Do not take your relationship for granted. books and stories free download online pdf in Gujarati

સંબંધ કયારે પણ ટેકિંગ ફૉર ગ્રાન્ટેડ ન લેવો

પતિને જ્યારે પત્નીની જરૂર નથી વર્તાતી, જ્યારે પત્નીનો મૌન પતિને ના સમજાય તો સારૂ છે. પતિને જ્યારે પત્નીની જરૂર નહોય તો સારૂં છે. પતી જ્યારે પત્નીને તકલીફ આપે છે તો તે છે. પતી જ્યારે પત્નીને સજતો નથી તો સારૂં જ છે. પતી પત્ની સાથે જે પણ ખરાબ વર્તન કરે છે, તે સારૂં છે, કેમ કે આપણે દુનિયામાં આવ્યા છે તો પાછા જવાના જ છીએ. અને જ્યારે કોઈ અણગમતી વ્યક્તિ જાય તો આપણે માત્ર દુ:ખ થાય, આઘાત ના લાગે. જો પત્ની જતી રહે ત્યારે પતીને માત્ર દુ:ખ થશે. અને પત્નીની આત્માને શાંતિ કેમકે તે આખો દિવસ એજ વિચારતી હોય છે, કે મારા ગયા પછી આમનું ધ્યાન કોણ રાખશે? મારા ગયા પછી આમની જરૂરત કોણ પુરી કરશે. એટલે જીવતેજીવ જ્યારે પતી પત્ની સાથે ખરાબ વ્યવહાર કરે અને તેને પોતાથી દૂર કરે ત્યારે પત્નીને આઘાત તો લાગે છે પણ તે વાતનો અફસોસ નથી હોતો કે મારા ગયા પછી આમનું શું થશે. કેમકે પતી પહેલે થી જ પત્ની સાથે ખોટો વ્યવહાર કરી તેને દૂર કરી દીધી છે. એટલે હવે પત્નીને શાંતી છે કે હું રહું કે નહી મારા પતી શાંતીથી રહેશે અને મારી યાદમાં તડપશે નહી અને પોતાનું ધ્યાન પોતે રાખશે.

આ માત્ર પતી માટે નહી પણ પત્ની માટે પણ લાગુ પડે છે. અને તે બધા સંબંધો માટે જે આપણા જીવનમાં છે.

મેં કોલેજમાં એક વાર્તા વાંચી હતી મને તે વાર્તા આમ બહુ યાદ નથી પણ, તેમાં એમ હતું કે પ્રેમિકા અને પ્રેમી એકબીજાને મળવા માટે બહુ મહેનત કરે છે. પણ, જ્યારે અંતે મળી જાય છે ત્યારે તેઓ નું આકર્ષણ ખતમ થઈ જાય છે. મને લાગ્યું કે આ માત્ર પુસ્તકીય જ્ઞાન હશે, પણ જેમ જેમ સમજદાર થતા ગયા ત્યારે ખબર પડી કે આ પુસ્કીય જ્ઞાન નહીં પણ જીવનનો ભાવાર્થ છે.

આવું જ આપણે જીવનમાં પણ થાય છે. આપણા અડધું જીવન જેને મેળવવા માટે મહેનત કરીએ છે અને જ્યારે તે મળી જાય છે ત્યારે તેનું આકર્ષણ ખતમ થઈ જાય છે. આવું આપણી સાથે પણ થતું હોય છે. આપણે જ્યા સુધી કોઈ વસ્તું ન મળે ત્યા સુધી તેનું આકર્ષણ હોય છે. પણ, જ્યારે તે વસ્તુ મળી જાય છે ત્યારે તેનું આકર્ષણ ખતમ થઈ જાય છે. પણ આવું કેમ. વસ્તુમાં તમારું આકર્ષણ ઓછું થાય તે એક વાર માટે સમજી શકાય. પણ તમારી સાથે રહેતી વ્યક્તિ માટે આ આકર્ષણ ઓછું થાય તે ખોટું છે.

આપણે કેમ આપણા માણસોને ટેકીંગ ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. કેમ તેમની ફિલીંગ્સ કે તેમની મુશ્કેલીઓ નથી સમજતા. જમાનાઓથી આ ચાલતુ આવ્યું છે. મારા પહેલા ઘણા લોકો એ આ ટૉપિક પર ઢગાલા બંધ લખ્યુ હશે. તો પણ આપણે તે વાંચીએ છીએ અને આગળ વધીએ છીએ, ના ના વિચારી થી નહી પણ શરીર થી. વિચારો તો આપણી ઈચ્છા હોય તો જ આગળ વધે છે. નહીં તો એક જ જગ્યા પર પૃથ્વીની જેમ ગોળ ગોળ ફર્યા કરે છે.   

       આપણે ભુલી જઈએ છીએ કે ભગવાને તમારી આસપાસ જે પણ વ્યક્તિઓ આપી છે. જે પણ સંબંધો આપ્યા છે, તે ગયા જન્મમાં તેમની લેણાદેણી હશે એટલે જ આપ્યા છે. તમારી જેમને ચિંતા થાય છે તેમ પણ તમારા ગયા જન્મની લેણાદેણી બાકી હશે એટલે આ જન્મમાં તે તમારી સાથે છે. અને જ્યા સુધી તે લેણાદેણી પુરી નહી થાય ત્યા સુધી તેઓ તમારી સાથે જ રહેવાન છે. તો પછી શા માટે આપણું તેમના પ્રત્યેનું આકર્ષણ ઓછું થવું જોઈએ. કેમ આપણે જે મળ્યા છે અને જેવા છે તેને નિભાવતા નથી. આપણે દરેક સંબંધથી બહુ જલ્દી કંટાળી જઈએ છીએ. કંટાળો આપણે એક જ કારણે આવે છે, જ્યારે કઈ એક્સાઈટમેન્ટ નથી હોતું હને. તો પછી તમે કેમ કંઈ એક્સાઈટમેન્ટ નથી લાવતા. દરેક સંબંધોમાં એક્સાઈટમેન્ટ હોવું બહુ જરૂરી છે. એક્સાઈટમેન્ટ કઈ રીતે, તમે એક સાથે બેસીને વાતો કરો, કંઈ એડવેન્ચર્સ ટ્રીપ પર જાઓ, ગેમ્સ રમો, બેસીને કોઈ ટૉપિક પર ચર્ચા કરો. લોન્ગ વૉક પર જાઓ. પોતાના પાર્ટનર સાથે ક્યારેક આખી રાત વિતાવો, તેને આખી રાત પ્રેમ કરો. તેની સાથે રિસોર્ટ કે બીચ પર ફરવા જાઓ. જો પૉસિબલ હોય તો બીચ પર રાતે તારાઓ જુઓ. ઘણી બધી રીત તમે તમારા સંબંધોને જીવંત રાખી શકો છો. પણ,જ્યારે આ બધુ કરો ત્યારે એ ના વિચારો કે હું આટલું કરું છું પણ સામેવાળા કંઈકરતા જ નથ. તે પણ કરશે. પણ બધાને થોડો સમય આપવો બહુ જરૂરી છે. કેમકે સમય પહેલા કોઈ વસ્તું ઠીક થઈ શકતી નથી. આપણે ભલે કહીએ કે સારૂં થયુ સમય પહેલા બધું ઠીક થઈ ગયું. પણ, ના તેનો ઠીક થવાનો સમય તે હતો, એટલે તે તે સમયે ઠીક થયું.

પણ, તેનો અર્થ તે નથી કે તમે સામેવાળાને ટેકીંગ ફોર ગ્રાન્ટેડ લો. કેમકે સામેવાળો જો તમારી માટે પોતાનો સમય કાઢે છે. તમને મહત્વ આપે છે. તો તમે પણ તેમના એ પ્રયત્નોને મહત્વ આપી આગળ વધો. કેમકે એક વ્યક્તિ જ્યારે તમને તેમનો સમય આપે છે, તો તે તમારા માટે પોતાનું સર્વસ્વ આપે છે.