smiles of life books and stories free download online pdf in Gujarati

હસતી રમતી જિંદગી...

રોજ સવાર માં ૬ વાગ્યે બધા વોકિંગ ગાર્ડન માં ભેગા થાય...રોજ થોડું ડગમગ ડગ મગા ચાલે અને રોજ  સરગવાનું  સૂપ પીવે...

આ બધુ હું રોજ જોતી..

હું પેહલા દીવસ ચાલવા ગઈ ત્યારે આ લોકો ૭ વાગ્યે ટોળાં માં બેઠા હતા અને તે દીવસ તો મે એમને નોટ ના કર્યા...

જેમ જેમ હું રોજ ચાલવા જતી એમ એમ એ લોકો ના ચહરા યાદ રેહવા લાગ્યા, ટોટલ કેટલા ડોસા હતા એ ભી યાદ રેહવા લાગ્યા,  એ લોકો શું શું વાતો કરે છે, કયું માણસ ક્યાં કપડાં વારંવાર પહરે છે, કોનું ઘર ક્યાં છે  એ બધુ જ ધીમે ધીમે મને ખબર પાડવા લાગી.

આનાથી ઉલ્ટા, હું રોજ ચાલવા જતી હતી, તો એ લોકો પણ મને ઓડખવા લાગ્યા હતા. હવે અમારા વ્યવહાર જઇશ્રી કૃષ્ણ બોલવાના પણ થાય ગયા હતા. હું સવાર માં ચાલવા જાવ એ બધા ચાલતા હોય આગડ પાછાડ અમુક વળી બેસી જાય પણ બધા મને જય શ્રી કૃષ્ણ તો બોલે જ.

સમય  વિતતો ચાલ્યો. ક્યારેક મારો મૂડ હોય તો હું બેસું પણ એમની સાથે. બધા પોતાના પગ ના, માથાના, દુખવા ના કાવ્યો સંભળાવે અને હું પણ જરૂરી સૂચનો અને ધ્યાન માં રાખવા ની કાળજી પરેજી સમજવું બને ત્યાં સુધી કોઈ દવા ના લખી આપું કેમ કે આ ઉમર માં દવા ફાવે નહીં.આવો અમારો નિત્યા ક્રમ થવા લાગ્યો. રોજ મોર્નિંગ વલ્ક માં જવાનું, ક્યારેક ટાઇમ મળે તો બેસવાનું, વાતો કરવાની, સૂપ પીવાનો અને ઘરે પાછા

આમ તો ખાતા પીતા ઘરના ડોસા બધા... ઘણા તો પેન્સન વાળા.. એટ્લે કોઈ ને કોઈ ફાઇનાન્સિયલ પ તકલીફ હોય નહીં...પણ અમુક લોકો ની વાતો એમની પેરમીસસીન થી શેર કરવી ગામસે....

ગોવિંદ અંકલ..હમેશા હસતાં હોય... પત્ની કેસર બેન.. એમ પણ ક્યારેક આવે ચાલવા.. .. ગોવિંદ કાકા બધા પુરુષો ની જેમ કેસર કાકી સાથે હોય ત્યારે ટેન્શન માં ચાલે.. :) અને કેસર કાકી ના હોય ત્યારે અલમસ્ત મજા માં ચાલે... પણ હું આ નોટ કરતી.. હસતાં હસતાં એક બે વાર કીધું પણ ખરું..કે કાકી ના લીધે બૌ ટેન્શન માં લાગો..ગોવિંદ કક યે કે ય તારી કાકી હોય ત્યાં ટેન્શન તો થાય જ ને...એ હસી ને વાત ઉડાવી દેય... અને ખરેખર કાકી ટેન્શન કરાવે એવા તો નથી....

ગોવિંદ કાકા પેન્સન વાળા હો ભાઈ... પોતાનો પૈસો પોતે વાપરે અને એમના દીકરાઓ ને બીજા સિટિ માં સેટલ કરી દીધા એટ્લે કઈ જિંદગી માં માથા કૂટ હતી નહીં..છોકરાઓ એની રીતે અને પોતે પોતાની રીતે...સમજદાર બોવ એટ્લે એને કોઈ ને કઈ વારસાગત મૂડી આપી નથી હજુ..એટ્લે છોકરાઓ ને વહુઓ આવે જાય મજા થી રે બાકી કાકા પાસે થી કઈ મળે નહીં..એટ્લે બધાય કાકા ની બૌ સેવા પણ કરે.મને ગોવિંદ કાકા બૌ સમજદાર લાગે...કેમ કે આપના પૈસા વારસા માં આપી દઈ ને આપણે જ ગુલમો ની જેમ જેવવું એ કઈ સમજદારી ના કહવે. ઉલ્ટા વારસો છેલ્લે આપીએ તો બધા આપની સેવા માં હાજર  રહે...

બીજા હતા..લક્ષ્મણ કાકા.. કાકા લક્ષ્મણ ન કાકી સુરપંખા...કાકા ના બધે સારા સંબંધ.. પણ કાકી ક્યાય છેતરાય નહીં.. જરૂર પડે ત્યાં તડફડ પણ કરી નાખે..લક્ષ્મણ કાકા કહતા હતા કે એકવાર એક સ્કૂટી ભૂલ થી મને  અડી ગયું...કાકા ને કઈ વાગ્યું નહીં...સ્કૂટય વળી છોકરી બિચારી ઊભી રહી ને સોરી કહ્યું...કઈ લાગ્યું નથી ને પૂછ્યું પણ સુરપંખા કાકી તો જે બજવા લાગી ગયા.. છેલ્લે કાકી પોલિસ સુધી જવાની ધમકીઓ આપવા લાગ્યા.... માંડ માંડ કાકી ને બે પાંચ લોકોએ ભેગા થાય ને પાછા  વાળ્યા ...બિચારી છોકરી તો રદમાસ થઈ ગઈ... આ હતો કાઈનો પાવર...હા હા હા ... પણ લક્ષ્મણ કાકા માટે તમને માન  થઈ  જાય કે આવા બા સાથે ચાલીશ પચાસ વરસ કાઢવા એ રાષ્ટ્રપતિ અવર્ડ મળવા ને પાત્ર છે...

એક હતા મોહના દાદા... એ કોઇની વાત સાચી ના મને..એની પોતાની ફિલોસોફી ચલાવે..આપણે કહીયે રાત સુરજ ના ડૂબવાથી થાય.. પણ એનો કઈક અલગ ફંડા હોય.. પણ એક વાત હતી એ જે દિવસ ન આવે તે દિવસ મજા ના આવે.. નવા નવા તુક્કાઓ ને નવી નવી ફિલોસોફી કોણ કહે ?એક દીવસ ની વાત છે... મને થોડા જાડા થયા હોવાથી હું 4-5 દીવસ ચાલવા ના ગઈ..છતાં દીવસે હું જ્યારે ચાલવા ગઈ હતી તો બહુ જ નબળાઈ હતી... તો બહુ ચાલી નહીં ને સૂપ પીવા બેસી ગઈ...મોહન દાદા મારી પાસે આવ્યા અને કહે કેમ બેઠી ગઈ..મે કહ્યું જાડા ને લીધે નબળાઈ આવી ગઈ છે.. બૌ ચાલસે નહીં...મોહન દાદા તો ભાઈ બધાની સામે કહે આ નવી જનરેશન જ માયકાંગલી છે...અમને તો ખબર જ નહોતી નબળાઈ સુ છે...આ તમારા જુવાનિયા કરતાં તો અમે ગાર્ડન ના ચાકર દોડી દોડી ને લગાવીએ છીયે..સુ થસે તમારું? મને તો આજે એમની વાત સાચી લાગતી હતી...તે દીવસ થી મે મોહન દાદા  કરતાં તો જડપથી જ દોડવાનું રાખ્યું....હા,,,હા,,,હા,,,,

 

ભુવન કાકા બે ત્રણ દીવસ થી દેખાયા નહોતા... મને તે દીવસ સાંજે એમ થયું કે લાવ એમને મળી આવું..હું સાંજી ઓફિસ થી આવી ને એમને મળવા દોડી ગઈ..એમના ઘરે મને બધા તરફથી ખૂબ સ્વાગત મળ્યું...મે ભુવન કાકા ની બધી દવાની ફાઇલઑ જોઈ હતી..એમને કિડની ફેઇલ્યુર હતું.. એ ભી બંને કિડની... ડાયાલિસીસ પર જીવતા હતા...અને અમને તો કોઈ ને કઈ ખબર ના હતી.. એમ ના કહી સકે.. અલબતા મને તો બિલકુલ ખબર નહોતી... એમને છેલ્લા 5 વરસ થી કિડની ફેઇલ્યુર છે..ડાયાલિસીસ દર 15 દીવસે કરાવે.. કિડની બદલવી નવી નાખવી પડે... ઉમર ના લીધે આ ઓપરેશન પણ થઈ સકે તેમ નથી...હમણાં ગયા વીક થી વીકલી ડાયાલિસીસ કરવું પડે એવી પરિસ્થિતી આવી ગઈ છે...ભુવન કાકા ને બીજી ઇન્ફેકશન પણ થાય ગઈ છે...સ્ટેરોઈડ પણ ચાલુ છે... મને એમની આ પરિસ્થિતી જાની ને બૌ દુખ થયું...

મને દુખ થવાનું કારણ મારૂ એમના પ્રત્યે નું માન છે...એક શાંત મુર્તિ...હમેશા હસતાં માણસ...જિંદગી થી સંતુસ્થ...હમેશા બીજા ને મદદ કરે..ઉદાર દિલ, ઉમદા વ્યક્તત્વ, જતું કરવા વાળા માણસ...આવા લોકો પ્રત્યે કોઈ ને પણ  માન થાય......

બુવાન કાકા એક અઠવાડિયું.. બે અઠવાડીયા...ઘણા અઠવાડીયા ના આવ્યા... મે નોટિસ કર્યું કે ધીમે ધીમે એમની ગેંગ ના ઘણા લોકો આવતા બંદ થાય ગયા...મારૂ મન અકડવતું હતું..કેમ થયું હસે.. સુ થયું હસે...કેમ કોઈ મળતા નથી...આખરે હું જ ભુવન કાકા ના ઘરે ચાલી ગઈ...અને જિંદગી માં આટલો જાતકો મન નથી લાગ્યો...

ભુવન કાકા આ દુનિયા માં ન રહ્યા.... હું એમને મળી પણ ના સકી લાસ્ટ સમયમાં.. મને ખબર પણ ન હતી..ઘરે આવીને મને વિચારો નો દોર ચાલ્યો

કેટલી અકલ્પ્ય છે આપની જિંદગી નો અંત ? આપણે પણ એક દીવસ કોઈ ને કહ્યા વગર જતાં રહસું..હાલ કેટલા પણ સાસક્ત હોઈએ..અંત માં લોકો ના સહારે છીયે. આટલી શાંતિ.. સહાજ પણે જય સકવો આપનો સ્વભાવ પણ નથી.... હસતાં હસતાં બધુ સ્વીકાર કરી લેવું મૃત્યુ ને પણ એવું થાય સક્સે?