Maqak Janaleva and Saath (two microfictions) books and stories free download online pdf in Gujarati

મજાક જાનલેવા અને સાથ (બે માઇક્રોફીકશન)

મજાક જાનલેવા

"પ્યારમાં મરવા ની વાત તો બધાં કરે છે પણ એવું ખરેખર કોણ કરે છે?!" હું એને હંમેશાં કહેતી એ મને યાદ આવી ગયું.

સાચે એ મને કેટલો બધો પ્યાર કરે છે કે એ મારા માટે આમ મરી ગયો.. મને હવે બહુ જ અફસોસ થઈ રહ્યો હતો, હું તો ખાલી મસ્તી.. મને રડવું આવી ગયું. .

પ્યાર કોઇ મજાક થોડી છે અને આ તો કોઈની આખી લાઈફ ને સવાલ હતો ને! એ તો મારી પાછળ પાગલ હતો જ એ તો આખી દુનિયા ને ખબર હતી પણ મારે એની સાથે એવું નહોતું કરવાનું ને! મને બહુ જ અફસોસ અને ગિલ્ટ થવા લાગ્યું.

ઓહ ગોડ. મેં આ શું બહુ મોટું પાપ કરી દીધું. હું તળાવ ની નજીક જ હતી અને બસ હવે આ વિચારો કરીને ત્યાં પડી જ જવાની હતી. પણ હું ત્યાં કૂદી તો મને અહેસાસ થયો કે કોઈ મને પકડી રાખી છે. હું ત્યાં અટકી રહી હતી, જાણે કે કોઈ એ મને પકડી ના રાખી હોય એમ.

એક અવાજ આવ્યો તો મને બધું જ સમજાઈ ગયું -

"હું હજી પણ તને એટલો જ પ્યાર કરું છું, તું પ્લીઝ મરીશ ના, હું તો હવે આ દુનિયા માં નહિ, પણ તું તો ખુદને સાચવ, જો તું ખુશ રહીશ તો હું પણ ખુશ રહીશ.."

આજે એ વાતને સાત વર્ષ થઈ ગયાં છે, હજી પણ મેં લગ્ન નહિ કર્યા, લગ્ન કરું પણ કેવી રીતે, એ પાગલ સાથે મારા લગ્ન થઈ ગયાં છે તો અને એ તો મને એટલું બધું ચાહે છે કે મર્યા પછી પણ મને પ્યાર કરે છે, હવે હું આખરે બીજાની થઈ પણ કેવી રીતે શકું!


*******


સાથ

એકલું જીવન કેટલું નીરસ લાગે છે ને?! અને એ પણ આ ઉંમરમાં તો વધારે. હું બસ એને જ યાદ કરી રહ્યો. એક નહિ પણ ત્રણ ત્રણ છોકરાઓ છે, પણ બધાં જ વિદેશ છે વેલ સેટ છે. મારે કોઈ જ વાતની કોઈ જ કમી નહી, પણ શું કરું, પૈસાથી સાથ થોડી મળે છે?! મને આ મોટા ઘરમાં પણ જેલ જેવું લાગે છે. મન ઉદાસ રહે છે અને ભગવાન ને કહ્યાં કરું છું કે હવે આ ઉંમરમાં વધારે સહન નહિ થતું, આના કરતાં તો તું મને ઉપર જ બોલાવી લે. મને ગીતાની બહુ જ યાદ આવતી હતી.

એ સમયે તો નાનપણમાં જ લગ્ન કરાવી દેતાં હતાં અને અમારા લગ્ન પણ એ રીતે જ થયાં હતા. પગમાં પેરેલીસિસ છે તો વ્હીલ ચેર પર ચાલુ છું. આજકાલની આ સ્માર્ટફોનની દુનિયામાં આવવા માટે હજી હું ફીટ નહિ, હા, હજી પણ મને તો પુસ્તકો ગમે છે.

હું વ્હીલચેર પર એ મોટા રૂમમાં હતો. ત્યાં મારા માટે બહુ બધી કિતાબો હતી. પુસ્તકો કલેક્ટ કરવાનું મને ગમતું હતું અને ગીતાને પણ અમે બંને મોડી રાત સુધી આમ સાથે બુક્સ વાંચ્યાં કરતાં.

ગયાં મહિને જ ગીતા મને છોડીને ચાલી ગઈ, દિલ ત્યારથી બહુ જ ઉદાસ છે અને કઈ જ ઠીક નહિ લાગતું.

"ત્યારે તો કહેતી હતી ને કે સાથે મરીશું.. તો લઈ જા ને મને!" મેં એના ફોટા સામે જોતાં કહ્યું.

બે પુસ્તકો ઉડતી ઉડતી આવી અને હું એના કવર પેજ પર ગીતાને જોઈ રહ્યો. ઉડતી બૂકની સાથે એ મને પણ તાણતી ગઈ અને આગળનું બધું જ મને કઈ જ ખબર નહિ.