Anubhuti - 3 books and stories free download online pdf in Gujarati

અનુભૂતિ - 3

તાર ની જેમ એક માણસ પણ,
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો.
ભરત વિંઝુડા

    કોઈપણ ચીજ વસ્તુ, માણસ, સંજોગો અને પરિસ્થિતિ તૂટતાં પહેલાં તંગ થાય છે. તૂટવાની પ્રક્રિયા ઘણીવાર તુરંત અને જલ્દી પણ હોય છે. કાચ તૂટે કે તરત જ તૂટી જાય છે અને ફરી ક્યારેય તેના મૂળ રૂપ જેમ સંધાતો નથી. તાર તમે ખેંચ્યા જ કરો તેની મર્યાદા ની બહાર જતા તૂટી જાય છે. સંબંધો નું પણ એવું છે લાગણી, પ્રેમ, મમતા, ભાવના અને પરસ્પર સમજદારી ન હોય તો તૂટી જાય છે.
  આ શેર મને એટલે ગમે છે કારણકે કવિ એ બહુ જ ટૂંકાણમાં બહુ મોટી વાત કહી દીધી છે. લાગણીશીલ  માણસ સંબંધો ને એકતરફી નિભાવતા થાકી જઇ ને તંગ થઈ જાય છે  એ એટલી બધી હદે લાગણી અને પ્રેમ કરીને તંગ બની જાય છે કે અંતે તે તૂટી જાય છે. કોઈપણ જાતની ફરિયાદ વગર ચૂપચાપ તંગ થતો રહે છે અને જ્યારે તે અંદર થી તંગ બની ત્યારે બહાર થી તૂટી જાય છે. કોઈપણ ઝગડો કે અબોલા એટલા લાંબા ના ચાલવા જોઈએ કે તેનાથી કંટાળી માણસ તૂટી જાય. અને એનું  અસ્તિત્વ  ને કાચ કરતાં પણ વધારે વેરવિખેર કરી નાખે છે.
૭-૪-૨૦૨૩


******


સમી સાંજ, સૂરજ ને દરિયો હોય,
અને હોય તારા સોનેરી સ્મરણ.
પાર્થ નાણાવટી.

જિંદગી માં એક સાંજ એવી હોય છે કે જેની યાદ જીવનભર રહી જાય છે. આ સાંજ ને વારંવાર વાગોળવાનું મન થાય છે. મન ઈચ્છે છે કે ફરીવાર એવી જ સાંજ આવે અને તેના સ્મરણો મnપટલ પર સદા માટે અંકિત થઈ જાય.
     આ શેર મને એટલે ગમે છે કે તેમાં કવિ એ બે લીટી માં ઘણું બધું કહી દીધું છે. જિંદગી ની  સાંજ થઈ ગઈ હોય અને તે વખતે એકલા અટૂલા દરિયા કિનારે બેઠા હોય ત્યારે સમી સાંજ, બીજે દિવસે સવારે ઉગવા માટે આથમતો સૂરજ અને દરિયો હોય તે વેળા પ્રિય પાત્ર નું સ્મરણ  જિંદગી ને રંગીનતા થી ભરી દે છે અને જીવન જીવવા જેવું લાગે છે. અને હૈયા ને પ્રફુલ્લિત કરી દે છે.
૧૫-૪-૨૦૨૩

*******

 

તું જ ના પહોંચી શકે તારા સુધી,
એટલો દંભી અને ઊંચો ન થા.
મુબારક ઘોડીવાળા
   'દર્દ' ટંકારવી

    પ્રગતિ કરવી, ઊંચા
બનવું કે આગળ વધવું સારી વાત છે પણ એ ઊંચાઈ મગજ સુધી ના પહોંચવી જોઈએ છે કે દિમાગ માં રાઈ ભરાઈ જાય અને અભિમાન ને સ્વભાવ માં તુમાખી આવી જાય. પોતાને બીજા લોકો થી વધારે હોશિયાર, બુદ્ધિશાળી, આગળ વધેલા, વગદાર કે પૈસાવાળા સમજવા લાગી એ. કોઈને કશું ના ગણી એ અને ના ગણકારી એ. હું મહાન છે અને  હું કરું એ જ  સાચું.
એટલા દંભી અને ઊંચા ના બની એ કે જિંદગી માં એકલા અને અટૂલા પડી જવાય.
  આ શેર મને ગમે છે કારણકે કવિ શ્રી એ જણાવ્યું છે કે તું પોતે જ તારા સુધી ના પહોંચી શકે  એટલો દંભી અને ઊંચા ના થા. તું જાતે તારી જાત ને સમજાવી, ઠપકારી
કે મનાવી ન શકે તો પસ્તાવાનો અને હેરાન પરેશાન થઈ જવાનો વારો આવે છે અને મુશ્કેલી ના વખતે કોઈ સાથે ઊભું નથી રહેતું અને એકલા પડી જવાય છે.

******


ક્યાંક કદી ચૂપ રહેવામાં પણ એક મજા છે,
ક્યાંક કશું  કહી દેવામાં પણ એક મજા છે.
નીતિન પારેખ, ૨૩/૦૪/૨૦૨૩
   મૌન પણ વાતચીત ની એક
ભાષા છે. ઘણીવાર મૌન ઘણું બધું કહી જાય છે. ચૂપ રહેવું એ કળા છે. એટલે  કે આપણે સામીવાળી વ્યકિત ને કાન આપવા. સાંભળવા  થી જ્ઞાન અને જાણકારી મળે છે
અને સામે ની વ્યકિત ના વિચારો
જાણી શકાય છે. મૌન નો મતલબ
એવો નહીં કે સાંભળ્યા જ કરીએ
જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં
બોલવું જોઈએ. આપણો પણ
અવાજ હોવો જોઈએ. મન
ની વાત રજૂ કરી દેવી જોઈએ.
   આ શેર મને ગમે છે કારણ
કે આ શેર માં ચૂપ રહેવાની અને
કશું  કહી દેવામાં જે મજા તે
વાત માં મજા આવી ગઈ. મજા તો બન્ને માં છે પણ કશું કહી દેવામાં દિલ નો ભાર હળવો થઈ જાય છે અને દિલ ની વાત દિલ માં નથી રહી જતી. જ્યાં ચૂપ રહેવાનું હોય ત્યાં ચૂપ રહી સાંભળ્યા કરવું જોઈએ તેમાં જ ડહાપણ છુપાયેલું છે.
૨૯-૪-૨૦૨૩