો છે.

તે ગઈ, અને દરવાજો બંધ થયો.

પછી અમેયની નજર પડી. સુધા ચાલી ગઈ હતી.

ફેરા ચાલુ થયા. પહેલો ફેરો ફર્યો, તો અમેય ફૂલ નાખી બહાર ગયો. અમૃતાની નજર પડી. અમેય ગયો.. હવે?

બીજો ફેરો.. ત્રીજો ફેરો.. ચોથો ફેરો..

એક માણસને કહી રાખ્યું હતું.. દરવાજો ખોલજે. તેને દરવાજો ખોલ્યો.

અને તે જ ક્ષણે અમૃતા મંડપનું અગ્નિ કુંડ કૂદી દરવાજા તરફ ભાગી. તેના રસ્તે દરવાજો આવ્યો અને..


સુધાએ શું કર્યુ હશે? અમેય સાથે ભાગી હશે કે અમૃતા સંગાથ?


અહીં. દૈત્યાધિપતિની પહેલી પુસ્તક સમાપ્ત થઈ છે.


વધુ જાણીશું દૈત્યાધિપતિ – II માં.


સમાપ્ત: