Ek Preet aavi pan - 1 books and stories free download online pdf in Gujarati

એક પ્રીત આવી પણ.. - 1

એક અમદાવાદ શહેર નો , ખૂબ જ પ્રખ્યાત એવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા... જ્યાં ગગનચુંબી અને ભવ્ય એક ઈમારત છે, જ્યાં દસમા માળે પર , આધુનિક સુવિધાઓ સાથે નો તેમજ ભવ્ય ફુલ્લી ફર્નીસ્ડ એવી એક ચીલ્ડ એરકંડીશનર ઓફિસ છે... ત્યાં ની ગ્લાસ ની બારી માં થી ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે...તે બારી માં થી, નીચે રોડ પર ખૂબ જ વાહનો ની અવર જ્વર કરતી કાર તો જાણે રમકડાં ની કાર આમ થી તેમ દોડતી હોય,તેમ લાગી રહી છે .
 
તેની જાજરમાન રોલીન્ગ ચેર પર એક ઠાઠ માઠ સાથે, ત્યાં ખુબ જ ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, જેમનો બિઝનેસ દેશ વિદેશ સુધી ફેલાયેલો છે..તે મહર્ષિ નામના બિઝનેસ મેન બેઠા છે...જેમની ઉંમર તો લગભગ ૪૬ વર્ષ ની છે.
. પરંતુ ગમે તેવા જુવાનિયાઓ ને શરમાવે તેવું તેમનું શરીર શોષ્ઠવ છે.. આંખે ઉડીને વળગે તેવી એમની સુંદર આંખો,તેમની વ્હાલી મુસ્કાન ,‌ ગમે તેને ઘાયલ કરી દેવા માટે પુરતી છે...
જેવી તેમની પ્રતિભા,તેવો જ તેમનો નિખાલસ સ્વભાવ છે... બહાર કેટલીક છોકરીઓ, તેમની સેકેટરી માટે ના ઈન્ટરવ્યુ આપવા માટે આવેલ છે..આ બધી ઝાકળ માકળ થી દુર, મહર્ષિ ભાઈ તો ઘડીભર માટે આંખો બંધ કરીને, બેઠા.અને તરત જ તેમના સુંદર અતિત માં ખોવાઈ ગયા...
: તેઓ ની ઉંમર તે સમયે લગભગ,૩૦ વર્ષ ની હશે.. તેઓ ને તે ઉંમર સુધી માં તો સફળ લગ્નજીવન ની સાબિતી રુપે, ત્રણ બાળકો ના પિતા પણ બની ગયા હતા.તેમના પિતાશ્રી એ સંભાળેલ અત્યાર સુધી નો બિઝનેસ હવે તેમને હસ્તક આવી ગયો હતો.
આમ જોવા જઈએ તો, મહર્ષિ ભાઈ ખૂબ જ નાની ઉંમર માં ,બીજા વ્યક્તિ ઓ ના તોલે, સારી એવી અને જીવન જીવવા માટે ની સામાન્ય હોય એવી જરૂરી બધી જ ભૌતિક સુખ સમૃદ્ધિ મેળવી લીધી હતી.
: તે બિઝનેસ ને પાછલા ત્રણ વર્ષ થી, પોતાની અથાગ મહેનત રૂપે આજે તેઓ કંઈક અલગ મુકામે તો લઈ આવ્યા હતા.
પરંતુ તેમની સ્કીલ પ્રમાણે તેઓ બિઝનેસ ને ડેવલપ નહીં કરી શક્યા નું એક દર્દ તેમને અંદર થી કોરી ખાતું હતું..તેમજ લગ્નજીવન આમ તો સુખી હતું પરંતુ તેમની અર્ધાંગિની ની સતત કચકચ નાં લીધે તેઓ થોડા ડિસ્ટર્બ રહેવા લાગ્યા હતા.
પરંતુ જાણે કે, જીવનમાં કંઈક અલગ ખાસ ખુટતુ હોવાનો અહેસાસ તેઓ સદા કરી રહ્યા હતા. તેમને જરૂરી તેવો સ્પોર્ટ આપવામાં , તેમની અર્ધાંગિની કંચન થોડી ઉણી ઉતરી રહી હતી .કદાચ આ બધાં જ ,મન ને કોરી ખાતા સવાલો ને થોડા સમય માટે, પોતાના થી દુર કરવા માટે .. છેલ્લા એક વર્ષથી,તેઓએ હવે શરાબ નો સહારો લેવાનો શરુ કરી દીધો હતો.
એક દિવસ તેઓ, પોતાની કંપની માં બેસી ને લગભગ પાંચ વાગ્યા ના સુમારે, શરાબ નો કસ લઈ રહ્યા હતા.અચાનક તેમના મોબાઇલ ફોન પર, અજાણ્યા નંબર થી રીંગ વાગી. તેમને એક સમયે તો વિચાર્યું પણ‌ ખરુ કે,કોલ એટેન્ડ ન કરે.. પરંતુ એમને ખબર નહોતી કે આ એક કોલ એમની લાઈફ ચેન્જર બની જશે ‌..
 
આમ તો તેમનું મન નહોતું કરી રહ્યું, કોઈ ની પણ સાથે વાત કરવાનુ... પરંતુ ખબર નહીં કેમ, જાણે કે એ કોલ લેવા માટે એમનું મન અંદર થી તેમ તેમને ફોર્સ કરી રહ્યું હતુ.એક આ અલગ જ ખેંચાવ હતો એ નંબર માં.જાણે કે જે કોલ કરી રહ્યું છે, તે તેનુ પોતાનુ જ કોઈ હોય, જન્મોજન્મ થી જાણે કે ,મન એની જ રાહ જોઈ રહ્યું હોય તેમ મન એ તરફ જ ખેંચાઈ રહ્યું હતુ..
 
તો કોનો હતો એ કોલ? શું મિસ્ટર મહર્ષિ એ ,એ કોલ તુરંત જ અટેન્ડ કર્યો? કર્યો તો એ કોલ, એમની લાઈફ માં શું શું ચેન્જ લાવ્યો...જોઈશું આગળ ના "પ્રીત એક આવી પણ." ના ભાગ ૨ માં..