Tusi ho great bade Papa - 3 books and stories free download online pdf in Gujarati

તુસી હો ગ્રેટ બડ઼ે પાપા - ભાગ 3

ક્ષિતિજની આંખો નું નૂર દિવસે દિવસે ઘટતું જતું હતું.

તેની આંખો ની નિયમિત રીતે તપાસ જારી હતી.

એક વાર ડોકટરે તેના મોઢે કહી દીધું હતું.

" તું હવે કાંઈ નહીં કરતો. ધીરે ધીરે તારી આંખો નું નૂર જતું રહેશે. "

ક્ષિતિજ બી કોમ માં ફર્સ્ટ ક્લાસ માં પાસ થયો હતો. તે સી એ કરવા માંગતો હતો.

પણ તેની મનસા મનમાં જ રહી ગઈ હતી.

તેણે હતાશ થઈ સઘળા હથિયાર હેઠા મૂકી દીધા હતા.

નકારાત્મક સ્વભાવ તેને વારસામાં મળ્યો હતો.

દરેક વસ્તુમાં તેને અનિષ્ટ થવાના ભણકારા વાગતા હતા.

દરેક ચીજમાં તેને ગંદકી દેખાતી હતી.

તેના ઈલાજ તેમજ ટ્રેનિંગ માટે તેને બ્લાઇન્ડ હોમમાં દાખલ કર્યો હતો.

ત્યાં તેને ઘણું બધું શીખવાડવામાં આવ્યું હતું.

તે શું શીખ્યો હતો?

ભગવાન જાણે?

પણ ગાળો બોલતા શીખ્યો હતો.

શરૂઆતમાં તે ક્ષિતિજ ને મુકવા લેવા જતો હતો.

તે જોઈ સંસ્થાના અધ્યાપકે મને સૂચના આપી હતી.

" તમે શા માટે તેને લેવા મૂકવા આવો છો? તેને એકલો જ છોડી દો.

અને મેં તેમની સલાહ માની હતી.

હું ક્ષિતિજ ને સ્ટેશન સુધી લઈ જતો હતો. તેને અપંગના ડબ્બામા ચઢાવી દેતો હતો. અને તે અન્ય સ્ટુડન્ટ્સ જોડે સંસ્થામાં પહોચી જતો હતો. અને સાંજના ઘરે પણ આવતો હતો. હું તેને પિક અપ કરવા સ્ટેશને જતો હતો.

તેને સંસ્થા તરફ થી લાલ સફેદ રંગની છડી આપી હતી. જે તે આંધળો હોવાની નિશાની હતી.

સંસ્થા માં તેને એક જ વાત શીખવાડવામાં આવી હતી.

" તમારી નબળાઈ સ્વીકારો! "

પણ તેણે કદી પોતાની નબળાઈ સ્વીકારી નહોતી. આ જ કારણે તેની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી.

નવરો બેઠો નખ્ખોદ વાળે તેવી સ્થિતિ હતી.

તે પાકો હિસાબ કર્તા બની ગયો હતો.

એક એક ચીજનો બારીકાઇથી હિસાબ રાખતો હતો.

તે ઘરની બહાર નીકળતો નહોતો.

પણ તે બધું જાણતો હોવાનો દાવો કરતો હતો.

કોઈનું સાંભળતો નહોતો.

ઘર ની નાની મોટી બધી વાતો માં દખલ ગીરી કરતો હતો.

તેને શેર બજારનો ચસ્કો લાગી ગયો હતો.

સવારના છ વાગે ઊઠી ને તે ટી વી ચાલુ કરી ને બેસી જતો હતો.

તેની યાદ શક્તિ ઘણી જ તેજ હતી.

તે શેર બજારના દરેક કાર્યક્રમ જોતો હતો. એક્સપર્ટસના અભિપ્રાય સાંભળતો હતો. અને તે હિસાબે પોતાની રીતે બધા ટારગેટ્સ ફિક્સ કરતો હતો. શેર બ્રોકર ને ચેલેન્જ કરતો હતો.

તે ઘરમાં બધાને વ્યસ્ત રાખતો હતો.

તેને કારણે લગભગ અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. છતાં તેની સાન ઠેકાણે આવી નહોતી.

તેણે હાથે કરી ને પોતાના પગ પર કુહાડી મારી હતી :

તે ઘરની એક એક ચીજ પર નજર રાખતો હતો.
દરેક મિનિટ નો હિસાબ રાખતો હતો. તેની મમ્મી ને વાત વાતમાં ટોકતો હતો. દરેક ચીજ માં ખોડ ખાંપણ કાઢતો હતો.

કરોના ના આગમન બાદ તેને બીજી એક રઢ પકડી હતી. વાત વાત માં હાથ ધોવાનો આગ્રહ રાખતો હતો. બધાને હાથ ધોવાની ફરજ પાડતો હતો.

બી કોમ થયો હોવા છતાં પણ ઘરમાં એક ધાટી જેવું કામ કરતો હતો. પાણી નો બગાડ કરતો હતો. વાતે વાતે પોતા મારતો હતો.

સવારના સાત વાગ્યા થી ટી વી ચાલુ કરી ને બેસી જતો હતો.

રોજ પાંચ વાગે ઊઠી જતો હતો.

બ્રશ કરી ને સીધો નાસ્તો કરવા બેસી જતો હતો.

તેના વગર તેને ઝાડો ઊતરતો નહોતો.

ભગવાને ન જાણે તેને કેવું વરદાન આપ્યું હતું.

તેની જીભ એક ક્ષણ પણ બંધ રહેતી નહોતી.

એક ને એક વાતનું ફરી ફરી રટણ કરવાની તેને બુરી આદત પડી ગઈ હતી.

તે કોઈની વાત માનતો નહોતો.

પોતાનું ધાર્યું જ કરતો હતો.

બ્લાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં શીખેલી ગાળો નો તે પોતાની મા પર ઉપયોગ કરતો હતો.

મારી જોડે સાસુ સસરા જેવો વ્યવહાર કરતો હતો.

તે મારો પણ બાપ બની ગયો હતો.

ઘરમાં દરેક વસ્તુ તેની મરજી મુજબ ચલાવવાની જીદ કરતો હતો.

ઘરમાં તે કહે તે મુજબ જ રસોઈ બનતી હતી.

નિરાલી તે કહે તે જ કરતી હતી.

ભગવાને જાણે બંનેને એક જ મોઢું આપ્યું હોય તેવું હતું.

મારી ઘરમાં કોઈ જ કિંમત નહોતી.

મને વાતવાતમાં નીચું દેખાડતા હતા. મારી ટીકા કરતા હતા દરેક વાતમાં મારો દોષ જોતા હતા. હું કેટલું ખાઉં છું . તેનો હિસાબ રાખતા હતા.

મા એ બનાવેલી રસોઈ માં ક્ષિતિજ ખામીઓ કાઢતો રહેતો હતો. હું તેને તેના જેવી કોઈ છોકરી જોડપરણાવવા માંગતો હતો. પણ ક્ષિતિજ ખુદ લગ્ન માટે તૈયાર નહોતો. આ કારણે તેને દાંમ્પત્ય જીવનનો પણ લ્હાવો મળ્યો નહોતો. આ કારણે તેનું મગજ વધારે ખરાબ થઈ ગયું હતું.

તેને મારી જેમ લખવાં વાંચવા નો ઘણો જ શોખ હતો. ક્રિકેટ તેની મનપસંદ ગેમ હતી. તે ભલે રમી શકતો નહોતો. પણ તેને ક્રિકેટ જોવાનો તેનો સ્કોર રેડિયો પર સાંભળવાનો ઘણો શોખ હતો. તેને આંકડા શાસ્ત્ર માં પણ ખુબ દિલ ચસ્પી હતી. તેના લેખો તેમ જ ચાર્ટસ ન્યુઝ પેપર તેમ જ સામાયિકો માં છપાતા હતા.

તેના પિતા ની માફક તેને વાર્તા લખવાનો પણ શોખ હતો. પણ ગુજરાતી સાહિત્ય તદ્દન નીચું તેમ જ કંગાળ હતું. મોટા ભાગના સામાયિકો પુરસ્કાર પણ આપતા નહોતા. મફતમાં તેની મેટર્સ છાપતા હતા. આ વાત ક્ષિતિજ ને પસંદ નહોતી. આથી તેણે લખવાનુ બંધ કરી દીધું હતું.

હું પણ એક લેખક હતો. મારી 80 થી પણ વધારે ટૂંકી વાર્તા વિધવિધ મેગેઝીન્સ તેમ જ ન્યુઝ પેપરમાં છપાઈ હતી. પણ ખાસ વળતર મળ્યું નહોતું. આ સ્થિતિમાં હું હતાશ થઈ ગયો હતો. છતાં મેં લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો તેમ જ લેખિકાની સલાહ ને શિરોમાન્ય કરી લખવાનુ જારી રાખ્યું હતું. મને તેનાથી માનસિક શાંતિ મળતી હતી. પરીક્ષા માં પાસ થયા જેવો આનંદ મળતો હતો. બાળક જન્મ કે લગ્ન સમી ખુશી નીપજતી હતી.

સાહિત્ય ઉપરાંત મેં ફિલ્મો માટે વાર્તા લખવાનો પ્રયાસ કર્યો હતો. તે સંદર્ભ માં વિમલ ચૌધરી અને સલીલ ચૌધરી નામના નિર્માતા તેમ જ નિર્દેશકો ને મળ્યો હતો. પણ ત્યાં તેને કોઈ જ મોકો મળ્યો હતો.

બિમલ ચૌધરી એ મારી વાર્તા વાંચવા તો લીધી હતી. પણ તેઓ લાંબો વખત તે વાંચી શક્યા નહોતા. તેમણે લાચારી વ્યક્ત કરી હતી :

" માય હેન્ડ્સ આર ટાઇડ. હું લાંબો વખત તેને વાંચી શકીશ નહીં. તમે કોઈ બીજા નિર્માતા ને મળો. "

કહી તેમણે એક નવીનતમ નિર્માતા દિ્ગદર્શકનું નામ સૂચવ્યું હતું.

પણ તે નિર્માતા ફ્રોડ નીકળ્યો.

ક્ષિતિજે તે વખતે એક વાર્તા લખી હતી.

તેને લઈને હું તે નિર્માતા પાસે ગયો હતો.

નિર્માતા એ ખૂબ જ શાંતિ પૂર્વક તેની વાર્તા સાંભળી હતી. તેના પરથી ફિલ્મ બનાવવાની તૈયારી પણ બતાવી હતી. પણ છેલ્લી ઘડીએ અમુક ફેરફારો સૂચવ્યા હતા. જેને માટે ક્ષિતિજ તૈયાર થયો નહોતો. અને વાત અટકી ગઈ હતી

બે ચાર ધક્કા ખવડાવ્યા બાદ તેણે ક્ષિતિજ ની વાર્તા પરત કરી હતી.

અને થોડા દિવસ બાદ તેની જ વાર્તાને પોતાને નામ ચઢાવી ફિલ્મ બનાવી હતી :

મેં આ બાબત બિમલ ચૌધરી ને ફરિયાદ કરી હતી. અને રોયલ્ટી ના નામે અમુક પૈસા ક્ષિતિજ ને અપાવ્યા હતા.

સલિલ ચૌધરી એ પણ પોતાના ભાઈનું બેનર છોડી પોતાની અલગ નિર્માણ કંપની ખોલી હતી.

હું તેમને પણ મળ્યો હતો.

પણ નસીબે યારી આપી નહોતી.

000000

હું પિતાજીની છેલ્લી વાર સુુુરત નિહાળી શકીશ કે કેમ?

હું દ્વિઘામાં અટવાઈ ગયો હતો.

અમે બધા હાલમાં મુંબઈ પાછા ફર્યા હતા . હજી તો અમારો થાક પણ ઉતર્યો નહોતો અને માથે મોટી આફત આવી પડી હતી .

પિતાજીના મોતનો ભાવિકાને જબરો આઘાત લાગ્યો હતો . તેની આંખોના આંસૂ પણ અટકવાનું નામ લેતા નહોતા .

કૃષ્ણ ભગવાને મારા પિતાની લાજ તો રાખી હતી , સાથોસાથ મારી પણ લાજ પણ રાખી હતી . અને તેણે પિતાજીને અગ્નિદાહ દેવાનો મોકો આપ્યો હતો.

સત્યમ તેઓ હંમેશા એકલા બધે જતા હતા . તેથી એક જાતની ભયની લાગણી અનુભવતો હતો . તેમને રસ્તામાં કાંઈ થઈ જશે તો ? આ સવાલ તેને ખૂબ જ પરેશાન કરતો હતો .પણ એવી કોઈ નોબત આવી નહોતી . તેમણે મિત્રના ખોળામાં દેહ છોડ્યો હતો . તેમને સૌથી સુંદર મોત મળ્યું હતું .

સત્યમે હાથ જોડીને પિતાજીના મિત્રની માફી માંગી હતી . તેમના ઘરની બધી જ વ્યક્તિ આગલી રાતે ખાધા પીધા વિના બેઠી હતી . કોઈ રાત ભર સુવા પામ્યું નહોતું .

ઈશ્વર લાલને એસિડિટીને કારણે એટેક આવ્યો હતો અને ઘડીભરમાં તેમણે દેહ છોડી દીધો હતો .છેલ્લી ઘડી સુધી કોઈને તેમણે લવલેશ પણ તકલીફ આપી નહોતી .

પિતાજીની અંતિમ વિધિ સંપન્ન થતાં જ તેઓ બધા સુમોમાં મુંબઇ પાછા આવ્યા હતા .

વધતી જતી ઉંમરે ઈશ્વર લાલની પ્રતિકાર શક્તિ તેમજ સહનશક્તિ છીનવી લીધી હતી . લાગણીના મામલામાં તેઓ ધૂમકેતુની વાર્તાના નાયક અલી ડોસાની ગરજ સારી રહયા હતા .

તેની એક માત્ર દીકરી મરિયમ લગ્ન કરીને સાસરે વિદાય થઈ ગઈ હતી . તે એક વાર બીમાર પડી ગઈ હતી . તેની જાણ થતાં અલી ડોસો ઘણો જ ચિંતિત બની ગયો હતો . તે હર પળ તેની દીકરીની ટપાલની વાટ નિહાળતો હતો . પણ તેની કોઈ ટપાલ આવી નહોતી . તેની ટપાલ માટે તે રોજ સવારે ચાર વાગે પોસ્ટ ઓફિસ પહોંચી જતો હતો . પણ તેને સરિયામ નકામી હાથ લાગી હતી . છતાં તે નિરાશ ના થયો હતો . પોસ્ટ ઓફિસ જવાનો તેનો નિત્ય ક્રમ જારી હતો .

પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર અને ટપાલી રોજ તેની મશ્કરી કરતા હતા . છતાં તે હિંમત હાર્યો નહોતો .

દિવસો મહિનામાં , મહિના વર્ષોમાં પલટાતા જતા હતા અને તેને નિષ્ફળતા અને હતાશા સિવાય કંઈ જ હાથ લાગ્યું નહોતું . તેને પોતાના મોતના ભણકારા સંભળાઈ રહ્યા હતા . આ હાલતમાં તેણે એક ગીની પોસ્ટ માસ્ટરના હાથમાં મૂકતા ભલામણ કરી હતી .

' મારી દીકરી મરિયમની ટપાલ આવે તો મારી કબર પર મૂકી દેજો ! '

આ એક પિતાની લાગણીની પરાકાષ્ઠા હતી , ચરમ સીમા હતી . પોસ્ટ માસ્ટર પણ એક પિતા હતા . તેઓ પણ અલી ડોસાની સ્થિતિમાં મુકાઈ ગયા હતા , ત્યારે જ તેમને અલી ડોસાની હાલત સમજાઈ હતી .

એક દિવસ મરિયમની ટપાલ આવી હતી . અને પોસ્ટ માસ્ટર જાતે જઈને ટપાલ અલી ડોસાની કબર પર મૂકે છે . તે વખતે ધૂમકેતુએ બહુ જ સરસ વાત લખી હતી .

' માનવી જો પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જોતાં શીખે તો અડધું જગત શાંત થઈ જાય . '

સત્યમ તે વખતે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો . ઘુમકેતુની વાર્તાના માધ્યમ થકી સત્યમ જગતનું બહું જ મોટું સત્ય સમજી ગયો હતો . તેને બીજી વ્યક્તિને માટે વિચારવાની આદત પડી ગઈ હતી . તે હંમેશા બીજાના એન્ગલથી જોવાની કોશિશ કરતો હતો . કદાચ તેથી જ તે કોઈ ગલત હોય તે વાત સ્વીકારી શકતો નહોતો .

તેના પિતાજીની લાગણીમાં પણ એક અતિરેક હતો . સત્યમ આ વાત જાણતો હતો . પણ તેમની લાગણી સો ટચના સોના જેવી હતી આ વાત તે મનોમન કબુલતો હતો . તેઓ દરેક વાતમાં ટાંગ અડાવતા હતા , બીજાની આઝાદી પર તરાપ મારતાં હતા તેની પાછળ તેમની નાસમજ લાગણી જ ભાગ ભજવી રહી હતી .

સામાન્યતઃ દરેક ઘરમાં , સૌથી વયસ્ક કહેવાતા લોકોની આ જ કહાણી હોય છે . તેઓ પોતાના વિચારો , અનુભવો પ્રમાણે ઘરનું શાસન ચલાવવાની જીદ કરતા હોય છે જેને કારણે સમસ્યાની લંગાર ખડી થતી હોય છે . ઘરના વડીલ હોવાને નાતે તેઓ એવું માને કે તે ઘરનો વડીલ છે તેથી બધું તેની મરજી મુજબ થવું જોઈએ એ વાત બરાબર નથી . દરેક વાતની એક મર્યાદા હોય છે , સીમા હોય છે . સંતાન મોટા થતાં તેને પણ પોતાની મરજી પ્રમાણે હરવા ફરવાની છૂટ હોવી જોઈએ .

ઈશ્વર લાલ પણ પોતાની લાગણીની ધૂનમાં આંધળા બની આપખુદ બની ગયા હતા . જેને કારણે તેઓ પોતાના અમુક અધિકાર ખોઈ બેઠાં હતાં . જો તેમણે આ મર્યાદાનો સ્વીકાર કર્યો હોત તો દીકરો વહુ તેમને એકલા મેલી જાત્રા કરવા ના ગયા હોત અને કદાચ આવી પરિસ્થિતિ ના ઉભી થઇ હોત ! 

ઈશ્વર લાલ પોતાની મરજી અને વિચાર ધારા બીજા પર ઠોકી બેસાડતા હતા . આ જ તેમની ભૂલ હતી . જમાનો બદલાઈ ગયો હતો . આ વાત તેઓ જાણતાં હતા પણ માનવા તૈયાર નહોતા ! પોતાની મરજી વિરુદ્ધ કાંઈ પણ થતા તેઓ નારાજ થઈ જતા હતા . પુત્રવધૂ તેમ જ પૌત્ર પૌત્રીને વિના કારણ ઝાટકી નાખતા હતા . આ જ કારણે સંબંધમાં ખટાશ આવી ગઈ હતી .તેમની ઈચ્છા વિરુદ્ધ કાંઈ પણ થતાં તેઓ ભાવુક બની જતા હતા , ઈમોશનલ બ્લેક મેઈલ કરી ઘરનું વાતાવરણ કલુષિત કરતા હતા . જેને કારણે સન્માન મેળવવાનો અધિકાર પણ ખોઈ બેઠા હતા .

તેઓ મૂળમાં ભીરુ પ્રકૃતિ ધરાવતા હતા . તેમણે સદૈવ નકારાત્મક વિચારધારામાં શ્વાસ લીધો હતો . તેમને હર એક ચીજમાં અનિષ્ટ થવાની ભીતિ લાગતી હતી . ' સલામતી ક્યાંય નથી ! ' ચારે કોર એક જ નાદ સંભળાતો હતો . તેઓ પાછલી જીંદગીમાં એક બાળક બનીને રહી ગયા હતા . 

અકસ્માત કે અનર્થ થવાના ભયે તેઓ પૌત્ર પૌત્રીને ઘરની બહાર નીકળવા નહોતા દેતા . આ તો કાયરતા તેમ જ મૂરખાઈ હતી . તેઓ બાળકોના ભાવિને નબળું , પાંગળુ બનાવી રહયા હતા !

સત્યમ ચાલીસની વય વટાવી ગયો હતો .ત્રણ સંતાનોનો પિતા હતો . , છતાં ઈશ્વર લાલ એક બાળકની માફક તેની ચિંતા કરતાં હતાં ! 

તે કદી મોડો આવતો હતો ત્યારે ઈશ્વર લાલ આખું ઘર માથા પર ઉઠાવી લેતા હતા ! ઘરમાં તંગદિલીનું વાતાવરણ ખડું કરતા હતા ! થોડું પણ મોડું થતાં તેઓ ઘર ઘર શોધવા નીકળી પડતા હતા ! 

સત્યમ નાનો હતો ત્યારે તેમનું આવું વર્તન વ્યાજબી હતું . પણ મોટો થયા બાદ પણ એ જ હાલત હતી . તેના લગ્ન બાદ પણ આ જ રવૈયો જારી હતો . ઈશ્વર લાલના વ્યવહારમાં તનિક પણ બદલાવ આવ્યો નહોતો . તેઓ સત્યમને બાળક ગણીને ચાલતા હતા . તેમની બેસમજ લાગણી ઘરની શાંતિ હરી રહી હતી અને ઈશ્વર લાલને તેનો કોઈ જ ઇલ્મ નહોતો ! આ જ કારણે સત્યમ વધારે સમય ઘરમાં રહેવાનું ટાળતો હતો .

ગમે તે હોય પણ એક વાત દિવા જેવી સાફ હતી . ઈશ્વર લાલ તેમના પરિવારને બેતહાશા પ્રેમ કરતા હતા . સત્યમ તેમની ભાવનાને ઇજા પહોંચાડવા માંગતો નહોતો . તેમના આવા સ્વભાવને કારણે સત્યમને જુઠાણાંનો સહારો લેવો પડતો હતો .

ફિલ્મ જોવાનો તેને ગાંડો શોખ હતો .

સત્યમ તે વખતે આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો . ટર્મિનલ પરીક્ષા ચાલુ હતી . દશેરાનો દિવસ હતો . બીજે દિવસે પરીક્ષા પુરી થવાની હતી . પરીક્ષા બાદ ફિલ્મ જોવા જવાનો તેનો વણ લખ્યો નિયમ બની ગયો હતો . તે પિતાજી પાસેથી પૈસા લઈ ફિલ્મ ' ઘરાના 'ની ટિકિટ બૂક કરવા ઘરેથી નીકળ્યો હતો . ફિલ્મમાં તેના ફેવરિટ સ્ટાર રાજ કુમારે સહાયક અભિનેતાની ભૂમિકા નિભાવી હતી . આ જ કારણે તે ફિલ્મ જોવા તત્પર બની રહ્યો હતો . સત્યમ તેમની બધી જ ફિલ્મો એક વિશેષ દિલચસ્પીથી નિહાળતો હતો .

ટિકિટ બુક કરવી તે રસ્તામાં આવતા એક એ સી થિયેટર પાસેથી પસાર થઈ રહ્યો હતો . થિયેટરમાં બહુધા ઇંગ્લિશ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવતી હતી . મોર્નિંગ શો માં કોઈ અન્ય ફિલ્મ શરૂ થવાની તૈયારી હતી . સત્યમ તે ફિલ્મના ફોટો જોવા ઉભો રહી ગયો . ફિલ્મના ફોટો તેને અરેબિયન નાઇટની યાદ અપાવી રહ્યા હતા .

તે જ વખતે બે અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા હતા ! તેમાંના એકે સીધો જ સવાલ કર્યો હતો .

' તમારે આ ફિલ્મ જોવી છે ? મારી પાસે પાસ છે ! ખાલી ચાર આના જ આપવાના છે ! '

' મારી પાસે પૈસા નથી ! '

કહી સત્યમ ચાલવા માંડયો . તે જોઈ બીજા શખ્સે ઉદારતા દાખવી તેને કહ્યું :

' કોઈ વાત નહીં . તમે અમારી સાથે ચાલો અને મફતમાં જ ફિલ્મ જોઈ નાખો . ફરી આવી ફિલ્મ જોવા નહીં મળે . '

સત્યમ તેમની વાત સાંભળી થિએટરની અંદર દાખલ થયો .

ફિલ્મની વાર્તા શું હતી ? સત્યમને તેની કોઈ જાણ નહોતી ! ઇંગ્લિશ સંવાદ તેના કોઠે પડી નહોતા રહ્યા હતા ! 

મોકો જોઈ એક શખ્સે સત્યમ જોડે વાત શરૂ કરી હતી .

' મારા અંકલની ફિલ્મની લાઈનમાં તગડી ઓળખાણ છે . તેમની પાસે બધી જ ફિલ્મોના પાસ આવે છે ! '

' મને ફિલ્મો જોવાનો શોખ છે . તેમની પાસે ફિલ્મ ' હમ દોનો ' ફિલ્મના પાસ હશે ? '

' કેમ નહીં આ તો હાલની સૌથી બેહતર ફિલ્મ છે ! '

' તમે મને તે ફિલ્મના પાસ આપી શકશો ? '

' કેમ નહીં ? ' કહી તેણે બેગ ખોલી . એકાદ ક્ષણની ખાખાખોળી પછી નિરાશ વદને જાણકારી આપી . અને ઉમેર્યું : 

' સોરી ! પાસ તો મારી બેગમાં નથી . પણ તમે ટેન્શન ના લેશો ! મારા અંકલ આ થિએટરના મેનેજર છે . તેઓ ઉપર ઓફિસમાં મોજુદ છે . પાસ તો તમને મળી જશે ! '

' થેન્ક્સ ! ' સત્યમે હરખઘેલા અંદાઝમાં કહ્યું હતું :

તે વખતે બીજા શખ્સે તેને સવાલ કર્યો હતો .

' તમારી ઘડિયાળ તો ઘણી જ અફલાતુન લાગે છે ! ક્યાં બ્રાન્ડની છે ? '

' એચ એમ ટી ! ' સત્યમે ગર્વિષ્ઠ મુદ્રામાં જવાબ આપી દીધો . 

' તમારી ઘડિયાળ તો સચમુચ લાજવાબ છે . મોડેલ તો અતિ આધુનિક છે . પણ ઘડિયાળનો પટ્ટો તેની શોભાને ફીકી પાડી રહ્યો છે . મારા અંકલ ઘડિયાળના પત્તાનો પણ બિઝનેસ કરે છે . તમે ચાહો તો પટ્ટો પણ બદલાવી શકો છો ! 

એક તો મફત સિનેમા જોવાનો લ્હાવો . બીજી ફિલ્મના પાસની લાલચ અને ઘડિયાળનો પટ્ટો ! 

સત્યમે તેમની વાતોમાં આવી જઈ ઘડિયાળ કાઢીને અજાણ્યા શખ્સના હાથમાં થમાવી દીધી .

અને એક શખ્સ ' હું હમણાં આવું છું ! ' તેવું કહી હોલમાંથી બહાર નીકળી ગયો !

સમય વીતી રહ્યો હતો . ફિલ્મ પુરી થવાને આરે હતી . પણ તે શખ્સ પાછો આવ્યો નહોતો . તેણે બીજા શખ્સને પૂછપરછ પણ કરી હતી : તેણે સત્યમને આશ્વસ્ત કરતા કહ્યું હતું .

' ફિકર ના કરો . ફિલ્મ પુરી થયા બાદ આપણે અંકલની ઓફિસમાં જઈશું ! '

ફિલ્મ ખતમ થતાં સત્યમ તે શખ્સ જોડે હોલની બહાર નીકળ્યો . અને મોકો જોઈ બીજો શખ્સ પણ કયાં અંતરધાન થઈ ગયો .

ત્યારે સત્યમને લૂંટાઈ ગયાનો અહેસાસ થયો હતો .

ફિલ્મ જોવાની લાલચમાં તેને ઘડિયાળથી હાથ ધોવા પડ્યા હતા !

તે ઘણો જ ટેન્શનમાં આવી ગયો હતો !

ઘરે શું જવાબ આપીશ ? 

સત્યમ કાંઈ નક્કી કરી શક્તો નહોતો . આ હાલતમાં તેણે જુઠાણું હાંકયું હતું :

' પપ્પા ! મારી ઘડિયાળ ખેંચાઈ ગઈ ! '

પિતાજીએ વિના દલીલ તેની વાત માની લીધી હતી .

પણ સત્યમ આ ઘટના કદી ભૂલી શક્યો નહોતો ! 

તે આ જુઠાણું પચાવી શક્યો નહોતો . તેને પોતાની બેવકૂફી પર સતત રંજ થતો હતો . ફિલ્મ જોવાના ગાંડપણે તેને ઘડિયાળ ગુમાવવી પડી હતી . આ વાત તેના કાળજામાં સતત ભોકાઈ રહી હતી . તેણે પોતાનો આ અનુભવ રવિવારની વિશેષ પૂર્તિમાં અક્ષરસ બયાન કરી સાચી વાત પિતાજીને જણાવી દીધી હતી . તેથી તેના હદય પરથી મોટો બોજો ઊતરી ગયો હતો .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ઈશ્વર લાલ પણ તેની માફક પહેલેથી જ ખૂબ ઢીલા હતા . નાની નાની વાતોમાં ચિંતિત થઈ જતા હતા . તેમની આ આદત સત્યમને વારસામાં મળી હતી ! 

એક વાર રસ્તામાં ચક્કર આવી જતાં તેઓ એકલાં જ ડોક્ટર પાસે દોડી ગયા હતા . જાચ તપાસ બાદ ડોકટરે તેમને કહ્યું હતું :

' તમારું બી પી વધી ગયું છે ! '

આ સાંભળી તેઓ નાના બાળકની માફક ગભરાઈ ગયા હતા . ઘરે આવીને કપડાં બદલ્યા વિના તેમણે પલંગમાં પડતું મેલ્યું હતું ;

' મને કંઈ થઈ ગયું છે ! હું હવે મરી જવાનો છું ! '

તેમનો બબડાટ સાંભળી પહેલાં તો સત્યમ પણ ગભરાઈ ગયો . તે પોતાના પિતાજીના સ્વભાવથી પરિચિત હતો . તેમને કાગનો વાઘ કરવાની આદત હતી . તેણે ખૂબ જ ધીરજ અને શાંતિથી કામ લેતા પોતાના પિતાજીને આદેશ આપ્યો .

' તમે ઉભા થાવ ! તમને કાંઈ જ થયું નથી ! '

અને તેઓ પલંગમાંથી ઉભા થયા . 

બીમારી તેમના શરીરમાં નહીં પણ તેમના વિચારોમાં હતી .

ત્યાર બાદ સત્યમે ડોકટરને મળી વિનંતિ કરી હતી .

' મારા પિતાજી કોઈ પણ ફરિયાદ લઈને તમારી પાસે આવે તો તેમના મોઢે કોઈ જ વાત ના કરશો . '

Our life is what our thoughts make it .

આપણી વિચાર ધારા જ આપણી જિંદગી ઘડે છે . - ડેલ કારનેગી .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ 

એક રાતની ઘટના સત્યમ કેમેય વિસરી શકતો નહોતો . તેનો દીકરો ક્ષિતિજ ઘણો જ નાનો હતો .

રાતના એક વાગ્યે તે ઊઠીને એકાએક રડવા લાગ્યો હતો . સત્યમ અને નિરાલીએ તેને શાંત પડવાની ખૂબ જ મથામણ કરી હતી , પણ તેનું રુદન કેમેય શમતું નહોતું . તે દિવસે સત્યમ ખૂબ જ થાકી ગયો હતો . તેને આરામની સતત જરૂર હતી . પણ દીકરાના રુદને તેની નીંદર હણી લીધી હતી . તેને શાંત કરવાની કોશિશમાં સત્યમ તેને નીચે લઈ ગયો હતો .પણ તેનો કોઈ જ અર્થ સર્યો નહોતો . થાકી અને કંટાળીને એક ક્ષણ પૂરતો તેણે ક્ષિતિજને રસ્તામાં મૂકી દીધો હતો . આથી તે વધારે જોરથી રડવા લાગ્યો હતો . સત્યમે તરત જ તેને તેડી લીધો હતો ! 

શું તેના આ પ્રકારના અવિચારી વર્તનથી દીકરાને અંધાપો બક્ષ્યો હતો .?

દુનિયાના બધા અનર્થ માટે પોતાની જાતને જવાબદાર ગણાવવાની આદત ધરાવતા સત્યમના દિમાગમાં આ સવાલ ઉઠ્યો હતો !

શું તેણે ક્ષિતિજને અંધારામાં એકલો છોડ્યો હતો તેથી આવું થયું હતું ?

તે રાત્રે ક્ષિતિજને બિહામણું સપનું આવ્યું હતું .

' તમારા પરિવાર પર કુદરતનો કોપ છે . આ ઘરની છોકરીના છોકરાને જરૂર અંધાપો આવશે ! '

અને આ વાત અક્ષરશઃ સાચી નીવડી હતી !

પોતાના મામાની માફક ક્ષિતિજની આંખોની રોશની ચાલી ગઈ હતી !

બધા ડૉક્ટરનો એક જ સુર હતો !

' આ બીમારીનો કોઈ જ ઈલાજ નથી .'

ડોકટરે ક્ષિતિજની હાજરીમાં જ આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો . તેથી તે માનસિક રીતે તદ્દન ભાંગી ચુક્યો હતો . તેણે માની લીધું હતું કે તે કંઈ જ નહીં કરી શકે . તેણે કોશિશ પણ કરી નહોતી .

તેણે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું . છતાં પણ તે નકારાત્મક વિચાર ધારામાંથી બહાર આવી શક્યો નહોતો . તેણે પોતાની ભીતરમાં છુપાઈ બેઠેલા તેના આ દુશ્મનને ના પારખવાની ગંભીર ભૂલ કરી પોતાની જિંદગી નર્ક બનાવી દીધી હતી ! 

તેને અંધ શાળામાં ભરતી કર્યો હતો . ત્યાં સૌથી પહેલાં તેમને એક જ વાત શીખવવામાં આવતી હતી :

' તમારી નબળાઈ સ્વીકારો ! તેને છુપાવવાથી નુકસાન થાય છે . '

શાળામાં તેમને એક જ પ્રાર્થના શીખવાડી હતી .

' ઇતની શક્તિ હમેં દેના દાતા ,

મન કા વિશ્વાસ કમજોર હોના ,

હમ ચલે નેક રસ્તે પે હમ સે ,

ભૂલ કર ભી કોઈ ભૂલ હોના ,

આ તેની મનગમતી પ્રાર્થના હતી . પણ તેના પરથી તેણે કોઈ જ શીખ કે બોધ લીધો નહોતો . તે સતત પોતાની નબળાઈ લોકોથી છુપાવતો હતો .

તેની નબળાઈ ધીરે ધીરે લોકોની નજરમાં આવી ચૂકી હતી . છતાં બહુધા સગા સંબંધી આ વાતથી અજાણ હતા . તેણે અભ્યાસ પૂરો કરી લીધો હતો . તેથી તેના લગ્નના માંગા પણ આવવાના શરૂ થઈ ગયા હતા ! પણ ક્ષિતિજે એક નિર્ણય લઈ લીધો હતો ! 

તે લગ્ન કદી નહીં કરે ! 

ત્યાર બાદ સત્યમે પોતાની જગ્યા ડોંબિવલીમાં લીધી હતી અને તેઓ ત્યાં રહેવા ચાલી ગયા હતા . આ જગ્યા સ્નેહા ના પતિએ અપાવી હતી અને સત્યમે તેને દલાલી ચૂકવી હતી .

ક્ષિતિજે નબળાઈની અવગણના કરવાને બદલે માથે ચઢાવી દઈ પોતાની જિંદગીને નર્ક બનાવી દીધી હતી .નકારાત્મક વિચારને ઢાલ બનાવી તેણે જિંદગીને ઘોર અંધકારમાં ધકેલી દીધી હતી .

શરુઆતમાં સત્યમ તેને મુકવા જતો હતો . પણ પછી ત્યાંના શિક્ષકના કહેવાથી તેને એકલો મોકલવાનું ચાલું કર્યું હતું . સત્યમ તેને સ્ટેશન સુધી લઈ જતો હતો . તેને અપંગના ડબ્બામાં ચઢાવી દેતો હતો . અને સાંજના તેને લેવા સ્ટેશને જતો હતો .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ક્રમશઃ 

શુ તે તેેના પિતાજીની છેલ્લી વાર સુુુરત નિહાળી શકશે ?

તેેેઓ બધા હાલમાં મુંબઈ પાછા ફર્યા હતા . હજી તો તેમનો થાક પણ ઉતર્યો નહોતો અને માથે મોટી આફત આવી પડી હતી .

પિતાજીના મોતનો ભાવિકાને જબરો આઘાત લાગ્યો હતો . તેની આંખોના આંસૂ પણ અટકવાનું નામ લેતા નહોતા . 

કૃષ્ણ ભગવાને ઈશ્વર લાલની લાજ તો રાખી હતી , સાથોસાથ સત્યમની લાજ પણ રાખી હતી . અને તેને પિતાજીને અગ્નિદાહ દેવાનો મોકો મળ્યો હતો .

0000000000

એક તરફ તે જ્ઞાની હોવાનો દાવો કરતો હતો . અને બીજી તરફ ? સામાન્ય વાત પણ માનવા તૈયાર નહોતો .

તેના મગજમાં જેે વિચાર આવતો હતો , ક્ષિતિજ એને જ સચ્ચાઈ માનીને ચાલતો હતો . તે અન્ય કોઈનો પણ વિશ્વાસ કરતો નહોતો . આ કારણે ઘરમાં સતત વિવાદ , કંકાસનું વાતાવરણ છવાયેલું રહેતું હતું . મા દીકરા વચ્ચે ૩૬નો આંક હતો . વાતવાતમાં તેઓ વિવાદ કરતા હતા . એક બીજાને ઉતારી પાડતા હતા . અને મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી . હું ઘરમાં મિનિટે મિનિટે ઉભો થતો સિનારિયો નિહાળી ત્રાહિમ ત્રાહિમ પોકારી જતો હતો મને ઘણી વાર ભાગી જવાનો વિચાર થઈ આવતો હતો . પણ હું પોતાના પરિવાર પ્રતિ બેહદ લાગણી ધરાવતો હતો. આથી એવું કોઈ જ પગલું ભરી શકતો નહોતો .

ભગવાન કોઈને એક ઇન્દ્રિય ઓછી જરૂર આપે છે પણ સાથોસાથ બાકીની ઇન્દ્રિયો એટલી સબળ આપે છે કે એક ઇન્દ્રિયની કમી વર્તાતી નથી.

હું વારંવા મારા દીકરાને આ વાત સમજાવવા મથતો હતો . પણ ક્ષિતિજ કોઈ વાત માનતો કે સાંભળતો નહોતો . તેની નકારાત્મક સોચ જ તેની વેરી બની ગઈ હતી . તેણે પોતાની આસપાસ નકારાત્મક વિચારોની વાડ બનાવી લીધી હતી જેમાંથી તે બહાર નીકળતો જ નહોતો .

આ દુનિયામાં ભગવાને કોઈને એટલો લાચાર કે કમજોર નથી બનાવ્યો . માનવી ચાહે તો બધું કરી શકે છે . બસ તેને માટે ઈચ્છા , ધગશ તેમ જ ઉત્સાહની આવશ્યક્તા હોય છે . ભગવાને દરેકની ભીતર શક્તિનો ભરપૂર ખજાનો ભર્યો છે . બસ તેને બહાર કાઢવાની , તેનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર હોય છે . આ શક્તિ બજારમાં વેચાતી નથી મળતી . સત્યમે તેના દીકરાને આ વાત સમજાવવાની કોશિશ કરી હતી . પણ તે તો હારીને, બધું છોડીને બેસી ગયો હતો . આ હાલતમાં કોણ તેની મદદ કરી શકે ?

તેના વ્યવહારથી ઘરમાં સદૈવ તંગદિલીનું વાતાવરણ છવાયેલું રહેતું હતું . તેની જિંદગી એક ચેક પોસ્ટ બનીને રહી ગઈ હતી . તે એક એક ક્ષણનો હિસાબ રાખતો હતો . માં બાપની પ્રત્યેક હરકત પર ચાંપતી નજર રાખતો હતો . દરેક વસ્તુને પોતાની રીતે કરવાની જીદ કરતો હતો . ' લેટ ગો ' , ' ચાલશે ' , ' વાંધો નહીં ' આવા શબ્દો તેની ડિક્સનરી માં નહોતા . તે દરેક ચીજ પર સંભાષણ કરતો હતો . દરેક ઘટનાનું પોસ્ટ મોર્ટમ કરતો હતો . દરેક શબ્દના જવાબ આપતો હતો . તે સાચો છે તેવું ઠસાવવાનો પ્રયાસ કરતો હતો . તેનો વિરોધ થતાં ગાળાગાળી પર ઉતરી આવતો હતો .

તેને અંધ શાળામાં દાખલ કર્યો હતો . એ ધારત તો ફિજીયોથેરાપિસ્ટ બની લોકોની સેવા કરી શક્યો હતો .પણ આ બાબત ન તો તેણે કોઈ કોશિશ કરી હતી ન તો કોઈ વિચાર . શાળામા તેને ગૃહ ઉદ્યોગની અમુક ચીજો જેવા કે અગરબત્તી , ફીનાઇલ , કાગળની થેલી ઇત્યાદિ બનાવતા શીખવાડ્યું હતું . તે ખાલી ચીજો બનાવતો હતો . બાકી તેના વેચાણ માટે મારે જ દોડવું પડતું હતું .આ હાલતમાં આ કામ બંધ કરવું પડ્યું હતું .

બીજું તો ખાસ ક્ષિતિજ શીખ્યો નહોતો પણ સોબતમાં ગંદી ગાળો બોલતાં જરૂર શીખ્યો હતો .

તે ઘરમાં બેસીને તેની મા ની દરેક પ્રવૃતિમાં માથું મારતો હતો . ૨૪ કલાક કિચનમાં ભરાઈને તેને સલાહ આપતો હતો , ટકોર કરતો હતો . વાતવાતમાં તેને ઉતારી પાડતો હતો .

" તારામાં અક્કલ નથી ! તું માં નથી ડાકણ છે . રાક્ષસ છે . રાંડ છે. " તેવા લવારા કરતો હતો. 

તેનામાં ધીરજનો પણ અભાવ હતો . તેનો પડ્યો બોલ ઝીલવો જ રહ્યો . તેવી મારી હાલત કરી નાખી હતી . માતાને મદદ કરવાના બહાને તેને મગરની જેમ સતત પાણીમાં રહેવાની આદત પડી ગઈ હતી . દિવસમાં સો વાર તે સાબુથી હાથ ધોતો હતો . દરેક ચીજને પણ પાણીથી ધોતો હતો એટલું જ નહી માં બાપને પણ તેના પગલે ચાલવાની ફરજ પડતો હતો . પચાસ વાર ઘર ભીંનું કરતો હતો અને પછી હોટેલના વેઇટરની જેમ પોતા માર્યા કરતો હતો .

આ કારણે તેની હથેળી પર છાળા પડી ગયા હતા . તેના હાથ સડી ગયા હતા . છતાં તેની સાન ઠેકાણે આવતી નહોતી . તે વાતવાતમાં મને ગુસ્સો કરાવી તેનેલોકોની નજરમાં બદનામ કરતો હતો . તે બધી રીતે અસહ્ય બની ગયો હતો . હું ક્ષિતિજને ફરીથી તેના ભાવિ માટે અંધ શાળામાં ભરતી કરવા માંગતો હતો . પણ તે કોઈ પણ રીતે માનતો નહોતો . તે ભણેલો ગણેલો હતો પણ તેની સોચ એક નાનકડા બાળકને પણ શરમાવતી હતી . તેની વાત સાંભળી હું ચકિત રહી ગયો હતો .

" તમને હું ગમતો નથી . મને નફરત કરો છો તેથી જ મને આ રીતે દૂર કરવા માંગો છો ! હું તેના પર ગુસ્સો કરતો હતો . આથી તેના દિમાગમાં આવી ગ્રંથી બંધાઈ ગઈ હતી . એ ભણ્યો હતો છતાં તે એટલું સમજતો નહોતો કે આપણે જેને પ્રેમ કરીએ છીએ જેના પ્રતિ લાગણી ધરાવીએ છીએ તેના પર જ ગુસ્સો કરીએ છીએ . પ્રેમ અને ગુસ્સો એક સિક્કાની બે બાજુ જેવા હોયછે. 

00000

રોશની લોહીનો ધંધો છોડી ઉજળી દુનિયામાં પાછી ફરવા માંગતી હતી . તેની પાસે આવતો એક ઘરાક તેને પ્રેમ કરવાનો દાવો કરતો હતો . તેની જોડે લગ્ન કરવા માંગતો હતો . પણ તેના સંચાલન કરતા લોકો તેની મોટી કિંમત માંગતા હતા . રોશનીએ પોતાની સમસ્યા મને બયાન કરી હતી . અને મેં કરાટે ટીમની મદદ લઇ રોશનીને આ નરકમાંથી મુક્તિ અપાવી હતી .

તે છોકરાનું નામ સુજીત હતું . તેના માતા પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા . આ હાલતમાં પણ તેણે રોશની જોડે લગ્ન કર્યા હતા અને માતા પિતાનું ઘર છોડી દીધું હતું . સંપત્તિનો હકક પણ જતો કર્યો હતો અને નવેસરથી જિંદગી શરૂ કરી હતી . સુજીત શેર બજારમાં દલાલીનું કામ કરતો હતો , સાથમાં એસ્ટેટ એજેન્ટનું પણ કામ કરતો હતો .

રોશની તેને ભરપૂર સ્નેહ લાગણીથી નવાજતી હતી . આ જ કારણે સુજીતે તેનું નામ બદલીને સ્નેહા રાખ્યું હતું . તેનું નામ માત્ર સુજીત માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું હતું . તેના પગલાં શુકન વંતા સાબિત થયાં હતાં . અને તેમને સારા દિવસો જોવાનો લ્હાવો મળ્યો હતો .

સ્નેહા તેના પતિને મદદ કરવા માંગતી હતી . પણ સુજીત તેને બહાર મોકલવા માંગતો નહોતો .

પણ એકાએક સંજોગો બદલાઈ ગયા . એકાએક સુજીતની બંને કિડની ખરાબ થઈ ગઈ . ત્યારે સ્નેહા ગર્ભવતી હતી . તે ના છૂટકે પોતાના પતિને લઈ સાસરે ગઈ હતી . તેના સાસુ સસરાએ તેને અપમાનિત કરી હતી . દીકરાની હાલત માટે સ્નેહાને જવાબદાર ગણી હતી . તેઓ એક જ શરતે દીકરાને પાછો ઘરમાં લેવા તૈયાર હતા . મદદ કરવા તૈયાર હતા .

" તું મારા છોકરાને છોડી દે ! "

પોતાના પતિની જીંદગી માટે તે સતી સાવિત્રી બનવા તૈયાર હતી .

તેની વાત સાંભળી સુજીત ભડકી ગયો હતો .

તેણે કોઈ પણ સ્થિતિમાં માતાપિતાના બારણે ન જવાના સોગંદ લીધા હતા . સ્નેહાને પણ સોગંદ આપ્યા હતા . આ સ્થિતિમાં સ્નેહાએ હિંમત રાખી કમર કસી પોતાની પડોશમાં રહેતી મહિલાને કામ શોધી આપવાની ભલામણ કરી . આ મહિલા જોગાનુજોગ મ્યૂઝિકાની મમ્મી હતી . જે અનાયાસ મને રસ્તામાં મળી ગઈ હતી . અને મેં માર જવાબદારી પર સ્નેહાને કામે રાખી લીધી હતી .

સુજીતને કિડની દાતાની જરૂર હતી . પણ તેને માટે ના તો પૈસા હતા ના તો તેની માંસ પેચી સાથે મેચ થાય તેવી કિડની ઉપલબ્ધ હતી . હું પોતાની કિડની આપવા તૈયાર હતો

પણ હું ખુદ એક જ કિડની પર જીવી રહ્યો હતો . આ હાલતમાં હું કિડની દાન કરી શકું તેમ નહોત. સ્નેહા ની કિડની પણ કામ આવે તેમ નહોતી .

આ હાલતમાં સ્નેહા અને આવનાર બાળકની જવાબદારી મને સોંપી સુજીતે સદાય માટે આંખો મીંચી દીધી હતી !

" તમે ચાહો તે રીતે સ્નેહના ભવિષ્યનો નિર્ણય કરજો . તેને મહિલા રોજગાર અને કલ્યાણ સંસ્થામાં દાખલ કરાવી દે જો . તે ફરીથી પરણવા માંગતી હોય તો પરણાવી દે જો. તેના સ્નેહ પ્રેમે મને સુંદર મોતની લહાણી કરી છે . "

તેના મોતે મારી આંખો ચુઈ પડી હતી .

શરુઆતમાં સુજીતને તેની પત્ની સાથેના મારા સંબંધોને સ્વીકાર્યા નહોતા . પણ પછી મારી એક વાર્તા વાંચ્યા બાદ તેણે સંબંધની સચ્ચાઈ કબૂલી લીધી હતી . અમારા પવિત્ર સંબંધની ગરિમા જાળવી હતી .

ઓફિસમાં લોકો અને ખાસ કરીને જરીવાલો અમારા સંબંધ પર આંગળી ઉઠાવતો હતો. તેની નજર હજી પણ સ્નેહા પર હતી . તે હજી પણ સ્નેહાનુ પડખું સેવવાની ખેવના ધરાવતો હતો . તેના પતિના મોતે તેનો માર્ગ મોકળો બની ગયો હતો . તેવી માન્યતામાં જીવતો હતો . પણ હું તેની પડખે ઉભો હતો . આથી તેની દાળ ગળતી નહોતી . તે વારંવાર મને કટાક્ષ કરતો હતો .

" તમને તો જલસા થઈ ગયા . "

જરીવાલો શું કહેવા માંગતો હતો ?

હું તેનો સૂર પામી ગયો હતો . એક પળ મને જરીવાલાની જીભ ખેંચી કાઢવાનું મન થયું હતું . પણ મારી જાતને વાળી લીધી હતી . તે ઉકરડો હતો . તેમાં હાથ નાખવાથી ગંદકી જ હાથ લાગે તેમ હતી . આ હિસાબે મેં ચુપકીદી ધારણ કરવી મુનાસીબ લેખ્યું .

હું સ્નેહાને દીકરી માનતો હતો . પણ મારી પત્ની તેમજ ક્ષિતિજ આ વાત સ્વીકારી શકે તેમ નહોતા . આમ પણ ઘરમાં વિસંવાદિતા તેમ જ વિવાદનું વાતાવરણ હતું . આ હાલતમાં મેં સ્નેહાને ' માં ના ઘર ' નામની સંસ્થામાં ભરતી કરી દીધી હતી . જે જોગાનુજોગ ગરિમા ચલાવી રહી હતી .

વરસો બાદ સ્નેહાને કારણે બંને ફરી આમને સામને થયા હતા .

મે મારા વર્તન બદલ ફરી વાર ગરીમાંની માફી માંગી હતી . તેથી ગરિમાને નવાઈ લાગી હતી . કમ સે કમ બે દાયકાથી વિશેષ સમય વીતી ગયો હતો . છતાં હું આ વાત ભૂલી શક્યો નહોતો . તે બદલ ગરિમાએ સહૃદયી બની મને ભલામણ કરી હતી .

" હું તો આ વાત ભૂલી ગઈ છું . તમે પણ સદાય માટે આ વાતને તમારા દિલોદિમાગમાંથી કાઢીને બહાર ફેંકી દો . મને કે મારા પતિને તમારા પ્રત્યે કોઈ ફરિયાદ કે શિકાયત નથી . તમે તો જાણો છો . હું માનસ શાસ્ત્રની સ્ટુડન્ટ છું . તમે કઈ સ્થિતિમાં આવી વર્તણુક કરી હતી . તેની મને જાણ હતી . તમે બદમાશ કે ખલનાયક નીવડ્યા તો રાખડી બાંધી તમારું હદય પરિવર્તન કરવા માંગતી હતી . પણ તમે તો મારી સગાઈ થયાની વાત જાણ્યા બાદ મને બહેન ગણી માથે હાથ મૂકી શપથ લઈ તમારી સાચી પહેચાન આપી હતી . આ હાલતમાં રાખડી બાંધી તમારી ઇમાનદારીનું અપમાન કરવા માંગતી નહોતી . તેથી જ રાખડી કઠેરા પર મૂકી જતી રહી હતી . "

" તમારા ગયા બાદ મેં મારી માતાને સવાલ પૂછ્યો હતો . ' ગરીમાએ મને રાખડી કેમ ના બાંધી ? ' તેના જવાબમાં માતાએ આવી જ વાત કરી હતી ! "

" તમારી મધર તમને ખૂબ જ ચાહે છે . તમારી હાલતને કારણે તેઓ કેટલા ચિંતિત થઈ ગયા હતા , ગભરાઈ ગયા હતા . તેમની બોડી લેંગ્વેજે મને આ વાત સમજાવી દીધી હતી ."

"હું પણ તેમને ખૂબ ચાહતો હતો . તેઓ મારા સ્ટેપ મધર હતા છતાં મને સગા દીકરાની જેમ રાખતા હતા . તેમના મોતે હું સાવ નિરાધાર અટૂલો બની ગયો હતો . તેમને અંતિમ ઘડીમાં ના મળાયું , કોઈ વાત ના કરવા પામ્યો તેનો સતત અફસોસ થાય છે . "

" શું તેઓ બીમાર હતા ? "

" આમ તો તેમને ટી બી થયો હતો . પણ તેઓ સાજા પણ થઈ ગયા હતા . પણ એકાએક તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું અને તેઓ બેભાન બની ગયા હતા અને ત્રીસ કલાકમાં જ ઉકલી ગયા હતા ! "

સાંભળીને ગરિમાએ દુઃખની લાગણી અનુભવી હતી .

ત્યાર બાદ સ્નેહાને મળવાને બહાને અનેક વાર હું ગરિમાને મળ્યો હતો . બંને સાચા અર્થમાં ભાઈ બહેન બની ગયા હતા . તેના પતિ ગૌરવે પણ દરિયાદિલી દાખવી અમારા સંબંધ ને માન્યતા આપી હતી .

ક્ષિતિજના મામલામાં મે બધી જ આશ છોડી દીધી હતી . ત્યારે ગરિમા અંધારામાં દીવો લઇ મારી સામે ઉભી રહી ગઈ હતી . ક્ષિતિજ તો કોઈ પણ રીતે જવા તૈયાર નહોતો . ત્યારે ગરિમાએ આંતરિક સૂઝ દાખવી ક્ષિતિજને પોતાના દ્વારા જ સંચાલિત અંધ શાળામાં ભરતી કરી દીધો હતો !

અને આમ સ્નેહા અને ક્ષિતિજ વચ્ચે વાતચીતનો સેતુ બંધાયો હતો ! ધીમે ધીમે તેમનો પરિચય વધી ગયો હતો . બંને એકમેકને પસંદ કરવા લાગ્યા હતા . ક્ષિતિજ મારો દીકરો હતો તે જાણી સ્નેહા તેનો વિશેષ ખ્યાલ રાખતી હતી .

માં ના ઘરમાં આશરો લીધા બાદ ત્રીજે મહિને સ્નેહાએ એક બાળકને જન્મ આપ્યો હતો . ક્ષિતિજ પણ સ્નેહાના બાળકમાં માનો લીન થઈ ગયો હતો .

બાળકને કારણે સ્નેહા અને ક્ષિતિજ પણ એકમેકની નિકટ આવી ગયા હતા . ક્ષિતિજને શું ગમતું હતું ? ભાવતું હતું ? સ્નેહા તેનું ધ્યાન રાખતી હતી . બંનેમાં એક સામ્યતા હતી . તેમને ગાવાનો શોખ હતો . બંને પોતપોતાના રૂમમાં તેમને ગમતા ગીતો ગણગણાવતા હતા . ગીતોની ચોઇસ પણ બહુધા મળતી આવતી હતી !

ઘણી વાર એવું બનતું હતું . બંનેની રૂમમાંથી એક જ ગીત સંભળાતું હતું . ગરિમાને આ વાતની જાણ થઈ ત્યારે તેને અચરજની લાગણી જન્મી હતી . કુદરતની આ કારીગરીમાં તેને કોઈ શુભ સંકેત દેખાયો હતો .

એક ક્ષણ તેના દિમાગમાં એક સવાલ ઝબુકયો હતો !

આ બંને એક થઈ જાય તો ?

બંનેને કોઈ સહારો મળી જાય !

સ્નેહા મારા ઘરમાં મારા દીકરાની વહું બનીને જાય તો ઘણી બધી સમસ્યા આપોઆપ દૂર થઈ જાય .

મે પણ અનેક વાર તેમના વચ્ચેની આત્મીયતા સગી આંખે નિહાળી હતી . હું પણ મારા દીકરા ને પરણાવવા માંગતો હતો , પોતાનો વંશ વેલો આગળ ધપાવવા માંગતો હતો . અને વાત તે દિશામાં આગળ વધી રહી હતી . તે જોઈ મારા હૈયામાં આશાનો નવલો સંચાર થયો હતો .તે વખતે તેના કાનમાં સુજીતની વાત પડઘાઇ રહી હતી .

" સ્નેહા ફરી લગ્ન કરવા ચાહતી હોય તો તેને રોકશો નહીં ! "

આ બાબત હું હકારાત્મક રીતે વિચાર કરવા લાગ્યો હતો . પણ ક્ષિતિજનું બદલાયેલું વર્તન મને આ બાબત વિચાર કરતા રોકી રહ્યું હતું . એક માં બાપ પોતાના દીકરાને બરદાસ્ત કરી શકતા નહોતા . તો પછી પારકી છોકરી પાસેથી શું આશા રાખી શકાય ?

સ્નેહા પર ખૂબ જ વીતી હતી . સત્યમ હું તેને વધારે દુઃખ આપવા માંગતો નહોતો .

એક વાર મોકો જોઈ ગરિમાએ આ ટોપિક છેડયો હતો.
મે તેની લાગણી ભાવનાનો સ્વીકાર કર્યો હતો . પણ ક્ષિતિજનું દિમાગ બિલકુલ કટાઇ ગયું હતું . આ હાલતમાં તે સ્નેહાને સુખી નહીં કરી શકે તે સંભાવનાનો સ્વીકાર કરતો હતો . આથી જ હું ગરિમાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં ખચકાટ અનુભવી રહ્યો હતો . તેના બીમાર દિમાગની વાત પર ગરિમાએ મને ધરપત આપી હતી :

" મને તમે ત્રણ મહિનાનો સમય આપો ! હું તમારા દીકરાને નોર્મલ કરી દઈશ ! "

અને મે તેના પર ભરોસો મૂકી ગરિમાને મહેતલ આપી હતી .

ક્ષિતિજને માનસિક ચિકિત્સા આપ્યા બાદ તેનામાં અદભુત પલટો આવ્યો હતો . તે એક નોર્મલ વ્યકિતની માફક વાત કરી રહ્યો હતો ! તે સ્નેહાનુ તેના મૃત પતિ સુજીત કરતા પણ વિશેષ ધ્યાન રાખતો હતો . તેને ક્ષિતિજમાં પોતાનો ખોવાયેલો પતિ દેખાવા લાગ્યો હતો .

સ્નેહા એક જમાનામાં દેહનો વ્યવસાય કરતી હતી . તે જાણી નિરાલી પણ તેના પ્રત્યે સુગ ધરાવતી હતી . ક્ષિતિજ પણ તેને ગંદી માનતો હતો . તેના પિતા સઘળું જાણતા હતા . છતાં તેની સાથે સંબંધ રાખતા હતા . તેને દીકરી માનતા હતા . આ વાતથી તે નારાજ રહેતો હતો . તેના પિતા પર મનફાવે તેવા આળ ચઢાવતો હતો . એક વાર તો તેણે હદ જ કરી નાખી હતી !

" આ ઉંમરે તમને આવા ધંધા કરતા લાજ નથી આવતી ! "

હકીકત જાણ્યા પછી તે સ્નેહાને ધિક્કારશે . તેને નફરત કરશે . એ જ સ્નેહા સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો છે . તે જાણી તે તરત જ લગ્ન કરવાની ના પાડી દેશે . મને ભય લાગી રહ્યો હતો .

આ હાલતમાં ગરિમા અને મેં એક જુઠાણું હાંકવાની તૈયારી કરી લીધી . પોતાના દીકરાને સ્નેહાની પ્રેમ લાગણીએ ઠેકાણે આણ્યો હતો . તે જાણી નિરાલી દીકરાના લગ્ન સ્નેહા સાથે કરવા તૈયાર થઈ ગઈ હતી . તે જૂઠાણાંમાં સાથ આપવા તૈયાર થઈ ગઈ હતી .

ક્ષિતિજ વોઝ ગુડ ફોર નથિંગ , તે કોઈ કામનો નહોતો . આ જ કારણે લાંબા ગાળે તેણે ત્રીજા બાળકની અપેક્ષા રાખી હતી . તે પુત્રને ચાહતો હતો . તેની આ આશ એક ગીત બનીને સત્યમના મોઢે ત્રીજી પ્રસુતિ વખતે ગુંજી રહી હતી . પણ તેને દીકરી જન્મી હતી . આમ તો તે દીકરો હોય કે દીકરી તેમાં કોઈ ફરક જોતો નહોતો . જન્માષ્ટમીના દિને તેના ઘરે દીકરી જન્મી હતી અને સત્યમે તેનું નામ કૃષ્ણા રાખ્યું હતું .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

વરસો બાદ સ્નેહાને કારણે બંને ફરી આમને સામને થયા હતા . 

સત્યમે પોતાના વર્તન બદલ ફરી વાર ગરીમાંની માફી માંગી હતી . તેથી ગરિમાને નવાઈ લાગી હતી . કમ સે કમ બે દાયકાથી વિશેષ સમય વીતી ગયો હતો . છતાં સત્યમ આ વાત ભૂલી શક્યો નહોતો . તે બદલ ગરિમાએ સહૃદયી બની તેને ભલામણ કરી હતી .

' હું તો આ વાત ભૂલી ગઈ છું . તમે પણ સદાય માટે આ વાતને તમારા દિલોદિમાગમાંથી કાઢીને બહાર ફેંકી દો . મને કે મારા પતિને તમારા પ્રત્યે કોઈ ફરિયાદ કે શિકાયત નથી . તમે તો જાણો છો . હું માનસ શાસ્ત્રની સ્ટુડન્ટ છું . તમે કઈ સ્થિતિમાં આવી વર્તણુક કરી હતી . તેની મને જાણ હતી . તમે બદમાશ કે ખલનાયક નીવડ્યા તો રાખડી બાંધી તમારું હદય પરિવર્તન કરવા માંગતી હતી . પણ તમે તો મારી સગાઈ થયાની વાત જાણ્યા બાદ મને બહેન ગણી માથે હાથ મૂકી શપથ લઈ તમારી સાચી પહેચાન આપી હતી . આ હાલતમાં રાખડી બાંધી તમારી ઇમાનદારીનું અપમાન કરવા માંગતી નહોતી . તેથી જ રાખડી કઠેરા પર મૂકી જતી રહી હતી . '

' તમારા ગયા બાદ મેં મારી માતાને સવાલ પૂછ્યો હતો . ' ગરીમાએ મને રાખડી કેમ ના બાંધી ? ' તેના જવાબમાં માતાએ આવી જ વાત કરી હતી ! '

' તમારી મધર તમને ખૂબ જ ચાહે છે . તમારી હાલતને કારણે તેઓ કેટલા ચિંતિત થઈ ગયા હતા , ગભરાઈ ગયા હતા . તેમની બોડી લેંગ્વેજે મને આ વાત સમજાવી દીધી હતી .'

હું પણ તેમને ખૂબ ચાહતો હતો . તેઓ મારા સ્ટેપ મધર હતા છતાં મને સગા દીકરાની જેમ રાખતા હતા . તેમના મોતે હું સાવ નિરાધાર અટૂલો બની ગયો હતો . તેમને અંતિમ ઘડીમાં ના મળાયું , કોઈ વાત ના કરવા પામ્યો તેનો સતત અફસોસ થાય છે . '

' શું તેઓ બીમાર હતા ? '

' આમ તો તેમને ટી બી થયો હતો . પણ તેઓ સાજા પણ થઈ ગયા હતા . પણ એકાએક તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું અને તેઓ બેભાન બની ગયા હતા અને ત્રીસ કલાકમાં જ ઉકલી ગયા હતા ! '

સાંભળીને ગરિમાએ દુઃખની લાગણી અનુભવી . 

ત્યાર બાદ સ્નેહાને મળવાને બહાને અનેક વાર સત્યમ ગરિમાને મળ્યો હતો . બંને સાચા અર્થમાં ભાઈ બહેન બની ગયા હતા . તેના પતિ ગૌરવે પણ દરિયાદિલી દાખવી તેમના સંબંધને માન્યતા આપી હતી .

ક્ષિતિજના મામલામાં સત્યમે બધી જ આશ છોડી દીધી હતી . ત્યારે ગરિમા અંધારામાં દીવો લઇ તેની સામે ઉભી રહી ગઈ હતી . ક્ષિતિજ તો કોઈ પણ રીતે આશ્રમમાં જવા તૈયાર નહોતો . ત્યારે ગરિમાએ આંતરિક સૂઝ દાખવી ક્ષિતિજને પોતાના દ્વારા જ સંચાલિત અંધ શાળામાં ભરતી કરી દીધો હતો ! 

અને આમ સ્નેહા અને ક્ષિતિજ વચ્ચે વાતચીતનો સેતુ બંધાયો હતો ! ધીમે ધીમે તેમનો પરિચય વધી ગયો હતો . બંને એકમેકને પસંદ કરવા લાગ્યા હતા . ક્ષિતિજ સત્યમનો દીકરો હતો તે જાણી સ્નેહા તેનો વિશેષ ખ્યાલ રાખતી હતી .

માં ના ઘરમાં આશરો લીધા બાદ ત્રીજે મહિને સ્નેહાએ એક બાળકને જન્મ આપ્યો હતો . ક્ષિતિજ પણ સ્નેહાના બાળકમાં માનો લીન થઈ ગયો હતો .

બાળકને કારણે સ્નેહા અને ક્ષિતિજ પણ એકમેકની નિકટ આવી ગયા હતા . ક્ષિતિજને શું ગમતું હતું ? ભાવતું હતું ? સ્નેહા તેનું ધ્યાન રાખતી હતી . બંનેમાં એક સામ્યતા હતી . તેમને ગાવાનો શોખ હતો . બંને પોતપોતાના રૂમમાં તેમને ગમતા ગીતો ગણગણાવતા હતા . ગીતોની ચોઇસ પણ બહુધા મળતી આવતી હતી ! 

ઘણી વાર એવું બનતું હતું . બંનેની રૂમમાંથી એક જ ગીત સંભળાતું હતું . ગરિમાને આ વાતની જાણ થઈ ત્યારે તેને અચરજની લાગણી જન્મી હતી . કુદરતની આ કારીગરીમાં તેને કોઈ શુભ સંકેત દેખાયો હતો .

એક ક્ષણ તેના દિમાગમાં એક સવાલ ઝબુકયો હતો !

આ બંને એક થઈ જાય તો ?

બંનેને કોઈ સહારો મળી જાય !

સ્નેહા સત્યમના ઘરમાં તેના દીકરાની વહું બનીને જાય તો ઘણી બધી સમસ્યા આપોઆપ દૂર થઈ જાય . 

સત્યમે પણ અનેક વાર તેમના વચ્ચેની આત્મીયતા સગી આંખે નિહાળી હતી . તે પણ પોતાના દીકરાને પરણાવવા માંગતો હતો , પોતાનો વંશ વેલો આગળ ધપાવવા માંગતો હતો . અને વાત તે દિશામાં આગળ વધી રહી હતી . તે જોઈ સત્યમના હૈયામાં આશાનો નવલો સંચાર થયો હતો .તે વખતે તેના કાનમાં સુજીતની વાત પડઘાઇ રહી હતી .

' સ્નેહા ફરી લગ્ન કરવા ચાહતી હોય તો તેને રોકશો નહીં ! '

આ બાબત સત્યમ હકારાત્મક રીતે વિચાર કરવા લાગ્યો હતો . પણ ક્ષિતિજનું બદલાયેલું વર્તન તેને આ બાબત વિચાર કરતા રોકી રહ્યું હતું . એક માં બાપ પોતાના દીકરાને બરદાસ્ત કરી શકતા નહોતા . તો પછી પારકી છોકરી પાસેથી શું આશા રાખી શકાય ?

સ્નેહા પર ખૂબ જ વીતી હતી . સત્યમ તેને વધારે દુઃખ આપવા માંગતો નહોતો .

એક વાર મોકો જોઈ ગરિમાએ આ ટોપિક છેડયો હતો .

સત્યમે તેની લાગણી ભાવનાનો સ્વીકાર કર્યો હતો . પણ ક્ષિતિજનું દિમાગ બિલકુલ કટાઇ ગયું હતું . આ હાલતમાં તે સ્નેહાને સુખી નહીં કરી શકે તે સંભાવનાનો સ્વીકાર કરતો હતો . આથી જ તે ગરિમાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં ખચકાટ અનુભવી રહ્યો હતો . તેના બીમાર દિમાગની વાત પર ગરિમાએ સત્યમને ધરપત આપી હતી :

' મને તમે ત્રણ મહિનાનો સમય આપો ! હું તમારા દીકરાને નોર્મલ કરી દઈશ ! '

અને સત્યમે તેના પર ભરોસો મૂકી ગરિમાને મહેતલ આપી હતી .

ક્ષિતિજને માનસિક ચિકિત્સા આપ્યા બાદ તેનામાં અદભુત પલટો આવ્યો હતો . તે એક નોર્મલ વ્યકિતની માફક વાત કરી રહ્યો હતો ! તે સ્નેહાનુ તેના મૃત પતિ સુજીત કરતા પણ વિશેષ ધ્યાન રાખતો હતો . તેને ક્ષિતિજમાં પોતાનો ખોવાયેલો પતિ દેખાવા લાગ્યો હતો .

સ્નેહા એક જમાનામાં દેહનો વ્યવસાય કરતી હતી . તે જાણી નિરાલી પણ તેના પ્રત્યે સુગ ધરાવતી હતી . ક્ષિતિજ પણ તેને ગંદી માનતો હતો . તેના પિતા સઘળું જાણતા હતા . છતાં તેની સાથે સંબંધ રાખતા હતા . તેને દીકરી માનતા હતા . આ વાતથી તે નારાજ રહેતો હતો . તેના પિતા પર મનફાવે તેવા આળ ચઢાવતો હતો . એક વાર તો તેણે હદ જ કરી નાખી હતી !

' આ ઉંમરે તમને આવા ધંધા કરતા લાજ નથી આવતી ! '

હકીકત જાણ્યા પછી તે સ્નેહાને ધિક્કારશે . તેને નફરત કરશે . એ જ સ્નેહા સાથે તે લગ્ન કરવા જઈ રહ્યો છે . તે જાણી તે તરત જ લગ્ન કરવાની ના પાડી દેશે . મને ભય લાગી રહ્યો હતો .

આ હાલતમાં ગરિમા અને મે એક જુઠાણું હાંકવાની તૈયારી કરી લીધી . પોતાના દીકરાને સ્નેહાની પ્રેમ લાગણીએ ઠેકાણે આણ્યો હતો . તે જાણી નિરાલી દીકરાના લગ્ન સ્નેહા સાથે કરવા તૈયાર થઈ ગઈ હતી . તે જૂઠાણાંમાં સાથ આપવા તૈયાર થઈ ગઈ હતી .

ક્ષિતિજ વોઝ ગુડ ફોર નથિંગ , તે કોઈ કામનો નહોતો . આ જ કારણે લાંબા ગાળે તેણે ત્રીજા બાળકની અપેક્ષા રાખી હતી . તે પુત્રને ચાહતો હતો . તેની આ આશ એક ગીત બનીને મારા મોઢે ત્રીજી પ્રસુતિ વખતે ગુંજી રહી હતી . પણ મને દીકરી જન્મી હતી . આમ તો તે દીકરો હોય કે દીકરી તેમાં કોઈ ફરક જોતો નહોતો . જન્માષ્ટમીના દિને મારા ઘરે દીકરી જન્મી હતી અને મે તેનું નામ કૃષ્ણા રાખ્યું હતું .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦.

કૃષ્ણા એક છોકરાને પ્રેમ કરતી હતી . તે હલકી જાતિનો હતો . નોન વેજ ખાતી કોમનો સભ્ય હતો . ત્યાં દારૂ શરાબનો પણ કોઈ છોછ નહોતો . એક થી વધારે પત્ની રાખવાનો શિરસ્તો હતો . એવું બધું મારા સાંભળવામાં આવ્યું હતું . આ જ કારણે મેં આ લગ્ન બાબત કોઈ ઉત્સાહ દાખવ્યો નહોતો . મેં ખુદ પ્રેમ લગ્ન કર્યા હતા . અમારા લગ્ન કરીને ખાસ્સો સમય વીતી ગયો હતો . છતાં પતિ પત્નીમાં જોઈએ તેઓ સુમેળ કે સમજદારીનો અભાવ હતો . આ જ કારણે મેં આ લગ્નમાં કોઈ ઉત્સાહ બતાવ્યો નહોતો . મારી આર્થિક હાલત પણ કથળી ગઈ હતી . હું કૃષ્ણાના લગ્ન સારી રીતે કરવા સમર્થ નહોતો . આ હાલતમાં તેમણે ભાગીને લગ્ન કરી લીધા હતા . આથી મારી તબિયત બગડી આવી હતી . હું હદયનો રોગી હતો . મને જબરો આચકો લાગ્યો હતો .

તેની તબિયતની જાણ થતાં કૃષ્ણા તેેેના પતિને લઇ હોસ્પિટલ દોડી આવી હતી . મે તેમને ગળે વળગાડી તરત જ માફ કરી દીધા હતા ! મારી દીકરીએ ભાગીને મેંંરેજ કર્યા હતા . તેેેથી બધા જ નારાજ થઈ ગયા હતા . અમારા પરિવારનો બોયકોટ કર્યો હતો . અમને ખૂબ જ ભાંડયા હતા . મેં ચાહ્યું હોત તો સંબંધીને મૂંહ તોડ જવાબ આપી શક્યો હોત . દાંત ખાટા કરી શક્યો હોત . પણ મેં ચુપકીદી ધારણ કરી લીધી હતી .

આ હાલતમાં મારા સાસુ માએ મને વાહિયાત સવાલ કર્યો હતો :

" આ લગ્ન ભંગ થઈ જશે તો શું કરશો ? "

તેમની આવી વાતથી હું ભડકી ગયો હતો . મેં સાસુ માં ને રોકડું પરખાવી દીધું હતું .

" હું તેને ફરીથી પરણાવીશ . શું તમારા ભાઈના છોકરાની દીકરી ત્રણ વાર નથી પરણી ? "

આ સાંભળી તેમની બોલતી બંધ થઈ ગઈ હતી !

ના જાણે કેમ પણ ક્ષિતિજ પોતાની બહેનના પ્રેમ પ્રકરણને કારણે ઘણો જ નારાજ રહેતો હતો . તેને આ લગ્ન વિશે વાંધો હતો . છોકરો પર ન્યાતી હતો . સમાજમાં તેમની ગણના નિમ્ન કક્ષામાં થતી હતી . વળી તેનું એવું માનવું હતું આ કોમમાં દારૂ પીવો બિલકુલ સામાન્ય વાત હતી . બીજી પત્ની કરવાની પણ અહીં પ્રથા પડી ગઈ હતી . મને પણ તેની વાત સાચી લાગી હતી . અને સૌથી વિશેષ તો બીજી એક વાત હતી . તે છોકરા ના માતા પિતા નહોતા . તે કાકા કાકી પાસે રહેતો હતો . તે જ ગાળામાં તેના કાકા પણ ઉકલી ગયા હતા . દીકરીની સલામતી એ મારા પગ બાંધી દીધા હતા !

કૃષ્ણા એ પિતાની વાત સાંભળી લગ્ન નહીં કરવાનો વાયદો કર્યો હતો . પણ પિતાને પગલે કોઈને પણ કહ્યા વિના પરણી ગઈ હતી .

પરિસ્થિતિ માટે વિશેષતઃ ક્ષિતિજ જ જવાબદાર હતો . હું ઘરનો આગેવાન હતો . છતાં તે ઘરનો માલિક હોય તેમ દરેકમાં પોતાની મરજી પ્રમાણે વર્તતો હતો . આ જ કારણે ઘરમાં વાદ વિવાદ નું વાતાવરણ રહેતું હતું . નિરાલી તેની જનેતા પણ ક્ષિતિજથી ખૂબ જ ડરતી હતી . તેના જૂઠા લાડ વાત્સલ્યને કારણે ક્ષિતિજ તેના માથા પર ચઢી ગયો હતો .તેને કારણે જ ક્રિષ્નાએ પોતાના પિતાને જૂઠો વાયદો આપ્યો હતો .

મેં ખુદ પ્રેમ લગ્ન કર્યા હતા . હું પ્રેમી જનોની કથા વ્યથા વિશે માહિતગાર હતો .એક વાર પ્રેમમાં પડ્યા બાદ તેમાંથી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ કામ છે .

મે હરદમ મારી દીકરીની દરેક નાની મોટી ઈચ્છાઓ પૂરી કરી હતી . પણ મા દીકરાની જીદ સામે હું ઝુકી ગયો હતો .

સાર્થકે મને વાયદો કર્યો હતો :

" હું તમારી દીકરી ને દિલોજાનથી ચાહું છું . હું તેને કદી કોઈ દુઃખ કે તકલીફ નહીં આપું . "

લગ્ન પહેલા પ્રેમી જનો આકાશના તારા તોડી લાવવામાં પણ સમર્થ હોય છે પણ લગ્ન બાદ તેમની એવી તાકાત ઉડન છૂ થઈ જાય છે . તે લોકો સતત સપનાની દુનિયામાં વિહરતા હોય છે . તેઓ બહુધા ભાવુક તેમ જ સંવેદનશીલ હોય છે. વાસ્તવિકતાથી જોજન દૂર હોય છે . આકાશનો ચાંદ લઈ આપવાની વાતો કરે છે . પણ લગ્ન બાદ ઘર માટે શાકભાજી લાવવાની પણ તેવડ નથી હોતી .

પોતાની નિષ્ફળતાએ મને થોડો હતાશ કરી દીધો હતો . દુનિયાની નજરમાં મારા લગ્ન સફળ હતા . પણ હકીકતમાં હું લગ્ન કરીને પસ્તાઈ રહ્યો હતો . આ જ કારણે મારૂં મન દીકરી પણ તે વાટે જાય તે માટે રાજી ન્હોતું .

તેની નારાજગી સામે કૃષ્ણા પણ પોતાના માત પિતાની વાટે ચાલી નીકળી હતી .

' History repeats itself '

ઇતિહાસ પુનઃ દોહરાયો હતો .

કૃષ્ણા ના લગ્નની રાતે ઘરમાં હર કોઈ ખૂબ જ રોયું હતું.

બીજે દિવસે સત્યમે તેની પરેશાની ફ્લોરાને બ્યાન કરી હતી . તેણે કૃષ્ણા જોડે વાત કરી હતી . પછી બાપ દીકરી વચ્ચે વાતચીત થઈ હતી . તે વખતે દીકરી એ રજૂ કરેલી વાત મારા હૈયાની આરપાર નીકળી ગઈ હતી .

" પૉપ ! મારે તમારી આર્થિક સ્થિતિની નબળાઈ ને લઈને તમારો લગ્નનો ખર્ચ બચાવવા જ આવું કર્યું છે . "

મેં દીકરી સાથે વાત કરી હતી તેની ઘરમાં પત્ની કે પુત્રને કોઈને પણ જાણ ન્હોતી . હકીકતમાં આ વાત તેમને કરવી પણ યોગ્ય ન્હોતી . આ કારણે સ્થિતિ વધારે વણસી ગઈ હતી .

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

સ્નેહાને પોતાની નણંદના લગ્ન થઈ ગયાનો ઘણો જ આનંદ થયો હતો . એ જ કારણે ક્ષિતિજે આ લગ્ન માન્ય કરી લીધા હતા .પણ ના જાણે કેમ ? તે પોતાના બનેવી સાથે વાત કરવા માટે માનસિક રૂપે તૈયાર ન્હોતો .

થોડા જ દિવસોમાં ક્ષિતિજ અને સ્નેહાના પણ લગ્ન થઈ ગયા . સ્નેહા પક્ષે કોઈ પરિચિત , દોસ્ત સ્વજન કે પરિવારનું કોઈ સભ્ય મોજુદ નહોતું . આ સ્થિતિમાં સર્વેશ અને સર્વાંગીએ કન્યાદાન સહિત સઘળી જવાબદારી તેમના શિરે ઓઢી લીધી હતી .

હું નીલાને પોતાની સાથે તેના ઘરમાં રાખવા માંગતો હતો . તેના પિતાના તેમના પર અનેક ઉપકાર હતા . તેમણે સત્યમના પિતાને એક નાના ભાઈની જેમ રાખ્યા હતા .

પરંતુ લોકો શું કહેશે ?

ફરી એક વાર આ સવાલ મારી સામે આવી ગયો હતો.

કોઈને આશરો આપવો એ પુણ્યનું કામ છે . કરજ ચૂકવવા માટે આપણને કોઈની આ અનુમતિની જરૂર નથી પડતી . અગર નીલાના પિતાએ આ રીતે વિચાર કરી તેમને મદદ ના કરી હોત તો ? શું થાત ?

હું દરેક ચીજને અલગ નિહાળતો હતો .

મેં નીલા વિશે ક્રિષ્ણા, ક્ષિતિજ અને સ્નેહા ને વાત કરી હતી.

આપણે નીલા આંટી ને આપણી સાથે રાખીએ તો સારું. તેના પિતાના આપણા પર ઘણા ઉપકાર છે. વળી સ્નેહા અને તેમની વચ્ચે આશ્રમ માં રહી સારું બોન્ડિંગ થઈ છે...

પૉપ ! નીલા આંટીને ઘરમાં લાવવાનો નિર્ણય કાબિલે તારીફ છે . અમે તો તેમને એક મા નો દરજ્જો આપવા તૈયાર છીએ . આવું કાંઈ થાય તો તમને બંનેને પાછલી ઉંમરે એક દોસ્ત એક સહારો મળી જાય . તેમને પણ પોતાનો રેડીમેડ પરિવાર મળી જાય . '

આ ની સામે ક્ષિતિજની નકારાત્મક સોચ આડે આવી ગઈ હતી . તેણે પોતાના સ્વભાવને આધીન વિરોધ જતાવવાની કોશિશ કરી તો સ્નેહા એ તેને રોકી લેતા કહ્યું હતું .

" ક્ષિતિજ ! નીલા આંટી બિલ્કુલ નોખી માટીના છે . તેમના આવવાથી આપણું ઘર એક મંદિર બની જશે . અને જો તેમના લગ્ન બડે પાપા જોડે થઈ ગયા તો સોને પે સુહાગા થઈ જશે . "

સ્નેહા ની વાત સાંભળીને મને તેના પ્રત્યે ગર્વની લાગણી નિપજી હતી . તેણે સાચા અર્થમાં ઘરની વહુની જગ્યા પ્રાપ્ત કરી લીધી હતી જેનું સારૂં શ્રેય ગરિમાના ફાળે જતું હતું . તેણે અમારા ખાનદાનને શોભાવ્યું હતું .

મેં મારા પરિવારનો આભાર માનતા કહ્યું હતું :

' મારા બાળકો ! તમે લોકો કેટલા સીધા સાદા , સરળ છો . તમે બિલ્કુલ તમારાં દાદા પર ગયા છો . આજના સમયે તમારા જેવા સંતાન કોઈ નસીબદારને જ મળે છે . તમે લોકો મારૂં ગર્વ છો , અભિમાન છો ! '

' પૉપ ! આજે અમે જે કાંઈ છીએ તેનું સંપૂર્ણ શ્રેય તમને જ જાય છે . બાકી અમે તો તમારું પ્રતિબિંબ છીએ . તમે અમને ઘણું બધું આપ્યું છે . ઘણું બધું શીખવાડ્યું છે . બાકી તમારા પેંગડામાં પગ ઘાલવાની અમારી હેસિયત નથી ! અન્યના ઉપકાર કદી ભૂલવા ના જોઈએ . આ વાત તમે જ અમને શીખવાડી છે . '

' કૃષ્ણા બેટા ! સ્નેહા વહુ !! ભગવાને તમારા રૂપમાં બે લેડી કૃષ્ણાનો ઉપહાર આપ્યો છે . '

અને બીજે દિવસે હું ક્ષિતિજ અને સાર્થકને લઈ મહિલા આશ્રમમાં પહોંચી ગયો હતો .

અમે લોકો તેને લેવા માટે ગયા હતા . તે જાણી નીલાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી . તેને આશ્રમ અને ત્યાંના દરેક સભ્ય સાથે એક લગાવ થઈ ગયો હતો . એ જ કારણે તે પોતાનો કોઈ જ પ્રતિભાવ વ્યક્ત કર્યો ન્હોતો . તેની ભીતર કોઈ ઘમાસાણ યુદ્ધ મચી રહ્યું હતું . તેની બોડી લેંગ્વેજ કોઈ સંકેત દઈ રહી હતી . તે કાંઈ કહેવા ચાહતી હતી , પણ શબ્દો માનો માછલીના કાંટાની માફક ગળામાં અટકી ગયા હતા .

ગરિમા તેની મનઃ સ્થિતિથી વાકેફ હતી . તેણે સહાનુભૂતિ જતાવી નીલાના ખભે હાથ મૂકી સવાલ કર્યો હતો .

ગરિમાના સવાલથી નીલાની આંખોમાં ગંગા જમની ઉભરાઈ રહી હતી . પોતાની સાડીના છેડાથી આંસૂ લૂંછતાં જવાબ આપ્યો .

' ગરિમા દીદી ! તમે તો મારી તકલીફ સારી રીતે જાણો છો . હું કોઈના સહારા વિના એક ડગલું પણ ભરવા અસમર્થ છું . આ હાલતમાં હું સત્યમ ભાઈ અને તેના પરિવારની મુશ્કેલી કઈ રીતે વધારી શકું ? સ્નેહા બિચારી રાત દિન તનતોડ મહેનત કરે છે . એક મિનિટનો આરામ પણ તેના નસીબમાં નથી . '

' નીલા ! તારે આ મામલે ચિંતિત થવાની આવશ્યકતા નથી . સ્નેહા મારી વહુ નહીં પણ દીકરી છે . તેની ભીતર અપાર શક્તિનો ખજાનો ભર્યો પડ્યો છે . તે બધું જ સંભાળી લેશે . તેણે મને કોઈ ચીજની કમી અનુભવવા દીધી નથી . ના તો કોઈ ફરિયાદ કરી છે . તે કૃષ્ણાની પ્રતિકૃતિ જ બની રહી છે . બંને લેડી કૃષ્ણાનો અવતાર છે . સ્નેહાની લાગણીએ મને વિના પૈસે ધનવાન બનાવી દીધો છે . '

આ સાંભળી ફરીથી નીલાની આંખોમાંથી ગંગા જમના વહેવા માંડી હતી . આ આંસુમાં કોઈ વ્યથાનો કોઈ ભાર ન્હોતો. બલ્કે અહોભાવ નીતરી રહ્યો હતો .

તેણે નીચા વળી મારો ચરણ સ્પર્શ કર્યો હતો

હું આ ઉંમરે પણ એવું માનીને ચાલી રહ્યો હતો . નારી પવિત્રતાની મૂરત હોય છે . તે કદી ખોટું ના કરી શકે . પણ પહેલી વાર નીલાએ મને ખોટો પુરવાર કર્યો હતો .

ત્યાર પછી પણ અમે મળ્યા હતા . ત્રણ રાત જગ્યાની સંકડાશને કારણે અમારે બાજુમાં સૂવું પડ્યું હતું . પરંતુ કદાચ આ મારા સંસ્કાર હતા યા સમજનો અભાવ . મેં નીલા સાથે કાંઈ જ કર્યું ન્હોતું .

આ વાતને વર્ષોના વ્હાણા વાઇ ચુક્યા હતા . ફરી મળ્યા ત્યારે ? તેણે ઘણી જ ઠોકરો ખાધી હતી . કેટલીય તકલીફો ભોગવી હતી જેનાથી તેની ગાડી પાટા પર આવી ગઈ હતી. તે સાચા અર્થમાં અમારા પરિવારની સદસ્ય બની ગઈ હતી 
મારા સંતાનો તેને ' નાની મા ' કહીને બોલાવતાં હતા .

સંબંધો નાજુક ફૂલો જેવા હોય છે .

ગરિમાએ અનેક વાર આ વાત દોહરાવી હતી .

०००००००००००

એક દિવસ સવારે હું ઊઠ્યો ત્યારે મારી તબિયત ઠીક નહોતી. હું પણ એ સી ડી ટી નો પેશન્ટ હતો. મને છાતી માં સખત પીડા ઉપડી હતી.

તે જોઈ સ્નેહા ખૂબ જ વિચલિત થઈ ગઈ હતી.

તેણે તરતજ ડોક્ટર ને ફોન કર્યો હતો

નણંદ ક્રિષ્ણા ને પણ ફોન કર્યો હતો.

તે તરતજ પતિ અને બાળક ને લઈ ઘરે પહોંચી ગઈ.

તે જ વખતે ડોક્ટર પણ આવી ગયા હતા.

તેમણે મને તપાસી સૂચના આપી :

" હોસ્પિટલમાં દાખલ થવું પડશે. "

પણ હું હોસ્પિટલ જવા તૈયાર નહોતો.

હું રવિનો ડુપ્લીકેટ હતો.

બંને એક જ વિચાર શૈલી ધરાવતા હતા.

ડોક્ટર પ્રત્યે અમને વિશ્વાસ નહોતો.

મને મેડિકલ સાયન્સ કરતાં આયુર્વેદિક ઈલાજમાં વધારે વિશ્વાસ હતો.

વર્ષો પહેલા પણ મને આવી રીતે છાતીમાં સખત દુખાવો ઉપડ્યો હતો. ડોકટરોએ મને એન્જોપ્લાસ્ટ કે ઓપન હાર્ટ સર્જરીનો વિકલ્પ સૂચવ્યો હતો.

તેને માટે ત્રણ લાખથી પાંચ લાખનો ખર્ચ હતો. હું તે ખર્ચો ઉઠાવી શકે તેમ હતો. પણ મારી ખાતર પરિવાર ને દરિદ્ર બનાવવા માંગતો નહોતો.

આ સ્થિતિમાં કોઈ એ મને આયુર્વેદિક ઈલાજ સૂચવ્યો હતો.

હું તરતજ આયુર્વેદિક ડોક્ટર પાસે ગયો હતો.

ડોકટરે મને સરળ સવાલ કર્યો હતો.

" તમે જાણો છો તમારે શું કરવાનું છે? "

સત્યમ બધું જાણતો હતો. છતાં તેણે ડોક્ટર ને પૂછ્યું હતું.

" શું કરવાનું છે? "

" દસ દિવસ મગના પાણી પર રહેવાનું છે. તમે કરી શકશો? "

ત્યારે સત્યમે બિન્દાસ્ત જવાબ આપ્યો હતો.

" મારા સારા માટે જ કરવાનું છે ને? હું ચોક્કસ કરીશ. "

ત્યાં ગયેલા બહુધા પેશન્ટ આ ઉપચાર કરવામાં નિષ્ફળ રહયા હતા. ત્યારે સત્યમે ચેલેન્જ ઉપાડી લીધી હતી.

તે વીસ દિવસ મગના પાણી પર રહ્યો હતો.

પહેલા દસ દિવસ માત્ર મગના પાણી પર.

અને પછીના દસ દિવસ તેણે મગના પાણીમાં ભાતના દાણા નાખી ચલાવ્યા હતા!!

વીસ દિવસ બાદ તેને થોડું ખાવાનું શરૂ કર્યું હતું.

ત્રણ મહિનાની અંદર તેના લોહીના બ્લોક્સ નીકળી ગયા હતા.

તેણે પુનઃ એન્જોગ્રાફી કરાવી આ વાતનું સમર્થન પણ મેળવ્યું હતું.

ત્યાર બાદ વર્ષો સુધી તેને કોઈ સમસ્યા નહોતી રહી.

એક વાર ફરી તેને તકલીફ અનુભવી હતી.

આ સ્થિતિમાં તે સત્ય શ્રી સાઈ બાબાની પૂટ પૂર્તિ સ્થિત હોસ્પિટલમાં ગયો હતો.

ડોકટરે તેને સવાલ પૂછ્યો હતો.

" તમને શું પ્રોબ્લેમ છે? "

" મને હાર્ટ પ્રોબ્લેમ છે!"

" અહીં બધા હાર્ટ પ્રોબ્લેમ વાળા જ આવે છે. તમને હકીકતમાં શું તકલીફ છે.? "

સત્યમે તેની તકલીફ જણાવી હતી. તેના આધારે જાંચ તપાસ કરી ડોકટરે નિદાન કર્યું હતું.

" તમને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ ચિંતા ન કરો. છતાં પણ કોઈ સમસ્યા હોય તો ફોન કરજો. "

ત્યાર પછી તેને કોઈ જ પ્રોબ્લેમ નહોતો રહ્યો.

000000000000000

પણ તેની વર્તમાન સમસ્યા તરહ તરહના સવાલો ઉભા કરી રહી હતી.

વર્ષો પહેલા તેણે જે આયુર્વેદિક ડોક્ટર પાસે ઉપચાર કરાવ્યો હતો તે ડોક્ટર હયાત નહોતા. અને છેલ્લી ઘડીએ બીજો આયુર્વેદિક ડોક્ટર ગોતવો આસાન નહોતો.

સત્યમ ને પોતાનો અંત નજીક જણાઈ રહ્યો હતો.

આ તબક્કે તે કોઈને મળવા માંગતો હતો.

તેની દીકરી ક્રિષ્ણા જાણતી હતી.

સત્યમે તેને અપીલ કરી હતી :

" બેટા! તું તો બિભૂતિ મિત્રા ને જાણે છે. વિપુલના લગ્નમાં આપણને મળી હતી. હું તેને કેવળ બે જ વાર મળ્યો છું. તેણે મને ' બડે પાપા ' ની ઉપાધિ આપી છે. છ વર્ષથી અમે વોટ્સઅપ યા તો ટેલિફોન પર વાત કરતાં આવ્યા છીએ. હું એક વાર વિડિઓ કોલ પર તેની સાથે વાત કરવા માંગુ છું. "

" એક મિનિટ " કહી તેણે વીડિયો કોલ જોડ્યો.

બિભૂતિ લાઈન પર આવી.

સત્યમની પરિસ્થિતિથી બિલ્કુલ અજાણ મજાક માં સવાલ કર્યો :

" આ શું બડે પાપા? અગિયાર વાગી ગયા છે અને તમે બિસ્તર પકડીને બેઠા છો!! "

ક્રિષ્ણા એ તેનો જવાબ આપ્યો.

" તારા બડ઼ે પાપા સખત બીમાર છે. "

" ઓહ! બડ઼ે પાપા. આઈ એમ સોરી!! તમને એકાએક શું થઈ ગયું? "

બોલતા બોલતા તેની આંખો ચૂઈ પડી.

" ડોકટરે જવાબ આપી દીધો છે. તેમની વિકેટ ગમે ત્યારે પડી શકે તેમ છે!! "

" ભગવાન આટલો નિર્દય ના થઈ શકે. મારા બડ઼ે પાપા ને કાંઈ નહીં થાય. હું જાણું છું. તેઓ મને મળવા માટે આવો સ્ટન્ટ કરી રહ્યાં છે. હું તરતજ મુંબઈ આવી રહી છું. તું મને વોટ્સઅપ પર એડ્રેસ પોસ્ટ કર. "

અને ચાર કલાક થી ઓછા સમયમાં તેના પતિ અને છોટુ ને લઈ મુંબઈ આવી ગઈ.

તેને જોઈ સત્યમની આંખો ચમકી ઊઠી. તેણે વાયદો કર્યો હતો.

" બડ઼ે પાપા! હું એક વાર તમને મળવા આવીશ. અને મેં મારો વાયદો નિભાવ્યો છે. હવે તમારે કશે જવાનું નથી. "

પણ ભગવાન ને કાંઈ બીજું જ મંજુર હતું.

તેણે સત્યમનો મૃત્યુ ઘંટ વગાડી દીધો હતો.

હવે કોઈ તેને રોકી શકે તેમ નહોતું.

આ સ્થિતિ માં તેણે ઈશારો કરી સ્નેહાને પોતાની પાસે બોલાવી હતી.

તેણે પોતાના સસરાની બાજુમાં બેસી તેમનું માથું ઉંચકીને પોતાના ખોળામાં રાખી દીધું. અને સત્યમે દેહ છોડી દીધો.

સત્યમની એક જ ઇચ્છા હતી. તેનું મોત સ્નેહાના ખોળામાં જ મળે.

અને તેની ઈચ્છા પૂરી થઈ હતી.

તેના મોટે ઘરમાં સોપો પડી ગયો હતો.

હર કોઈ ની આંખોમાં ગંગા જમની વહી રહી હતી.

ફ્લોરા, બિભૂતિ અને તેનો પરિવાર, ગરિમા અને ગૌરવ, રિધિમા તદુપરાંત તેની ત્રણ ગુડિયા પણ હાજર થઈ ગઈ હતી.

તેની અંત્યેષ્ટિ પતી ગયા બાદ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તે જ વખતે તેના પુસ્તક નો સારાંશ વાંચવાનો કાર્યક્રમ ગરિમા એ ઘડી નાખ્યો હતો.

અને તેના વાંચનની જવાબદારી રિધિમાને સોંપવામાં આવી હતી.

અને તેણે પઠન શરૂ કર્યું હતું.

" સ્નેહ વિણ સુનો સંસાર "

આ એક નવલકથા ના રૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે જે હકીકત માં સત્યમ ભારતીયની આત્મ કથા છે જેમાં કલ્પના નો પણ સમાવેશ છે જે હકીકત કરતાં પણ વધારે રોમાંચક તેમ જ દિલચસ્પ છે.

આ જ તેની ખાસિયત છે. બંને પતિ તરફથી તેને વાંચ્છીત સુખ નથી મળતું. જે તેને ગલત કદમ ઉઠાવવા વિવશ કરે છે.

નવલકથા નું મુખ્ય પાત્ર સ્નેહા કાદવમાં ખીલેલા કમળ જેવી છે. ફૂટણ ખાનાની ગંદકી ગણાતી આ છોકરી ઉજળા સમાજનું ઘરેણું બની રહે છે. તે ત્યાગની મૂર્તિ છે. પણ તે દેવી નથી.. સંજોગો તેની પાસે ન કરવાના કામ કરાવે છે.

છતાં તેને કોઈ પણ ભોગે કદમ કદમ પર નિષ્ઠાથી પોતાની જવાબદારી વહન કરે છે. ખુદ દુઃખ વેઠે છે. પણ બીજાને કદી દુઃખ આપતી નથી.

તેને મૂળભૂત રીતે એક વેશ્યા નહોતી. પણ નઠારા તત્વો પોતાના સ્વાર્થ ખાતર આવી નિર્દોષ અબળાનું શોષણ કરી તેને ઊંડે રવાડે ચઢાવી દે છે.

વેશ્યા ને સદૈવ સૌથી નીચી પાયરી એ મુકવામાં આવે છે. તેમની નિષ્ઠા તેમ જ ઈમાનદારી પર અનેક સવાલ ઉઠાવવામા આવે છે. પણ આ મામલે તેમનો કોઈ જોટો નથી. બાકી આવા બદનામ વિસ્તારમા સ્નેહા જેવી કોઈ ઘરાક ના લૂંટેલા પૈસા આપી શકે તેની કોઈ કલ્પના પણ ન થઈ શકે.

શોક સમારોહમા સત્યમના મિત્રો, સંબંધીઓ, પરિચિતો, પડોશી સહિત અનેક લોકો ભેગા થયા હતા. તેઓ વિતરણ કરાયેલ પુસ્તક ની નકલ લઈ ગયા હતા. પણ કોઈ એ સત્યમ કે તેના પુસ્તક વિશે કોઈ જ ઉલ્લેખ કર્યો નહોતો.

તેના માસીના છોકરાએ સત્યમ લેખક હોવાની વાત પર પોતાના દીકરા સામે સત્યમનો ઉપહાસ કર્યો હતો.

" આ માણસ તને કોઈ પણ એન્ગલ થી લેખક લાગે છે? "

સત્યમ નું પુસ્તક નિહાળી તેની જીભ સિવાઈ ગઈ હતી.

0000000000 ( ક્રમશ )

સત્યમે પોતાની નવલકથા ની કોમ્પ્લીમેન્ટ્રી કોપી આકાશ ને મોકલી હતી.

તે ઘણા વખત થી બંને ને મળ્યો નહોતો. તેઓ ક્યા રહેતા હતા? તે પણ જાણતો નહોતો.

ફોન પર તેણે આકાશનું સરનામું લઈ વધામણી આપી હતી.

" મારી જીવન કથા પર આધારિત નવલકથા નું હાલમાં પ્રકાશન થયુ છે. તેની એક પ્રત મોકલું છું. વાંચજે અને જરૂર તારો અભિપ્રાય જણાવજે. "

" અવનિ કેમ છે? "

તેનો જવાબ આપતા તેનો અવાજ રૂંધાઈ ગયો હતો.

" તેની બંને કિડની ખતમ થઈ ગઈ છે. તે ડાયાલીસીસ પર જીવી રહી છે. "

સાંભળી ને સત્યમને ભારે આંચકો લાગ્યો હતો.

ભલે તે આકાશ ને ચાહતી હતી. છતાં તેના હદયમાં સત્યમ પ્રતિ કોઈ અદકી લાગણી નો સ્ત્રોત વહી રહ્યો હતો.

તે ગીતા બહેનને જાણતી હતી. તેની જનેતા ને ઓળખતી હતી. તેને સતત ભય લાગતો હતો. આ જ કારણે પહેલી વાર તેને રડતો જોઈ ઘરે દોડી આવી હતી. તેના પિતાને ફોન કરી ઘરે બોલાવ્યા હતા!!

" તમારો દીકરો ખૂબ રડી રહ્યો છે! "

આ તેની લાગણી નો પ્રથમ નમૂનો હતો.

ત્યાર બાદ અનેક વાર સત્યમની તેણે સાર સંભાળ લીધી હતી.

તે અવારનવાર અવનિનો સ્પર્શ કરતો હતો. ક્યારેક હાથ પકડતો હતો, ખભે હાથ મૂકતો હતો. કેડ પર હાથ પ્રસારતો હતો. તેના ગાલ સહેલાવતો હતો.

આ બાબત તેણે કદી કોઈ અણગમો કે દોષ વ્યક્ત કર્યો નહોતો.

આથી તે નિર્ભય બની ગયો હતો.

એક વાર અકસ્માત તેનો હાથ યૌવન કુંભ પર આવી ગયો હતો.

એક બપોરે બધા જ સત્યમના ઘરે જમા થયા હતા.

આકાશ, અવનિ, નિશા, કૌશિક તેમ જ સત્યમ બધા જ મોજુદ હતા.

સત્યમ લાંબો થઈ ને જમીન પર સુઈ ગયો હતો.

તેની બાજુમાં જ અવનિ બેઠી હતી.

તે વખતે સત્યમ સામે એક દ્રશ્ય નર્તન કરવા માંડ્યું.

અવનિ આકાશ ના ખોળામાં સૂતી હતી.

તે યાદ આવતા સત્યમના દિમાગમાં અવનિના ખોળામાં માથું મુકવાની ઈચ્છા જાગી ઊઠી.

પણ તેણે હિંમત ન થઈ.

તેણે અવનિનુ કાંડુ ઝાલી મસળી નાખ્યું. તેથી તેની કાચની બંગડી તૂટી ગઈ. અને તેની હથેલીમાં લોહીની ટસર ફૂટી નીકળી.

તે જોઈ સત્યમ ગભરાઈ ગયો.

તેણે તરત જ તેની હથેળી પર પાવડર લગાવી આપ્યો.

આટલું બધું થઈ ગયું છતાં અવનિ મૂંગી ખામોશ હતી. આકાશ પણ આ બાબત ચૂપ રહ્યો હતો.

ત્યાર બાદ એક વાર સત્યમ અવનિ સાથે એક ફિલ્મની ટિકિટ નું બુકિંગ કરાવવા ગયો હતો. ત્યારે આકાશ, નિશા તેમ જ કૌશિક હર કોઈ તેમની સાથે હતું.

પાછા ફરતી વખતે આખે રસ્તે અવનિની આંગળી ઝાલી ચાલ્યો હતો. અને આ બાબત પણ તે કાંઈ જ બોલી નહોતી.

તેના અવનિ સાથે ના વર્તનથી આકાશની શું પ્રતિ ક્રિયા હતી. તેને જાણવાનો સત્યમને કોઈ જ ખ્યાલ નહોતો.

તેનો અનાદર થઈ રહ્યો હતો. તેના અહેસાસે સત્યમ અસ્વસ્થ થઈ ગયો હતો. તેણે ઉતાવળમાં એક પત્ર લખી નાખ્યો હતો. અને ભાવિકા ને કુરિયર બનાવી અવનિના હાથોમાં પહોંચાડ્યો હતો.

તેણે સંબોધન કર્યું હતું.

' મારી વહાલી બેન અવનિ! '

પણ પછીના લખાણે અવનિને પ્રેમિકા ને પત્ર લખ્યાનો અહેસાસ કરાવી ગયું.

પત્ર માં બીજું શું હતું? તેનો કોઈ જ મતલબ નહોતો. પણ તેણે અવનિ ને ભગવાન નો દરજ્જો આપ્યો હતો. આ વાતે અવનિ એ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું.

" આય એમ નોટ યોર લવર! "

તેના આ શબ્દો સત્યમ માટે સર્પ દંશ સાબિત થયા હતા.

તે એસ એસ સી માં હતો. અને ટર્મિનલ પરીક્ષા વખતે ટાઇફોઇડ નો બલિ બની ગયો હતો. મહિનો માસ તે પથારી વશ હતો.

ત્યારે સત્યમ વિચારતો હતો.

અવનિ તેને મળવા આવશે.

પણ તે આવી નહોતી.

આ સ્થિતિમાં તેણે નિશાને પોતાની વ્યથા જણાવી હતી.

ત્યારે તેણે સાફ શબ્દોમાં સત્યમ ને સલાહ આપી હતી

" તે હવે પારકી અમાનત છે. તેને મળવાની આશા છોડી દે."

હવે તે શું કહેતી હતી?

સત્યમ કાંઈ જ સમજી શક્યો નહોતો.

પણ અવનિના વ્યવહારે તેના પર વિપરીત અસર કરી હતી.

આ સ્થિતિમાં તેના દિમાગમાં આત્મ હત્યાના વિચારો આકૃત થઇ રહ્યાં હતા.

તેણે મૃત્યુ નોંધ પણ લખી નાખી હતી.

ઝેરની શીશી પણ મોઢા સુધી લઈ ગયો હતો.

ત્યારે તે વિચારોના ઘેરા માં અટવાઈ ગયો હતો.

તેની આંખો સામે ફિલ્મ ' સુજાતા ' નો સીન તરવરી રહ્યો હતો.

ફિલ્મની નાયિકા સુજાતા એક અછૂત કન્યા હતી. હર કોઈ તેનો અનાદર કરતું હતું. તેને તિરસ્કારતું હતું. આ સ્થિતિમાં તે ધોધમાર વરસાદ વચ્ચે આત્મ હત્યા કરવા નીકળી પડે છે.

ત્યારે તેનો સાડીનો છેડો ગાંધીજીની પ્રતિમામાં અટવાઈ જાય છે.

કોઈ તેને રોકી રહ્યું હતું.

તેથી તે પાછળ નજર કરે છે.

તેની સામે ગાંધીજીની પ્રતિમા હતી.

તેની નીચે એક તકતી હતી.

" મરે કૈસે આત્મ હત્યા કર કે કભી નહીં. આવશ્યકતા હો તો જિંદા રહને કે લિયે . "

તે જોઈ તે પોતાનો નિર્ણય બદલી જિંદગી તરફ પાછી વળે છે.

આ રોલ પણ ફિલ્મ અભિનેત્રી નૂતને નિભાવ્યો હતો.

અવનિ એ જ તેને ફિલ્મની વાર્તા સંભળાવી હતી.

ત્યાર બાદ સત્યમ આ ફિલ્મ પણ જોવા ગયો હતો.

નૂતન ની ફિલ્મોએ તેના જીવન પર ઉમદા અસર કરી હતી.

બિલ્ડિંગ ના તોફાની તત્વો એ અવનિ ને પણ ' નૂતન ' નામે ચિઢવવાનું શરું કર્યું હતું.

સ્થિતિ ઘણી જ નાજુક હતી.

ઉનાળાની રજામાં આકાશ અને અવનિના લગ્ન નિર્ધારિત થયા હતા.

અને સત્યમ અવનિ માટે ગિફ્ટ લઈ તેને વિશ કરવા સ્ટેજ પર ગયો હતો. તેણે બંને જોડે હાથ મિલાવી અભિનંદન આપ્યા હતા.

ત્યાર પછી તેની રાહ બદલાઈ ગઈ હતી.

અવનિ લગ્ન બાદ આકાશ જોડે તેની મા ના ઘરમાં જ રહેતી હતી.

આકાશ ઘર જમાઇ હતો.

તેની પોતાની જનેતા હયાત નહોતી.

આ સ્થિતિમાં તે અવનિ ને લઈ સાવકી મા જોડે રહી શક્તો નહોતો.

લાગણી બાદ અવનિની મા નું અવસાન થયું હતું.

આ સ્થિતિમાં ઘરની સારી જવાબદારી અવનિ પર આવી ગઈ હતી.

લગ્ન બાદ સત્યમ બધું ભૂલી ને અવનિના ઘરે જતો હતો. આકાશ જોડે પણ વાતો કરતો હતો.

તે એક સારી એવી કંપનીમાં કામ કરતો હતો. તે ઉપરાંત તેનામાં અનેક ટેલેન્ટસ નો સમનવ્ય હતો.

અવનિ ડાયાલીસીસ પર જીવતી હતી. તે જાણી તેનું હૈયું ચિરાઈ જતું હતું. તે કૃપાળુ ઈશ્વર સમક્ષ તેના દીર્ઘ આયુની પ્રાર્થના કરતો હતો.

છતાં રોજ સવારે તેણે ન્યુઝ પેપરમાં મૃત્યુ નોંધ જોવાની આદત હતી. તે વખતે તે મનોમન પ્રાર્થના કરતો હતો.

" અવનિ નું નામ તેમાં સંમિલિત ન હોય. "

પણ જેનો ડર હતો. તે જ વાત બની હતી.

મૃત્યુ નોંધ માં તેના મૃત્યુ નોંધ ના સમાચાર છપાયા હતા.

બીજે દિવસે સાંજે તેની સાદડી રાખવામાં આવી હતી.

સત્યમે ખરખારાનો આકાશ ને ફોન કર્યો હતો

તેને આશ્વસ્ત કર્યો હતો.

" ભગવાન સદ્દગતના આત્મા ને શાંતિ આપે. અને આપ સહુને પહાડ જેવું દુઃખ સહેવાની શક્તિ આપે. "

બીજે દિવસે તે નિયત સમયે સાદડીમાં હાજર થઈ ગયો હતો.

તે જ વખતે આકાશે સમાચાર આપ્યા હતા.

" કૌશિક પણ બે વર્ષ પહેલા ઉકલી ગયો. "

પણ તેને માટે સત્યમે કોઈ દિલસોજી વ્યક્ત નુ કરી.

તેના ઘરેથી નીકળતા આકાશે સત્યમની માફી માંગી.

" સોરી! અમારા દ્વિ ધોરણ ને કારણે તું ભટકી ગયો. "

" એમાં તારે સોરી કહેવાની જરૂર નથી. મારા પ્રારબ્ધમાં જે લખાયું હતું તે જ થયું. "

અને સત્યમ ઘર ભણી રવાના થઇ ગયો.

0000000000 ( ક્રમશ )

રવિના મોત ને કારણે ફ્લોરા બિલ્કુલ તૂટી ગઈ હતી.

તે શરૂઆતથી જ તેના પરિવાર માટે પનોતી સાબિત થઈ હતી.

ખુબ જ નાની ઉંમરે તેનું મન સંસારની મોહમાયા થી ઊઠી ગયું હતું. તેના દિલો દિમાગમાં સાધ્વી બનવાના બીજ રોપાઈ ગયા હતા. પણ રવિના પ્રેમે તેને સંસાર જોડે બાંધી રાખી હતી.

ભગવાને તેને એક પુત્ર આપ્યો હતો. તેના સારા નસીબે તેને વહુ પણ સારી મળી હતી.

તેમના જીવનમાં કોઈ જ ખોટ કે ખામી નહોતી.

બધું જ વ્યવસ્થિત ચાલતું હતું.

તે જ વખતે એક ઘટના બની હતી.

તેના પુત્રની પુત્રી અચાનક અકસ્માતનો ભોગ બની આ દુનિયા ને અલવિદા કરી ગઈ હતી.

તે રમતાં રમતાં સીડી પર થી ગબડી પડી હતી. અને 24 કલાકની ભીતર જ મૃત્યુ પામી હતી.

આ બદલ તેના જ પુત્રે તેને અપશુકનિયાળ હોવાનો ઇલ્કાબ આપ્યો. અને તેની દીકરીના મોત માટે ફ્લોરાને કસૂરવાર થહેરાવી :

ફ્લોરા દીકરાનો આ આક્ષેપ ઝીરવી ન શકી.

અને તેની ભીતરમાં દફનાવી રાખેલી ઈચ્છા પુનઃ જીવંત થઈ ગઈ.

અને તેણે સાધ્વી બનવાનો નિર્ણય કરી લીધો.

એક દિવસ તેની નાની બહેન જુલીનો ફોન આવ્યો.

સત્યમ ત્યારે ઘરમાં જ હતો.

તેણે ફોન પર સમાચાર આપ્યા હતા!!

" મારી દીદી ફ્લોરા કાલે સવારે સાધ્વી બનવા જઈ રહી છે. આ નિમિતે તમારે બધા એ માહિમ ચર્ચમાં આવવાનું છે. "

" ભલે! "

કહી સત્યમે લાઈન ડિસ્કનેક્ટ કરી દીધી હતી.

અને ફ્લોરાનું સપનું સાકાર થવા જઈ રહ્યું હતું.

લગભગ 40 વર્ષ જૂનો સંબંધ પૂરો થવા જઈ રહ્યો હતો.

આટલા બધા વર્ષ ફ્લોરા તેની જોડે બહેન બની સત્યમ સાથે રહી હતી. 40 વર્ષ તેણે રાખડી બાંધવાની રસમ અતૂટ પણે નિભાવી હતી.

આ એક અનોખી સિદ્ધિ હતી. અને સત્યમ તેને ભુલાવી શકે તેમ નહોતો.

તેની ઉંમર થઈ ગઈ હતી.

તે એકલો જઈ શકે તેમ નહોતો.

આ સ્થિતિ માં તેણે સ્નેહા ને સઘળી અથ ઇતિ બયાન કરી હતી. અને તે સત્યમ જોડે જવા તૈયાર થઈ ગઈ હતી.

તેઓ નિયત દિવસે નિયત સમયે માહિમ ચર્ચ પહોંચી ગયા હતા.

સઘળી વિધિ સંપન્ન થયા બાદ ફ્લોરા એ સત્યમ જોડે ઘણી બધી વાતો કરી હતી. તેનો આભાર માન્યો હતો.

સત્યમે સ્નેહા જોડે તેની ઓળખાણ કરાવી હતી

ક્ષિતિજના લગ્ન થઈ ગયા હતા. તે જાણી ફ્લોરાએ આનંદ વ્યક્ત કર્યો હતો.

અને હદયપૂર્વક આશીર્વાદની લ્હાણી કરી હતી.

સ્નેહા ને પણ તેણે શાબાશી આપી હતી :

નીકળતી વખતે સત્યમે અફસોસ વ્યક્ત કર્યો હતો.

" ફ્લોરા! હવે કોણ મને રાખડી બાંધશે? "

તે સાંભળી ફ્લોરા એ તેને ધરપત આપી હતી.

" તમે મારી પાસે આવજો! "

" તમારું એડ્રેસ તેમ જ મોબાઈલ નંબર આપો. હું તમને રાખડી બાંધવા આવીશ. "

" આ બંને માં થી કાંઈ ન થયું તો હું કુરિયર માં તમને રાખડી મોકલીશ. "

અને બંને છુટા પડ્યા હતા.

000000000000

ક્ષિતિજ ના લગ્ન થઈ જતાં સત્યમે હાશ અનુભવી હતી.

તે સંપૂર્ણ પણે નોર્મલ થઈ જવાની ઉમ્મીદ જાગી હતી.

તે ક્ષિતિજ અને સ્નેહાનું એક બાળક ચાહતો હતો.

પણ ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં તેની નોબત આવી નહોતી.

એક વાર તેણે સ્નેહા ને નીલા જોડે વાત કરતાં સાંભળી હતી.

" ક્ષિતિજ પુરુષમાં નથી. "

તે પોતાના નસીબ પર રોઈ રહી હતી.

બંને પતિ તેને બાળક આપવામાં અસમર્થ નીવડ્યા હતા.

ભગવાને તેની સાથે કેમ આવું કર્યું હતું ?

તે કાંઈ જ સમજી સકતી નહોતી.

તેણે ભલા એવા તે શા પાપ કર્યા હતા?

ડોકટરે પણ નિદાન કર્યું હતું.

" ક્ષિતિજ કદી પિતા નહીં બની શકે. "

આ સાંભળી તે બિલ્કુલ તૂટી ગયો હતો.

શેર બજારમાં પણ તેણે નુકસાન કર્યું હતું.

આ સ્થિતિમાં તે બિલ્કુલ હારી ગયો હતો.

તે માનસિક સંતુલન ખોઈ બેઠો હતો.

આ સ્થિતિમાં તેને મેન્ટલ હોસ્પિટલમાં મુકવાની નોબત આવી હતી.

તેની જિંદગી ખુદ ને માટે જ નહીં પણ સમગ્ર પરિવાર માટે બોજ બની ગઈ હતી.

Mercy killing એક જ ઉપાય બચ્યો હતો.

પણ એક બાપનું મન તેને માટે તૈયાર નહોતું.

આ સ્થિતિમાં સત્યમને એક વિચાર આવ્યો હતો.

તેને મેન્ટલ હોસ્પિટલના દરવાજે છોડી દઉં.

સ્નેહા અને નીલા ને વાત કરી સત્યમ તેને લઈને ઘરની બહાર નીકળી ગયો.

ઘરથી થોડે દૂર જ હોસ્પિટલ આવી હતી.

એટલે તેને ગમે ત્યારે મળવું હશે ત્યારે મળાશે. તેવું માની
તે આગળ વધી રહ્યો હતો.

તે જ વખતે આતંકવાદીઓનું એક જૂથ ત્યાંથી પસાર થયું. તેમને કંટ્રોલ માં રાખવા પથ્થર બાજી તેમ જ ગોલા બારુદ નો ઉપયોગ કરવામાં આવ્યો. ભગાદોડીમાં ક્ષિતિજ તેના હાથોમાંથી છૂટી ગયો અને જૂથની અડફેટે ચઢી ગયો. તેને ગંભીર ઇજા થઇ હતી. સત્યમ તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો અને રસ્તામાં જ ક્ષિતિજનો દેહ છૂટી ગયો હતો.

તેનું મોત એક જ ઉપાય હતો. અને ભગવાને આ રીતે ક્ષિતિજ ને બોલાવી લીધો હતો.

સ્નેહા અને નીલા ને શું જવાબ આપીશ,?

સત્યમના માથે ધર્મ સંકટ ખડું થયું હતું.

પણ ભગવાને ખુદ બંને ની સમસ્યા દૂર કરી હતી.

ક્ષિતિજ ની વિદાયે ઘરમાં સોપો પડી ગયો હતો.

સ્નેહા પણ તેને ભૂલી સકતી નહોતી.

શું આ તેના વિકૃત દિમાગની ઉપજ હતી?

તે નિરાલી જીવતી હતી ત્યારે વાતવાતમાં તેની માં જોડે ઝઘડતો હતો. તેને ગંદી ગાળો આપતો હતો. તેને ઉતારી પાડતો હતો. પળપળ તેની ચોકીદારી કરતો હતો. તેની પ્રત્યેક હરકતોનો હિસાબ રાખતો હતો. તેને અતિશય માનસિક ત્રાસ આપતો હતો. તે જ કારણે નિરાલી બીમાર પડી આ દુનિયા છોડી ગઈ હતી.

તેના ગયા બાદ ક્ષિતિજે પોતાનું ગિયર બદલ્યું હતું.

હવે તે સ્નેહા જોડે એવું વર્તન કરતો હતો.

તે બિચારી બધું જ સહન કરી લેતી હતી. પણ ક્ષિતિજ ને તેની કોઈ જ પડી નહોતી.

તેની વિદાયે સ્નેહા એ રાહતની લાગણી અનુભવી હતી.

આ તબક્કે તેને નીલાનો સંપૂર્ણ નૈતિક ટેકો સાપડ્યો હતો.

તેણે એક મા ની જેમ સ્નેહા અને તેના બાળકને સંભાળ્યા હતા. તે ફરી થી પ્રેગનેંટ હતી. આ સ્થિતિમાં તેણે ઘરની સઘળી જવાબદારી પોતાના શિરે ઓઢી લીધી હતી.

તેનો ડિલિવરી નો સમય થઈ ગયો હતો. છતાં મનાઈ કરવા છતાં સ્નેહા બધા કામ કરવાની કોશિશ કરતી હતી.

આપેલી તારીખ ના ચાર દિવસ અગાઉ તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો.

સત્યમ તેને તરત જ હોસ્પિટલ લઈ ગયો હતો.

તેની ડિલિવરી complicated હતી.

સામાન્ય કરતાં વધારે સમય લાગ્યો હતો.

તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

તેને બાદમાં કોઈ તકલીફ કે પીડા થઈ નહોતી.

ત્રણ દિવસ પછી સ્નેહા નવજાત શિશુ ને લઈ ઘરમાં દાખલ થઈ હતી.

નીલા પરિવાર માટે તનતોડ મહેનત કરતી હતી.

તે જોઈ સ્નેહાને દયા આવતી હતી. તે કેટલી વાર તેની આંટીને રોકતી હતી ટોકતી હતી. છતાં નીલા કોઈ પણ કામ બાકી રાખતી નહોતી.

ડિલિવરી બાદ બપોરના સ્નેહાની તબિયત બગડી આવી હતી. જેને કારણે બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

તે નવજાત શિશુ ને સ્તન પાન કરાવી શકી નહોતી.

આ સ્થિતિમાં બાળકને બહારનું દૂધ આપવું પડ્યું હતું.

સાંજ સુધીમાં તેની સમસ્યા દૂર થઈ ગઈ હતી.

અને સઘળું ટેન્શન ખતમ થઈ ગયું હતું.

00000000000 ( ક્રમશ )
ક્ષિતિજની આંખો નું નૂર દિવસે દિવસે ઘટતું જતું હતું.

તેની આંખો ની નિયમિત રીતે તપાસ જારી હતી.

એક વાર ડોકટરે તેના મોઢે કહી દીધું હતું.

" તું હવે કાંઈ નહીં કરતો. ધીરે ધીરે તારી આંખો નું નૂર જતું રહેશે. "

ક્ષિતિજ બી કોમ માં ફર્સ્ટ ક્લાસ માં પાસ થયો હતો. તે સી એ કરવા માંગતો હતો.

પણ તેની મનસા મનમાં જ રહી ગઈ હતી.

તેણે હતાશ થઈ સઘળા હથિયાર હેઠા મૂકી દીધા હતા.

નકારાત્મક સ્વભાવ તેને વારસામાં મળ્યો હતો.

દરેક વસ્તુમાં તેને અનિષ્ટ થવાના ભણકારા વાગતા હતા.

દરેક ચીજમાં તેને ગંદકી દેખાતી હતી.

તેના ઈલાજ તેમજ ટ્રેનિંગ માટે તેને બ્લાઇન્ડ હોમમાં દાખલ કર્યો હતો.

ત્યાં તેને ઘણું બધું શીખવાડવામાં આવ્યું હતું.

તે શું શીખ્યો હતો?

ભગવાન જાણે?

પણ ગાળો બોલતા શીખ્યો હતો.

શરૂઆતમાં તે ક્ષિતિજ ને મુકવા લેવા જતો હતો.

તે જોઈ સંસ્થાના અધ્યાપકે સત્યમને સૂચના આપી હતી.

" તમે શા માટે તેને લેવા મૂકવા આવો છો? તેને એકલો જ છોડી દો. "

અને me તેમની સલાહ માની હતી.

તે ક્ષિતિજ ને સ્ટેશન સુધી લઈ જતો હતો. તેને અપંગના ડબ્બામા ચઢાવી દેતો હતો. અને તે અન્ય સ્ટુડન્ટ્સ જોડે સંસ્થામાં પહોચી જતો હતો. અને સાંજના ઘરે પણ આવતો હતો. સત્યમ તેને પિક અપ કરવા સ્ટેશને જતો હતો.

તેને સંસ્થા તરફ થી લાલ સફેદ રંગની છડી આપી હતી. જે તે આંધળો હોવાની નિશાની હતી.

સંસ્થા માં તેને એક જ વાત શીખવાડવામાં આવી હતી.

" તમારી નબળાઈ સ્વીકારો! "

પણ તેણે કદી પોતાની નબળાઈ સ્વીકારી નહોતી. આ જ કારણે તેની હાલત અત્યંત નાજુક બની ગઈ હતી.

નવરો બેઠો નખ્ખોદ વાળે તેવી સ્થિતિ હતી.

તે પાકો હિસાબ કર્તા બની ગયો હતો.

એક એક ચીજનો બારીકાઇથી હિસાબ રાખતો હતો.

તે ઘરની બહાર નીકળતો નહોતો.

પણ તે બધું જાણતો હોવાનો દાવો કરતો હતો.

કોઈનું સાંભળતો નહોતો.

ઘર ની નાની મોટી બધી વાતો માં દખલ ગીરી કરતો હતો.

તેને શેર બજારનો ચસ્કો લાગી ગયો હતો.

સવારના છ વાગે ઊઠી ને તે ટી વી ચાલુ કરી ને બેસી જતો હતો.

તેની યાદ શક્તિ ઘણી જ તેજ હતી.

તે શેર બજારના દરેક કાર્યક્રમ જોતો હતો. એક્સપર્ટસના અભિપ્રાય સાંભળતો હતો. અને તે હિસાબે પોતાની રીતે બધા ટારગેટ્સ ફિક્સ કરતો હતો. શેર બ્રોકર ને ચેલેન્જ કરતો હતો.

તે ઘરમાં બધાને વ્યસ્ત રાખતો હતો.

તેને કારણે લગભગ અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. છતાં તેની સાન ઠેકાણે આવી નહોતી.

તેણે હાથે કરી ને પોતાના પગ પર કુહાડી મારી હતી :

તે ઘરની એક એક ચીજ પર નજર રાખતો હતો.
દરેક મિનિટ નો હિસાબ રાખતો હતો. તેની મમ્મી ને વાત વાતમાં ટોકતો હતો. દરેક ચીજ માં ખોડ ખાંપણ કાઢતો હતો.

કરોના ના આગમન બાદ તેને બીજી એક રઢ પકડી હતી. વાત વાત માં હાથ ધોવાનો આગ્રહ રાખતો હતો. બધાને હાથ ધોવાની ફરજ પાડતો હતો.

બી કોમ થયો હોવા છતાં પણ ઘરમાં એક ધાટી જેવું કામ કરતો હતો. પાણી નો બગાડ કરતો હતો. વાતે વાતે પોતા મારતો હતો.

સવારના સાત વાગ્યા થી ટી વી ચાલુ કરી ને બેસી જતો હતો.

રોજ પાંચ વાગે ઊઠી જતો હતો.

બ્રશ કરી ને સીધો નાસ્તો કરવા બેસી જતો હતો.

તેના વગર તેને ઝાડો ઊતરતો નહોતો.

ભગવાને ન જાણે તેને કેવું વરદાન આપ્યું હતું.

તેની જીભ એક ક્ષણ પણ બંધ રહેતી નહોતી.

એક ને એક વાતનું ફરી ફરી રટણ કરવાની તેને બુરી આદત પડી ગઈ હતી.

તે કોઈની વાત માનતો નહોતો.

પોતાનું ધાર્યું જ કરતો હતો.

બ્લાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં શીખેલી ગાળો નો તે પોતાની મા પર ઉપયોગ કરતો હતો.

મા જોડે સાસુ સસરાથી પણ કપરો વ્યવહાર કરતો હતો.

તે સત્યમનો પણ બાપ બની ગયો હતો.

ઘરમાં દરેક વસ્તુ તેની મરજી મુજબ ચલાવવાની જીદ કરતો હતો.

ઘરમાં તે કહે તે મુજબ જ રસોઈ બનતી હતી.

નિરાલી તે કહે તે જ કરતી હતી.

ભગવાને જાણે બંનેને એક જ મોઢું આપ્યું હોય તેવું લાગતું હતું.

સત્યમની ઘરમાં કોઈ જ કિંમત નહોતી.

મા દીકરો તેને વાતવાતમાં નીચું દેખાડતા હતા. તેની ટીકા કરતા હતા. તેની દરેક વાતમાં દોષ જોતા હતા. તે કેટલું ખાય છે? શું ખાય છે. તેનો પણ હિસાબ રાખતો હતો
મા એ બનાવેલી રસોઈમાં પણ ખામીઓ ગોતતો બેસતો હતો.

સત્યમ તો તેના જેવી કોઈ છોકરી જોડે તેને પરણાવવા માંગતો હતો. પણ ક્ષિતિજ ખુદ લગ્ન માટે તૈયાર નહોતો. આ કારણે તેને દાંમ્પત્ય જીવનનો પણ લ્હાવો મળ્યો નહોતો. આ કારણે તેનું મગજ વધારે ખરાબ થઈ ગયું હતું.

તેને પોતાની જેમ લખવાં વાંચવા નો ઘણો જ શોખ હતો. ક્રિકેટ તેની મનપસંદ ગેમ હતી. તે ભલે રમી શકતો નહોતો. પણ તેને ક્રિકેટ જોવાનો તેનો સ્કોર રેડિયો પર સાંભળવાનો ઘણો શોખ હતો. તેને આંકડા શાસ્ત્ર માં પણ ખુબ દિલ ચસ્પી હતી. તેના લેખો તેમ જ ચાર્ટસ ન્યુઝ પેપર તેમ જ સામાયિકો માં છપાતા હતા.

તેના પિતા ની માફક તેને વાર્તા લખવાનો પણ શોખ હતો. પણ ગુજરાતી સાહિત્ય તદ્દન નીચું તેમ જ કંગાળ હતું. મોટા ભાગના સામાયિકો પુરસ્કાર પણ આપતા નહોતા. મફતમાં તેની મેટર્સ છાપતા હતા. આ વાત ક્ષિતિજ ને પસંદ નહોતી. આથી તેણે લખવાનુ બંધ કરી દીધું હતું.

સત્યમ પણ એક લેખક હતો. તેની 80 થી પણ વધારે ટૂંકી વાર્તા વિધવિધ મેગેઝીન્સ તેમ જ ન્યુઝ પેપરમાં છપાઈ હતી. પણ તેને ખાસ કોઈ વળતર મળ્યું નહોતું. આ સ્થિતિ માં તે હતાશ થઈ ગયો હતો. છતાં તેણે લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો તેમ જ લેખિકાની સલાહ ને શિરોમાન્ય કરી લખવાનુ જારી રાખ્યું હતું. લખવાથી તેને માનસિક શાંતિ મળતી હતી. પરીક્ષા માં પાસ થયા જેવો આનંદ મળતો હતો. બાળક જન્મ કે લગ્ન સમી ખુશી નીપજતી હતી.

સાહિત્ય ઉપરાંત તેણે ફિલ્મો માટે વાર્તા લખવાનો પ્રયાસ કર્યો હતો. તે સંદર્ભે તે વિમલ ચૌધરી ane સલીલ ચૌધરી નામના નિર્માતા તેમ જ નિર્દેશકો ને મળ્યો હતો. પણ ત્યાં તેને કોઈ જ મોકો મળ્યો હતો.

બિમલ ચૌધરી એ તેની વાર્તા વાંચવા તો લીધી હતી. પણ તેઓ લાંબો વખત તે વાંચી શક્યા નહોતા. તેમણે લાચારી વ્યક્ત કરી હતી :

" માય હેન્ડ્સ આર ટાઇડ. હું લાંબો વખત તેને વાંચી શકીશ નહીં. તમે કોઈ બીજા નિર્માતા ને મળો. "

કહી તેમણે એક નવીનતમ નિર્માતા દિ્ગદર્શકનું નામ સૂચવ્યું હતું.

પણ તે નિર્માતા ફ્રોડ નીકળ્યો.

ક્ષિતિજે તે વખતે એક વાર્તા લખી હતી.

તેને લઈને સત્યમ તે નિર્માતા પાસે ગયો હતો.

નિર્માતા એ ખૂબ જ શાંતિ પૂર્વક તેની વાર્તા સાંભળી હતી. તેના પરથી ફિલ્મ બનાવવાની તૈયારી પણ બતાવી હતી. પણ છેલ્લી ઘડીએ અમુક ફેરફારો સૂચવ્યા હતા. જેને માટે ક્ષિતિજ તૈયાર થયો નહોતો. Ane વાત અટકી ગઈ હતી

બે ચાર ધક્કા ખવડાવ્યા બાદ તેણે ક્ષિતિજ ની વાર્તા પરત કરી હતી.

અને થોડા દિવસ બાદ તેની જ વાર્તાને પોતાને નામ ચઢાવી ફિલ્મ બનાવી હતી :

સત્યમે આ બાબત બિમલ ચૌધરી ને ફરિયાદ કરી હતી. અને રોયલ્ટી ના નામે અમુક પૈસા ક્ષિતિજ ને અપાવ્યા હતા.

સલિલ ચૌધરી એ પણ પોતાના ભાઈનું બેનર છોડી પોતાની અલગ નિર્માણ કંપની ખોલી હતી.

સત્યમ તેમને પણ મળ્યો હતો.

પણ નસીબે તેને યારી આપી નહોતી.

000000000 ( ક્રમશ )