Karma books and stories free download online pdf in Gujarati

કર્મ

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે
'કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ

કર્મ કરતા રહેવું ફળની આશા ના રાખવી!

અહીં ખરેખર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, કે કર્મ કરવું એ આપણો અધિકાર છે ફળ તો મળશે જ એ ઈશ્વરનો અધિકાર છે

પછી જે કર્મ કર્યા હોય એ પ્રમાણે તેનું ફળ નક્કી થઈ જ જાય છે!... આ જન્મના હોય કે પૂર્વ જન્મના એનું ફળ મળે જ છે.

ફળની આશા ના રાખવી એ અર્થ ખોટો ઠરે છે, હકીકતમાં અર્થ એ થાય છે, કર્મ કરવું એટલો જ અધિકાર મનુષ્યનો છે, ફળ આપવાનો અધિકાર વિધિનો છે, ફળ તો મળશે જ પરંતુ ક્યાં સ્વરૂપે મળશે એ વિધિના હાથમાં છે,ફળની આશા ના રાખવી અર્થ એ કે માત્ર કર્મ પર ધ્યાન આપવું, ફળ પર આપીશું તો કર્મ પર ધ્યાન હટી જશે અને ફળ પણ બદલી જશે.

કોઈ ખેલાડી, રમત રમેં છે, ત્યારે તેનું વિજેતા થાય પછી જે ટ્રોફી મળવાની છે તે સામે મુકેલી હોય ત્યારે તે ખેલાડીનું ધ્યાન વારંવાર તે ટ્રોફી તરફ જાય તો રમત પર ધ્યાન હટે અને રમતમાં એ બરાબર ધ્યાન ના આપી શકે. એમ કોઈ પણ કાર્યમાં જયારે ધ્યાન ટ્રોફી (ફળ) પર જાય ત્યારે કાર્ય પરથી ધ્યાન હટે અને કાર્ય બગડે જેથી જે મળવાનું એ મળે નહિ પરંતુ નુકસાન પણ થાય......માટે કર્મ પર ધ્યાન આપે તો ફળ તો આપોઆપ મળે જ. જેવું કર્મ તેવું ફળ, કોઈ પણ કર્મ કરીયે ત્યારે સ્વાભાવિક આશા તો હોય કે મને કર્મનું ફળ મળે, પરંતુ જ્યારે આપણો અધિકાર ફક્ત કર્મ પર જ છે, ફળ તો વિધિના હાથમાં છે આપશે એ નક્કી પણ કઈ રીતે, ક્યારે એ એની યોજના પ્રમાણે હોય છે. સુખ, દુઃખ, હાનિ લાભ યશ, અપયશ આ બધું વિધાતાના હાથમાં છે. ભાવિ પ્રબળ હોય છે, ઘણીવાર સતકર્મ કરનાર વ્યક્તિ દુઃખી હોય, દુષ્કર્મ કરનાર વ્યક્તિ સુખી હોય એનો અર્થ એ નથી કે વિધિના કાનૂનમાં ગરબડ છે, હકીકતમાં એ જ છે કે આ જન્મના કે પૂર્વજન્મના કર્મની ગતિ જવાબદાર છે, સારું છે જો સતકર્મ વ્યક્તિ દુઃખ ભોગવી લે તો કેમકે તેના દરેક જન્મના કર્મોનો નાશ થઈ જાય છે દુઃખમાંથી મુક્ત થઈ જાય છે, દુષ્કર્મ કરનાર વ્યક્તિ સુખી હોય તો તેના પણ દરેક કર્મનો નાશ થાય છે પરંતુ જો એ જાગૃત નથી થતો તો વધુ દુષકર્મો બાંધે છે અને વધુ દુઃખ ભોગવવાની યાત્રા તૈયાર કરે છે.
નક્કી એ છે, કર્મ કરો એની આશા રાખો કે ના રાખો પરંતુ કર્મો પ્રમાણેનું ફળ મળશે જ. જાગૃત અવસ્થામાં કરેલા કર્મ સારું પ્રારબ્ધ બનાવે છે, અજાગ્રત અવસ્થામાં કરેલા કર્મનું કઈ નક્કી નથી હોતું!!. કર્મ એ વિચારો જ એક સ્વરૂપ છે, આપણે અનેક વિચારો રોજ કરીયે છીએ પરંતુ એમાંથી અમુક વિચાર જ્યારે મન સાથે જોડાય છે ત્યારે એ જ વિચાર કર્મનું રૂપ લઈને વાસ્તવિક બને છે, ત્યારે જ કહ્યું છે ને કે વિચારી ને વિચારો છતાં પણ આપણે વિચારો પર કન્ટ્રોલ નથી હોતો એ હકીકત છે, ત્યારે ધ્યાન સૌથી શ્રેષ્ઠ ઉપયોગી છે, એ વિચારોને ફિલ્ટર કરે છે મન જયારે શાંત હોય છે ત્યારે જ વિચારોને ઓળખી શકાય છે. મનને મનાવવું સહેલું નથી પરંતુ યોગ્ય અભ્યાસથી મનની સ્થિતિ ને સમજીને કર્મ પ્રતિ સભાન થઈ શકીએ છીએ.... અવેરનેસ જેવો એક ઈંગ્લીશ શબ્દ છે જેનો અર્થ જાગ્રત અવસ્થા જો આપણે પોતાના ભાવ પ્રત્યે જાગૃત રહીએ તો ઘણી બધી પરેશાનીનો હલ મેળવી શકાય છે. અવેરનેસ એટલે ચેતના જો ચેતનામાં રહીએ તો મતલબ કે આપણું મન આપણી પાસે જ હોય એ ચેતના જ ચેતન્ય છે જેને પરમાત્મા પણ કહી શકાય જે માર્ગદર્શન આપે છે, છતાં આપણે કર્મ કરવામાં ગરબડ થઈ જતી હોય છે ત્યારે એ કર્મને ધ્યાનમાં રાખીને ચૈતન્યને સોંપી દઈએ તો આપણું જીવન સહજ પ્રક્રિયા પર ચાલે બાકી, સુખ, દુઃખ, સારું નરસું આ બધું જીવનનું એક ચક્ર છે... તેને માત્ર સારા કર્મ વડે જ બેલેન્સ કરી શકાય છે!!

જય શ્રી કૃષ્ણ..

શોર્યમ🍁