Chinta, Stress, Depression Same Adbhut Aath Chavio! - 1 books and stories free download online pdf in Gujarati

ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન સામે અદ્ભુત આઠ ચાવીઓ! - 1

દુષમકાળમાં લોકો સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં ચોગરદમ કર્મોના વાવાઝોડા સામે ઝઝૂમી રહ્યાં છે! પરીક્ષામાં રિઝલ્ટ સારું નહીં આવે તો શું થશે? નોકરી નથી મળતી, શું થશે? પત્ની બીમાર છે, તેનું શું થશે? છોકરાંઓ સ્કૂલમાં બરાબર ભણતા નથી, તેનું શું? મોંઘવારી વધી ગઈ છે, શું કરવું? આખું જગત આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી સળગી રહ્યું છે. આધિ એટલે માનસિક દુઃખો, જેમાં આખો દહાડો ચિંતા થયા કરે; વ્યાધિ એટલે શારીરિક દુઃખો અને ઉપાધિ એટલે બહારથી આવી પડેલી મુશ્કેલીઓ. કાળમાં ઘણુંખરું માનસિક દુઃખો વધારે છે. એમાંય ટેન્શન તો માણસને ખલાસ કરી નાખે છે. સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક વિટંબણાઓના પરિણામે ટેન્શન, ચિંતા, ભય, ઉપાધિ, આક્રોશ, હતાશા અને ડિપ્રેશન સર્જાય છે!

પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી આપણને ટેન્શન, હતાશા અને ડિપ્રેશનમાં નાખતા કારણો ઓળખી તેમાંથી બહાર નીકળવાની અદ્ભુત દ્રષ્ટિ મળે છે. જેનાથી બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થાય કે થાય, આપણને શાંતિ ચોક્કસ થઈ જાય છે. તો ચાલો મેળવીએ, સ્ટ્રેસમાંથી હેપ્પીનેસ તરફ લઈ જતી આઠ ચાવીઓ!

1) બુદ્ધિને પોઝિટીવમાં વાળવી:

બુદ્ધિ હંમેશા દ્વંદ્વ બતાવે છે. ‘પરીક્ષા વખતે પેપરમાં આવડશે કે નહીં આવડે?’, ‘આમ કરીશ તો મારું ખરાબ દેખાશે કે સારું?’. પોઝિટીવ અને નેગેટિવ બંને તરફનું બતાવે કન્ફયુઝન! એમાં સોલ્યુશન આવતું નથી, ગૂંચવાડો વધે છે, ઈમોશનલ થવાય છે ને પરિણામે ટેન્શન થાય છે.

ત્યારે નેગેટિવને પોઝિટીવમાં વાળ વાળ કરવું. અંદર ઊભું થાય કેપરીક્ષામાં નહીં આવડે તો?’ ત્યારે સામે પોઝિટીવ ગોઠવવું, કેવાંચ્યું છે તો અવડશે . ટેન્શન રાખવાની જરૂર નથી!’ ટેન્શન રાખવું હોય તો તૈયારી વખતે રાખવું, પરિણામ વખતે ટેન્શન કરવાથી કોઈ ફેરફાર થવાનો નથી. ધંધામાં ખોટ જાય અને બુદ્ધિ બતાવે કે, “અરરર! મારું નુકસાન થયુંત્યારે એની સામે બોલવું, “મારું નુકસાન ગયું કે ધંધાનું? ઘરના પૈસા તો સલામત છે ને! ખાવા-પીવાની તકલીફ નથી, બહુ થયું!” આવા સમયે ધંધાની ખોટને ધંધાના નફામાંથી બાદ કરી નાખવી, આપણે માથે લેવું. પોઝિટીવમાં વાળવું એટલે નેગેટિવને ખસેડવાનું કે કાઢવાનું નહીં, પણ પોઝિટીવ ઉમેરવાનું. જેમ ખાલી બોટલમાં પાણી ઉમેરીએ તો બધી હવા નીકળી જાય, તેમ પોઝિટીવ રહેવાથી નેગેટિવ આપોઆપ નીકળી જશે.

જીવનમાં એક પ્રિન્સિપલ (સિદ્ધાંત) રાખવો. હંમેશા પોઝિટિવ રહેવું, નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.”- પરમ પૂજ્ય દાદા ભગવાન

) બીજી ખોટ ખાવી:

ચિંતા કરનારાને બે દંડ છે અને ચિંતા કરનારાને એક દંડ છે. પરીક્ષામાં ફેઈલ થયા, પર્સ ચોરાઈ ગયું, તો એના ઉપર ચિંતા કરવાથી ડબલ નુકસાન થાય છે. એક તો ફેઈલ થવાનું કે પર્સ ચોરાવાનું નુકસાન, ઉપરથી ચિંતા કરી બીજું નુકસાન. કારણ કે ચિંતા એટલે પ્રગટ અગ્નિ! નિરંતર બાળ્યા કરે. રાત્રે ઊંઘવા દે, ભૂખ-તરસ હરામ કરે અને કેટલાંય રોગને આમંત્રણ આપે. એટલું નહીં સતત આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય તો આવતો જન્મ જાનવર ગતિનો બંધાવે!

ચિંતા અહંકાર છે. શા આધારે બધું ચાલી રહ્યું છે નહીં સમજવાથી, પોતે માથે લઈને કર્તા થઈ બેસે છે ને ભોગવટામાં પડે છે. પોતે સમજે કે, “જે થવાનું હતું તે થઈ ગયું, હવે ચિંતા કરવાનો અર્થ નથી”, તો તે બીજી ખોટ ખાય. બહુ ત્યારે કોઈ મોટું નુકસાન થયું હોય, જેમકે ફેકટરીમાં આગ લાગી હોય, તો પહેલાં જોઈ લેવું કે, “આપણા માણસો તો સલામત છે ને?” કોઈના જીવને નુકસાન નથી થયું તો સારું છે, એમ સમજનું અવલંબન લેવું. ચિંતા કરવાથી કાર્ય બગડે એવો કુદરતનો નિયમ છે. ચિંતામુક્ત થાય તે કાર્ય એની મેળે સુધરી જાય!


3) વિચારોની નોર્માલિટી રાખવી:

વિચારો એબ્નોર્મલ થાય એટલે ચિંતા થઈ કહેવાય. કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે વિચારની જરૂર છે. પણ વિચારો પ્રમાણ કરતાં વધી જાય એટલે એની લિમિટ ક્રોસ થઈ કહેવાય. જ્યાં દસ-પંદર મિનિટ વિચારવાનું હોય, ત્યાં વિચારોના વળ ચઢવા માંડે, નોર્માલિટીની બહાર ગયું કહેવાય. વિચારમાં એકાકાર થઈને વિચાર લંબાય તો પછી એનું ધ્યાન ઉત્પન્ન થાય ને તેથી ચિંતા થાય, જે બહુ નુકસાન કરે.

વિચાર સહજ ભાવે, જરૂરિયાત પૂરતા કરવા, બાકી બંધ રાખવા. જેમ બહાર જોરથી વાવાઝોડું ફૂંકાતું હોય તો આપણે ઘરમાં બારી-બારણા બંધ કરી દઈએ છીએ, એવી રીતે અંદર વિચારો એબ્નોર્મલી આગળ ચાલ્યા એટલે બંધ કરી દેવાના. નહીં તો ચિંતાના રૂપમાં થઈ જાય, પછી જાતજાતના ભય દેખાડે.

વિચારો સામે આપણી સત્તા કેટલી? વિચાર તો આવ્યા કરે, કોઠીની માફક એક બાજુ ફૂટ્યા કરે. જેમ, નળ બંધ થતો હોય તો આપણે બીજી બાજુએ જોઈએ એટલે આપણા માટે નળ બંધ થઈ ગયો ને! એને જોઈએ ત્યાં સુધી નળ ચાલુ છે એમ લાગે. એમ મનમાં વિચારો ફૂટતા હોય, ત્યારે બીજી બાજુ જોઈએ, દ્રષ્ટિ બદલી નાખીએ તો વિચારો આપણને બોજો કરાવે.

વધુ આવતા અંકે....