Mayra books and stories free download online pdf in Gujarati

માયરા

તા.૧/૪/૨૦૨૪, સોમવાર

મને કોઈ લખવા નો અનુભવ નથી, પણ કહેવાય છે ને કે આપણા વિચારો દર્શાવવા માટે કોઈ લેખન પદ્ધતિ ની જરૂર નથી, તમારી લાગણીઓ સાચ્ચી હોય તો કોઈ પણ તમારી વાત આસાનીથી સમજી શકે,
હું નાનપણ થી જ લાગણીશીલ સ્વભાવની છું, વધારે પડતાં જ લાગણીશીલ હોવાથી હું નાની નાની વાતો પણ મન પર લઈ લેતી અને હંમેશા પોતાની જાતને દુઃખી કરતી.
ખાસ કરીને મારા નજીકના લોકો મારી વાત ના‌ સમજી શકે ત્યારે વધારે જ લાગણીશીલ થઈ જતી,
મારા ૨ બાળકો છે,એક છોકરો જેનું નામ વિયાન છે, અને બીજી છોકરી છે જેનું નામ માયરા છે,વિયાન‌ ૬.૫ વર્ષ નો છે, જ્યારે માયરા ૨.૧૦ વર્ષ ની છે.
આપણે વાત કરીશું માયરા ની‌... જે અત્યારે તો હસતી રમતી, મસ્ત ખિલખિલાટ કરતી એક cute બાળકી છે, પણ જ્યારે એનો જન્મ થયો હતો ત્યારે એ જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી એક નાજુક નવજાત શિશુ હતી.‌‌..
આજે પણ‌ બરાબર યાદ છે મને, .... જ્યારે મને ડો.અમી એ તાત્કાલીક માં ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું,.. વાત એમ‌ હતી કે મને હાઇપર ટેન્શન ના લીધે,‌ બ્લડ પ્રેશર કંટ્રોલમાં જ આવતું નહોતું , જેના કારણે ગર્ભ મા રહેલ‌‌ બાળક ને બ્લડ પહોંચતું નહોતું,એનો‌ વિકાસ પણ અટકી ગયો હતો, અહીં જો સમય પહેલાં ઓપરેશન માટે હાં ના કહું તો હાઇપર ટેન્શન ના લીધે મારી જાન નું જોખમ‌ અને બીજી બાજુ ગર્ભ મા રહેલ‌‌ બાળક ને બ્લડ નાં પહોંચવા ના લીધે બાળક ની જાન નું જોખમ‌,એમ અમારા‌ બંને ના જીવ બચાવવા માટે સમય પહેલાં ઓપરેશન માટે હાં પાડી,...

હું મારા પતિ સાથે હોસ્પિટલ પહોંચી, મારા પતિ મને હિંમત આપતાં રહ્યાં કે તું ગભરાઈશ નહીં, હું છું અહીં, એમની સામે તો હું કંઈ ના બોલી પણ અંદર થી હું ‌કમજોર થઈ ગઈ હતી, કેમકે ૨ વાત નો ડર હતો એક‌ તો મને કંઈક થઈ જાય તો મારા પરિવાર થી વિખુટા પડવાનો ડર, મારા વિયાન ને, આવનાર બાળક ને માં વગર‌ જીવવું પડે એનો ડર અને જો હું બચી જાવ તો મારા બાળક ને ‌ખોવાનો ડર , એક પળ પણ‌‌ મને આરામ નહતો..
સાંજ ના ‌૪ વાગ્યે મને ઓપરેશન થિયેટર માં લઇ ગયા,‌ કરોડ મા એનેસ્થેસીયા આપી દીધા પછી એમણે બાળક ને સુરક્ષિત બહાર લાવવાનું કામ શરૂ કર્યું,...
૪:૩૪ એ બાળક નો જન્મ થયો, ડોક્ટર એ‌ જણાવ્યું કે તમને છોકરી નો‌ જન્મ થયો છે,‌ પણ‌ મારી બાળકી ને તાત્કાલીક સારવાર માટે એનઆઈસીયુ માં એડમીટ કરવી પડે એમ હોય, મારા પતિ હોસ્પિટલ ના સ્ટાફ સાથે એને લઈને ગયા.
આ બાજુ મારી સ્થિતી‌ બગડવા લાગી, હું શ્વાસ પણ લઈ નહોતી શકતી, એકદમ‌ ટુંકો શ્વાસ ચાલવા લાગ્યો, ડોક્ટર ઘણા પ્રયત્નો કરવા લાગ્યા, મને ઊંડા શ્વાસ લેવાનું કહેતાં પણ હું શ્વાસ લઈ નહોતી શકતી, મને લાગવા લાગ્યું કે હવે હું ગઈ, હું નહીં બચું, આંખ સામે અંધારૂં છવાઈ ગયું, મેં મારા પતિ ને અંદર બોલાવવા ડોક્ટર ને કહ્યું,પણ‌ મારા પતિ તો અમારી બાળકી ને લઈને બાળકો ની હોસ્પિટલ ગયા હતા, અને મને આ વિશે કોઈ જાણ કરવામાં આવી નહોતી, ઓપરેશન થિયેટર બહાર મારી બહેન ઊભી હતી, ડોક્ટર એ એમણે બધી વાત કરી અંદર લઇ આવ્યા, મારી બહેન ને જોઈ ને, મેં મારા પતિ વિશે પૂછ્યું કે ક્યાં છે, તો એણે કિધુ કે હોસ્પિટલ ના કામ થી ‌ગયા છે, આવી જશે હમણાં, તું હિંમત રાખ, મેં મારી બહેન ને જણાવ્યું કે હું બચું એમ લાગતું નથી, તું મારા બાળકો ને સંભાળી લેજે , એણે કહ્યું કે તને કંઈ નથી થવાનું, તું ચિંતા ના કર,અને મને આશ્વાસન આપી ને બહાર ગઈ , હું બેહોશ અવસ્થામાં જ હતી, પણ ડોક્ટર એ ૪૮ કલાક સુધી observation માં રાખી હતી અને ‌મારા ભાઈ અને બહેન ને જણાવ્યું કે મને ગાઢ ઊંઘ માં જવા દેવાનું નથી, મને ઓક્સિજન માસ્ક સાથે અલગ‌ રૂમ‌ માં શિફટ‌ કરી દીધી,૨ દિવસ વિત્યા, મને હજી મારી બાળકી વિશે કંઈ જણાવ્યું નહોતું, હું પૂછતી તો કહેતાં કે એ ઠીક છે એને આરામ મળે એટલે ત્યાં છે અને તને પણ આરામ મળે એટલે, હું હોસ્પિટલ થી ઘરે આવી ગઈ, ધીરે ધીરે, હું રિકવર થતી ગઈ,એમ કરતાં કરતાં ૧૨ દિવસ થઈ ગયા, હું મારી બાળકી ને જોવા તરસતી હતી, કોઈ મને સાચું કહેતાં જ નહીં, મેં ડોક્ટર ને વાત કરી કે મને મારી બાળકી ને જોવી છે, ડોક્ટર એ મને મળવાની છૂટ આપી, હું મારા પતિ સાથે હોસ્પિટલ પહોંચી, મને એ વોર્ડ માં લઇ ગયા જ્યાં મારી બાળકી હતી, મારા તો ધબકારા વધી ગયા હતા, કાંપતી હતી હું, જ્યારે એની પાસે જઇને, હાથ સાફ કરી ને એનાં માથાં પર હાથ ફેરવ્યો કે તરત જ એને રડતાં રડતાં સામે જોવા લાગી,એને આ હાલતમાં જોઈને હું પણ રડી પડી, નર્સ એ જણાવ્યું કે આ બાળકી જ્યારથી એડમીટ થઈ છે એ પછી પહેલી વાર એણે રિએક્ટ કર્યું છે, એણે એક માં નો સ્પર્શ ઓળખી લીધો છે,....
એ પછી તો હું રોજ સવાર થી જ હોસ્પિટલ જતી‌ રહેતી, મારા પતિ સાથે હોસ્પિટલ આવતી,મારો ભાઈ મારી‌ અને બાળકી ની દેખરેખ માટે મારી સાથે હોસ્પિટલ બહાર જ રહેતો, ૨ મહીના હું, મારા પતિ અને મારો ભાઈ, રોજ સવારે ૮ વાગ્યે હોસ્પિટલ જતા અને રાત ના ૮ વાગ્યે ઘરે જતા...રોજ એને મળવાનું,એ સમજે‌ કે ના સમજે, એની સાથે વાત કરતા..
અમે એનું નામ માયરા રાખ્યું,એનાં નામ થી રોજ એને બોલાવતા,આમ કરતાં કરતાં ૨ મહીના પૂરાં થયાં, અને એને ઘરે લઈ આવ્યા, બહુ જ સાવચેતીથી ઘરમાં બધા સભ્યો સાથે રહેતા હતા, બહુ જ કાળજી રાખવી જરૂરી હતી કેમકે એનો premature born હતો,
અમારા ડોક્ટર કહેતાં કે જ્યારે તમે એની એક smile જોશો ત્યારે તમે તમારી બધી જ તકલીફો ભુલી જશો,...
આજે એમની વાત યાદ આવે છે જ્યારે માયરા ની સ્માઇલ જોઉં છું, આજે માયરા હસતી રમતી થઇ ગઈ છે પણ એનો જ્ન્મ યાદગાર છે.....
માયરા ની‌ મીઠી સ્માઇલ સાથે
રિન્કુ‌.....