Love transcends life books and stories free download online pdf in Gujarati

પ્યાર, જીવનને પાર

પ્યાર, જીવનને પાર

("પ્યાર, મોતને પાર"નું પ્રિકવલ)

"યાર, તને એક વાત કહેવાની છે પણ ખબર નહિ પડતી કેવી રીતે કહું.." સચિન બોલ્યો.

બંને રાત્રે આમ જ જંગલ ને ફરવા જતાં. ગામનાં દરેક વ્યક્તિએ એમને રોક્યાં હતાં કે આમ ત્યાં ફરવું સારું નહિ. જંગલી જાનવર નો ખતરો હોય છે.

સચિન તો સૌને કહી પણ દેતો કે, "હું છું ને! મારી પાસે ચપ્પુ છે, હું જાનવર ને પણ મારી નાંખીશ!" અને મનમાં પણ કહી તો દેતો જ કે હું મારી જાન રવિના માટે કઈ પણ કરવા તૈયાર છું!"

"શું બોલતો હતો, બોલ ને!" રવિના એ પૂછ્યું.

"એક વાત કહું.. મને તું બહુ જ ગમે છે!" સચિ ને આખરે આજે હિમંત કરીને કહી જ દીધું.

"હા, તો એ તો મને પણ ખબર છે અને આખા ગામ ને પણ.. તું જે રીતે મારી સામે દેખે છે, બધાં સમજી જાય છે કે તું મારા માટે શું ફીલ કરે છે!" રવિના એ પણ કહી જ દીધું. નાના ગામ નો પ્યાર હતો એટલે એટલો જ પવિત્ર અને શુદ્ધ હતો.

આખો દિવસ બંનેનો લાકડા કાપવા માં કે લાકડાં લાવવા માં જતો. અને ત્યારે પણ બંને જોડે જ રહેતા.

એ લોકો પાસે રહેતાં અને વાતો ખૂબ કરતાં. બંને ને એકબીજાની સાથે રહેવું બહુ જ ગમતું હતું.

રવિના એ એક રાત્રે કહી જ દીધું કે -

"જો હું મસ્ત મોકો જોઈને પપ્પા ને કહી દઈશ કે આપના બંનેનાં લગ્ન કરી આપે, કોઈને કહેતો ના કે તું મને ઓલરેડી પસંદ કરે છે! હું એમને કહીશ કે તું બહુ જ મસ્ત છુ એમ!" રવિના એ એટલું જ કહ્યું તો પણ એને બહુ જ શરમ આવી રહી હતી.

આ બાજુ સચીનની હાલત પણ કઈક એવી જ હતી. પોતે પણ શું કરવુ અને શું નહિ એ અસમંજશમાં હતો. અને એને પણ બહુ જ શરમ આવી રહી હતી. પણ મનોમન માં તો એ પણ બહુ જ મલકાઈ રહ્યો હતો.

આજે બપોરની રવિના એને કઈક કહેવાનું કહી રહી હતી તો એ જાણવાની ઈચ્છા હતી તો ઉતાવળમાં પોતાની સાથે ચપ્પુ પણ લાવવાનું ભૂલી ગયો. પણ એને એ સૌથી મોટી ભૂલ કરી દીધી હતી!

એકદમ જ અચાનક જ જંગલી જાનવરોનું ટોળું આવ્યું. રવિના એ જેવું જોયું કે એને સચિનને ધક્કો મારી ને એક બાજુ કરી દીધો. જાનવરો એને પકડીને લઈ ગયાં. સચિન દૂર રહીને એની છેલ્લી ચીસ સાંભળી રહ્યો.

એ બહુ જ અફસોસ મહેસૂસ કરી રહ્યો હતો. એણે એવું લાગ્યું કે પોતાને લીધે જ રવીનાને એને ખોઈ હતી.

એ રોજ રવીનાની યાદમાં ત્યાં ચપ્પુ લઈને ફરે છે. રોજ એને યાદ કરીને રડે છે. પણ જે જાય છે એ ક્યાં પાછું પણ આવે છે?! શું પ્યારમાં એ તાકાત હોય છે?!

એવી જ એક ઉદાસ સાંજે એ ત્યાંથી ફરતો ફરતો જઈ રહ્યો હતો. એ રોજ આ જ રીતે ફરતો હતો.

કોઈ છોકરીને એને જોઈ તો જંગલમાં ભૂલી પડી ગઈ હોય, એવું એને લાગ્યું તો એ એને એની પાછળ લઈ આવ્યો.

બંને જંગલમાં આગળ વધે છે. વાતોનો દોર ચાલુ થાય છે.

સ્વાભાવિક રીતે જ જેમ દૌર શરૂ થાય એમ.. પહેલાં નામ, પછી ઠેકાણું, અને એમ જ વાતો શુરૂ કરી.

નેહાથી આગળ આગળ સચિન ચાલતો હોય છે.

બસ હવે થોડે જ દૂર એ જગ્યા આવવાની હતી કે જ્યાં રવિના સાથે દુર્ઘટના ઘટી હતી.