Khamoshi - 1 books and stories free download online pdf in Gujarati

ખામોશી - ભાગ 1

આ સ્ટોરીમાં આવતા દરેક પાત્ર, સ્થળ, અને સમય કાલ્પનીક છે. જેનો સાચી ઘટના સાથે કોઈ સંબંધ નથી.

જીંદગી મસ્ત ચાલી રહી હોય અને તેમાં કોઈક પ્રકારનો વળાંક આવે તો જીવનની ગતિવિધિ બદલાતી હોય છે. આવો જ એક વળાંક વીનયના જીવનમાં આવ્યો. વીનય? નામ સાંભણીનેજ મનમા સવાલ થાય. કોણ છે વીનય? એના જીવનમાં એવું શું થયુ હશે? કે એના જીવનની દિશા બદલાઇ ગઈ. વીનય નામ સાંભળવાની સાથેજ આવા અનેક સવાલ થાય. મનમાં થતા દરેક સવાલનો જવાબ જાણવા માટે વાંચતા રહો 'ખામોશી'.

શીર્ષક વાંચતાજ થોડોક ખ્યાલ આવી જાય કે વીનયના જીવનમાં આવેલા વળાંકે વીનય પર ખુબ ગંભીર અસર કરી હશે.

૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો વીનય પોતાના મીત્ર આશીષ, રાજ,અને વીપુલ સાથે એચ.એસ.સી. ની પરીક્ષા પાસ કરી અત્યાર સુધી અજાણ કે જ્યાં કોઈપણ પ્રકારની રોકટોક નથી, કોઈ પ્રકારની સીમા નથી, ખુલ્લીને આનંદ કરી શકાય, કહી શકાય કે જીવન જીવવું હોય તો અહીંજ જીવી શકાય એવા દ્વારમાં પ્રવેશ કરે છે. અને એ દ્વાર એટલે કોલેજનું પહેલું વર્ષ..

શાળામાં અભ્યાસ કરતા ત્યારથીજ વીનય અને તેના મિત્રો ખુબ મજાક-મસ્તી કરતા આનંદ કરતા. અને કોલેજમાં આવ્યા પછી એમાં પણ વધારો થઈ ગયો. એક દિવસ કોલેજમાં લેક્ચર ચાલું હોય છે. અને વીનય વારંવાર પહેલી બેંચ પર વચ્ચે બેઠેલી રાધીનો ચહેરો જોવાની કોશીશ કરી રહ્યો હતો. વીનય જાણતો નથી કે એ છોકરીનું નામ રાધી છે. પરંતુ રાધીની બાજુમા બેઠેલી સંધ્યા વચ્ચે હોવાથી વીનય રાધીનો ચહેરો ના જોઈ શક્યો.

વીનય રાધીને જોવાની કોશીશ કરી રહ્યો હતો. આ વીનયની બાજુમા બેસેલો તેનો મિત્ર આશીષ જુવે છે અને ઇશારો કરીને શું જુવે છે? એમ પુછે છે. ત્યારે વીનય પોતાનું મસ્તક હલાવી આંખો બંધ કરીને કહે છે. કંઈ નહી.

લેક્ચર પુરો થતાં વીનય પોતાના મિત્રો સાથે ક્લાસરુમમાંજ બેઠો હોય છે. અને રીસેસનો ટાઈમ હોવાથી ક્લાસ થોડો ખાલી ખાલી લાગતો હતો.ત્યારે રાધી ક્લાસમા હતી નહી એટલે ત્યારે પણ વીનય રાધીનો ચહેરો જોઈ ના શક્યો.ત્યારબાદ રજા પડતાં વીનય પોતાના મિત્ર આશીષ સાથે કોલેજના કમ્પાઉન્ડ મા વાતો કરી રહ્યો હોય છે.ત્યારે વીનય કહે છે કે આશીષ તું ક્લાસમા મને પુછતો હતોને કે કોને જુવે छो..

હા આશીષે કહ્યુ...

ત્યારે હુ સંધ્યાની બાજુમા પહેલી બેંચ પર વચ્ચે બેસેલી એ છોકરીને જોઈ રહ્યો હતો. તું જાણે છે એ કોણ છે? એનું નામ શું છે? વીનયે કહ્યુ.

પહેલાતો આશીષે થોડીવાર મજાક કરતાં કહ્યું. હું હું ગમે છે તને.

ના એવુ કંઇ નથી આ તો બસ એમજ પુછ્યુ. વીનયે કહ્યુ.

ત્યારે આશીષ જવાબ આપે છે. એનાં વિષે કંઈ ખાસ તો હું પણ નથી જાણતો પણ એનું નામ રાધી છે.

વીનય પોતાના મુખ પર એ નામ પાછુ લાવે છે રાધી.....અને બોલી જાય છે કેટલું સરસ નામ છે.

આશીષે સરખુ સાંભળ્યું ન હતું એટલે તેણે પુછ્યુ - શું?

કંઈ નહી કંઈ નહી વીનયે કહ્યુ.

અચાનક આશીષની નજર વીનયની પાછળથી પસાર થઈ રહેલી રાધી પર પડે છે. અને તે વીનયને કહે છે જો રાધી..

આમ બોલવાની સાથેજ રાધીનો ચહેરો જોવા તત્પર થયેલો વીનય એકદમ ઝડપથી પાછળ ફરે છે અને એની નજર રાધી પર પડે છે. વીનયની રાધીને જોવાની તત્પરતા અહીં પુરી થાય છે. પરંતુ રાધીને જોતાની સાથે જ વીનય સજડ થઈ જાય છે એવુ લાગી રહ્યુ હતું જાણે વીનયને કોઈ શોક લાગ્યો હોય.

થોડીવાર તો આશીષ પણ વીનયને જોઈ રહે છે. મનમાં વીચારે છે કે વીનયને શું થયું. પછી એ વીનયને ચુટકી વગાડીને બોલાવે છે પણ વીનય કોઈ જવાબ આપતો નથી. પછી આશીષ પોતાના હાથ વડે વીનયને બોલાવે છે ત્યારે અચાનક વીનય રાધીના વિચારોમાથી બહાર આવે છે. અને બોલે છે ક્યાં ગઈ એ?

કોણ? આશીષે પુછ્યુ.

કોની વાત કરે છો તું?

અરે રાધી વીનયે ઉત્સાહ પુર્વક કહ્યું.

એ તો હમણાંજ ગઇ.પણ તુ કયાં વિચારોમાં હતો? લાગે છે રાધીનાજ ખ્યાલોમાં ખોવાઈ ગયો હતો. આશીષે પાછી મસ્તી કરવાનું ચાલુ કર્યુ. અને વીનયને કહ્યુ વીનય તને ખબર છે આને કહેવાય પહેલી નજરનો પ્રેમ.

ત્યારે વીનયે હસતાં હસતાં કહ્યુ. બસ કર એવું કંઈ નથી. પછી એ બંને પણ ત્યાંથી ઘરે જવા નીકળે છે. પરંતુ વીનય હજી રાધીનાજ વિચારોમાં હતો.

એ કબુતર જેવું પ્રેમ ભરેલું નામ

ખળખળ વહેતી નદી જેવી આંખો, ફુલથી પણ કોમળ લાગી રહેલા હાથ કોયલથી પણ મધુર એનો અવાજ,

ચાંદથી પણ સુંદર એનો ચહેરો

ઝગમગતા તારા કરતા પણ વિશેષ એનું હાસ્ય!

આ દરેક વાતે વીનયના દીલ પર અસર કરી દીધી હતી. ઘરે જઈને પણ વીનય પોતાના રુમમાં એકલો બેઠેલો હોય છે અને વારે વારે રાધીના વિચારોમાં ખોવાઈ જાય છે. રાધી પ્રત્યેની આ પહેલી નજરે વીનયના જીવનમાં એક શાંત વાતાવરણ ઉભુ કર્યુ હતું. વીનયના જીવનમાં ઉભુ થયેલું આ વાતાવરણ એ ખામોશી!

શું વીનયને રાધી સાથે ખરેખર પ્રેમ થયો હશે?

શું વીનયના જીવનમાં આવેલી આ ખામોશી દુર થઈ હશે?

જવાબ મેળવવા માટે વાંચતા રહો ખામોશી

તમારો અભિપ્રાય જરૂર થી જણાવજો