Maahi - 4 books and stories free download online pdf in Gujarati

માહી - એક ગાઢ રહસ્ય - 4

માહી તે વૃદ્વ સ્ત્રીની વાતો અને તે સ્ત્રીને ઇગ્નોર કરીને ત્યાંથી પોતાના બેગ લઈને ફોનની ટોર્ચ ચાલું કરી ચાલવા લાગી. સ્ટેશનથી થોડે જ દુર પહોંચતા તેને એક બોર્ડ દેખાયું જેના પર લખ્યું હતું, " માધુપુર ગામ 1 કિમી ".

" ઓહ નો , હજુ ચાલવું જોઈશે ! " માહી મનમાં બબડી અને બોર્ડ પર રહેલા નિશાન તરફ આગળ વધી. થોડી જ વારમાં તે એક મોટા પ્રવેશદ્વાર પાસે ઉભી હતી. જ્યાં લખ્યું હતું માધુપુર ગામમાં આપનું સ્વાગત છે.

" ફાઇનલી " .

ગામના પ્રવેશદ્વાર ને જોતાં જ માહીના મોઢામાંથી સરી પડ્યું અને ફરી બબડી "ચલ માહી બેટા હવે ભાઈને કોલ કરવાનો સમય આવી ગયો". કહેતા તેણે ફોનની ટોર્ચ બંધ કરી અને ફોન હાથમાં લ‌ઈ નંબર ડાયલ કરવા લાગી.

માહી નંબર ડાયલ કરી જ રહી હતી કે એકાએક ત્યાં ધૂળ ની ડમરીઓ ઉડવા લાગી, આકાશમાં રહેલો ચંદ્રમા કાળા ડિબાંગ વાદળો પાછળ સંતાઈ ગયો અને આભ એક પછી એક વિજળી ના ચમકારાઓ કરી રહ્યું હતું. માહી પોતાને એ વાવાઝોડા થી બચાવે એ પહેલાં જ ત્યાં ધોધમાર વરસાદ ચાલું થ‌ઈ ગયો. માહીએ પોતાને વરસાદથી બચાવવા ગામના પ્રવેશદ્વાર પાસેના થાંભલાનો સહારો લીધો જ્યાં સવારે જ તાંત્રિકે ઘેરો બનાવ્યો હતો. માહી અત્યારે એ ધેરાની અંદર ઉભી હતી જ્યાં કોઈ પણ સ્ત્રીને આવવાની પણ મંજુરી નહોતી.


માહી એકાએક ધ્રુજવા લાગી અને તેનું શરીર જકડાઈ ગયું, જાણે કોઈ એના શરીરમાં પ્રવેશ કરી રહ્યું હોય , ત્યાં નું વાતાવરણ એકદમ ભય જનક અને ખૂબજ બિહામણું દ્રશ્ય ઉભુ કરી રહ્યું હતું. એકાએક માહી હવામાં ઉડી અને ડરતાં ડરતાં બોલી, " આ....આ શું છે.....હું હવામાં કેવી રીતે? આ કેવી રીતે શક્ય છે?".

" હા........હા........હા.......હા........આખરે તું આવી જ ગ‌ઈ આ ગામમાં, હવે તને કોઈ ન‌ઈ બચાવી શકે, હા......હા......હા.
......હા......હા.....," માહી હવામાં ઉડતી આ બધું સાંભળી રહી હતી જે કોઈ સ્ત્રીનો અવાજ હતો.


" કોણ..... કોણ છે......છોડ મને..." માહી એ ડરતાં સવાલ કર્યો અને છુટવા માટે પ્રયાસો કરવા લાગી કે એકાએક માહીને એક કાળો પડછાયો દેખાયો જે એની બરાબર નીચે ઉભો હતો.

એ જોતા જ માહી પરસેવે રેબઝેબ થ‌ઈ ગ‌ઈ.

ભય નુ લખલખુ તેના શરીરમાંથી પસાર થ‌ઈ ગયું.

માહી એકદમ ડરી ચુકી હતી ; તે વિચારી રહી હતી કે અહીં થી કેમ બચી ને જવું? ત્યાં જ તેને કોઈનો અવાજ સંભળાયો.


" છોડી દે એને "


એક સ્ત્રી નો ભરાવદાર અવાજ માહીને સંભળાયો જે એ પડછાયા તરફ આવતા તેની સામે જોઈ બોલી રહી હતી.
માહીએ હવામાં જ લટકતા એ સ્ત્રી સામે જોવાની કોશિશ કરી પણ અંધારુ અને વરસાદી ઝાપટાં ના કારણે તે સ્ત્રીનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો નહોતો.

" છોડ મને....... " માહી તેની કેદ માંથી છુટવાનો પ્રયત્ન કરતાં બોલી.

માહી હજી બોલી જ રહી હતી કે પેલી સ્ત્રીએ તે કાળા પડછાયાની નજીક આવીને તેના પર કંઈક છાંટ્યું અને મંત્રો બોલવા લાગી અને એકાએક તે પડછાયો ચી સો પાડવા લાગ્યો અને એક ભયંકર ધડાકા સાથે તે પડછાયો ત્યાંથી ગાયબ થ‌ઈ ગયો. માહી આ બધું જોઈ શોકમાં હતી કે પડછાયાના ગાયબ થતાં જ માહી હવા માંથી જોરથી નીચે પડી અને કંઈ પ્રતિક્રિયા આપ્યા પહેલાં જ બેહોશ થ‌ઈ ગ‌ઈ.


પેલી સ્ત્રી માહીની નજીક આવી અને માહીને જોતા તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને તેની આંખો પર પોતાનો હાથ ઢાંકી કંઈક મંત્રો બોલી અને માહી નો હાથ લ‌ઈ તેના કાંડા પર એક દોરો બાંધ્યો અને ત્યાંથી જતી રહી.



આ બાજુ કેવિન પણ વરસાદ થી પેલી બધી વસ્તુઓને ઢાંકી ને સળગાવવામાં કામયાબ રહ્યો હતો, " આમ અચાનક વરસાદ ! નક્કી એ આત્મા જ કંઈક કરી રહી છે. એ પાછી તો નથી આવી ગ‌ઈ ને...! ના ના શું વિચારે છે કેવિન આ બધું સળગી તો ગયું પેલા તાંત્રિકે કહ્યું હતું ને કે સળગ્યા પછી એ આત્મા હંમેશાં એની કેદમાં આવી જશે....પણ વજુભાઈ એ બધું સળગાવી લીધું હશે ને ! " કેવિન મનમાં હજારો સવાલ લઈને બબડ્યો.

તેને ડર હતો કે આત્મા ફરી આવી જશે તો ?


" મારે એક વાર વજુભાઈ ને પુછી લેવું જોઈએ." કહેતા તેણે ફોન હાથમાં લીધો કે તેની નજર માહીના મિસકોલ અને મેસેજ પર ગયો.

જે લગભગ અડધી કલાક પહેલાં જ આવ્યા હતાં.

મેસેજ વાંચતા જ કેવિન ની આંખો પહોળી થ‌ઈ.


" થોડી વાર માં હું ગામે પહોંચી જ‌ઈશ , મને લેવા આવી જજો ભાઈ." માહીનો છેલ્લો મેસેજ વાંચતા જ કેવિન બોલ્યો," ઑહ શિટ, માહી પહોંચી પણ ગ‌ઈ....મારે તરતજ સ્ટેશને જવું જોઈશે." બબડતાં તે તરત ઘરમાં આવ્યો અને છત્રી લ‌ઈ માહીને લેવા સ્ટેશને નીકળી પડ્યો.




એ અંધારી વરસાદની રાત્રે કેવિન માહીને લેવા નીકળી પડ્યો. ગામનું વાતાવરણ હાલમાં ખુબ જ ભયજનક હતું તે સતત માહી વિશે વિચાર કરી રહ્યો હતો કે" માહીને કંઈક થયું તો ન‌ઈ હોય ને ! ક્યાં હશે માહી? ઉપરથી ફોન પણ નથી ઉપાડતી," તેણે માહીને ફોન કરતાં વિચાર કર્યો.


તે પ્રવેશદ્વાર પાસે પહોંચવાનો જ હતો કે તેને થાંભલા પાસે કોઈ છોકરી સુતેલી દેખાયો, તે માહી તો ન‌ઈ હોય ને ! આ વિચાર સાથે તે દોડ્યો અને પેલી છોકરી પાસે જ‌ઈ એના ચહેરા પરથી વાળ હટાવ્યા," માહી.......માહી તું અહીં કેમ પહોંચી ! માહી ઉઠ... માહી શુ થયુ તને ? માહી તુ બેહોશ કેવી રીતે થ‌ઈ ? માહી.‌‌.. "

કેવિન માહીને જગાડવાની ના કામ કોશિશ કરી રહ્યો હતો. માહી કોઈપણ પ્રતિક્રિયા આપી નહોતી રહી. તેણે માહીના ઠંડા હાથ જોયા અને તેને પોતાના હાથ વડે ઘસીને ગરમ કરવાની કોશિશ કરી રહ્યો હતો. થોડી જ વારમાં માહી હોશમાં આવી ગ‌ઈ અને તેણે કેવિન ને પોતાની સામે જોતાં પોતાનાં સતત દુખી રહ્યા માથા પર હાથ રાખ્યો અને બોલી," ભાઈ, હું અહીં કેવી રીતે આવી ? અને તમે ક્યારે આવ્યા?".


માહી બધું જ ભુલી ગ‌ઈ હતી.

જે પણ એની સાથે થોડીવાર પહેલાં થયું એ બધું જ.

કેવિન પણ વિચારમા પડ્યો કે માહી શું બોલી રહી છે ? લાગે છે બેહોશ થયા પછી એને કંઈ યાદ ના રહ્યું હોય, પણ એ બેહોશ કેવી રીતે થ‌ઈ ? અને આ ઘેરો...... વિખરાયેલો છે ! શું માહી એ....... ના ના એવુ કંઈ નહી થયું હોય ! " મનમાં વિચારતા તેણે માહીને ઉભી કરી અને કહ્યું,

"માહી, ચાલ ઘરે આટલી રાત્રે અહીં રહેવું સેફ નથી".

માહી હા પાડી અને બંને ઘરે જવા નિકળી પડ્યાં. કેવિને માહીને એનો રૂમ બતાવ્યો અને થાક લાગેલો હોવાથી રૂમમાં જતાં જ તે સુઈ ગ‌ઈ અને કેવિન પણ પોતાના રૂમમાં આવી ગયો. તે વિચારવા લાગ્યો કે માહી એ જગ્યાએ કેવી રીતે પ્હોંચી? અને તેને કંઈ યાદ કેમ નથી?


"એ બધું સવારે કેવિન અત્યારે વજુભાઈ ને કોલ કરીને જાણી લે કે વિધિ પુરી થ‌ઈ કે ન‌ઈ " બબડતાં તેણે વજુભાઈને કોલ કર્યો પણ ચાર પાંચ રીંગ પછી પણ વજુભાઈએ ફોન ના ઉપાડ્યો. વજુભાઈ સુઈ ગયા હશે સવારે વાત કરીશ એમ વિચારી તે પણ માહીના રૂમમાં એક પાણીની બોટલ મુકે છે અને પોતાના રૂમમાં આવી સુઈ જાય છે.




શું સાચે જ મા્ઈ બધું ભુલી ગ‌ઈ છે? કે પછી નાટક કરી રહી છે? કોણ હતી એ સ્ત્રી જેણે માહીનો જીવ બચાવ્યો? શું કામ વજુભાઈ ફોન નહોતા ઉપાડતા? શું વજુભાઈએ વિધિ પુરી કરી હશે? શું માહી એ આત્મા વિશે જાણી શકશે? આવા સવાલો માટે જોડાયેલા રહો માહી એક ગાઢ રહસ્ય સાથે.........



TO BE CONTINUED..........
WRITER:- NIDHI S...........