Ek Punjabi Chhokri - 6 books and stories free download online pdf in Gujarati

એક પંજાબી છોકરી - 6

સોનાલી ખૂબ સુંદર રીતે પોતાનું ઓડિશન આપે છે તે પોતાની આદાઓથી બધા જ લોકોને ખુશ કરી દે છે સોનાલીની મીઠી વાણી અને લાગણીભર્યો સ્વભાવ હીર ના પાત્ર માટે ઉતમ સાબિત થાય છે.

હવે રાંઝાના પાત્ર માટે યોગ્ય પાત્ર શોધવાની વાત આવે છે તે માટે બધા ક્લાસમાંથી બધા બોયઝનું ઓડીશન એક પછી એક લેવાય છે પણ રાંઝાના પાત્ર મુજબનું કોઈ જ પાત્ર મળતું નથી અને છેલ્લે સોહમનો ક્લાસ બાકી રહે અને અને એક પછી એક બધાના ઓડીશન લેવાય જાય છે અને અંતે સોહમ બાકી રહે છે અત્યાર સુધીમાં કોઈ જ પાત્ર મળયું નથી.બધા ઉદાસ થઈ જાય છે. અંતમાં સોહમ ઓડીશન આપવા માટે જાય છે તે તો ખૂબ જ ડરેલો હોય છે તેને તો કોઈવાર આવા નાટકમાં પાર્ટ લીધો ન હતો,તેથી તે ખૂબ અસમંજસમાં પડી ગયો હતો પણ તેને પૂરા મનથી ઓડીશન આપ્યું તેથી તે સિલેક્ટ થાય છે અને બધા ખુશ ખુશ થઈ જાય છે કે બંને ઉતમ પાત્રો આપણને મળી ગયા છે.

સોહમને આવી કલ્પના પણ નહોતી કે તે આ રોલ માટે સિલેક્ટ થશે પણ તેને બીજા જ પલે વિચાર આવ્યો કે હીરના પાત્રમાં કોઈ બીજી ગર્લ હશે અને હું કોઈ સાથે આવું નાટક ભજવવા ઇચ્છતો નથી.પરંતુ તે સમયે તેને ના કહેવાનો મોકો મળતો નથી અને સ્કૂલ ટાઈમ પૂરો થઈ જાય છે તેથી બધા બસમાં બેસી ઘરે જાય છે.સોહમ પણ તેની બસમાં બેસે છે અને સોનાલી તેની પાસે બેસે છે, પણ સોહમ આજે સાવ ચૂપ હતો એટલે સોનાલી કહે છે.સોહમ એક ખુશખબરી આપું તને સાંભળ,સોહમ પૂછે છે શું? ત્યારે સોનાલી કહે છે હું નાટકમાં હીર ના પાત્ર માટે સિલેક્ટ થઈ છું.સોહમ એકદમ જ ચોકી જાય છે અને સોનાલીને પૂછે છે સાચે સોનાલી! સાચે જ તું હીરના પાત્ર માટે સિલેક્ટ થઈ છો? સોનાલી ખુશ થતા થતા કહે છે હા સાચે જ.તો સોહમ કહે છે અને હું રાંઝાના પાત્ર માટે સિલેક્ટ થયો છું. સોનાલી તો જાણે સાંભળ્યું ના હોય એમ ફરીવાર પૂછે છે, શું કહેશ સોહમ? તો સોહમ ફરીવાર કહે છે હા હું આ નાટકમાં રાંઝાનું પાત્ર ભજવિશ.

સોનાલી ખૂબ જ ખુશ થઈ જાય છે અને સોહમને કહે છે કે સારું થયું રાંઝાના પાત્ર માટે તું સિલેક્ટ થયો.હું વિચારતી હતી કે બીજા કોઈ સાથે હું કઈ રીતે એડજસ્ટ કરીશ.હવે હું સાવ નિશ્ચિંત થઈ ગઈ કે મારો પાર્ટનર તું બનીશ. પછી સોનાલી કહે છે સોહમ આપણે આ પાત્ર ખૂબ સુંદર રીતે રજૂ કરીશું.તું ખૂબ તૈયારી કરીને રાખજે.બીજી બાજુ સોહમ પણ સોનાલી આ નાટકમાં તેની પાર્ટનર છે તે જાણીને અત્યંત ખુશ થઈ જાય છે. એક વાર તો તેને સોનાલીને હગ કરવાનું મન થઈ આવે છે પણ તે ખુદની લાગણી પર કંટ્રોલ કરે છે.

વાતવાતમાં ઘર આવી જાય છે અને બંને પોતપોતાના ઘરે જાય છે અને સોનાલી તો ઘરે જઈને મમ્મીને અને દાદીને વળગી જ પડે છે. તેના મમ્મી તો તેને ખુશ જોઈ તરત સમજી જાય છે કે સોનાલી નાટકમાં સિલેક્ટ થઈ છે,પણ દાદી તો આ વાતથી સાવ અજાણ હતા તેથી તે સોનાલીને પૂછે છે,"કી હોયા પૂતરજી આજ તુસી વડે ખુશ લગ રહે હો,કી ગલ હૈ." સોનાલી તેના દાદીને કહે છે દાદી આમારી સ્કૂલમાં નેશનલ લેવલે નાટકનું આયોજન થયું છે જેમાં અમારે હીર અને રાંઝાની લવ સ્ટોરી કરવાની છે અને તેમાં હું હીરના પાત્ર માટે સિલેક્ટ થઈ છું.આ સાંભળી દાદી ખૂબ જ ખુશ થઈ જાય છે અને કહે છે શાબાશ પુતરજી.સોનાલી કહે છે દાદી હજી એક બીજી ખુશખબરી છે તો દાદી પૂછે છે શું? સોનાલી કહે છે દાદી સોહમ રાંઝાના પાત્ર માટે સિલેક્ટ થયો છે.

આ સાંભળી દાદી એકદમ જ ચોકી જાય છે અને ચિંતિત થઈ જાય છે પણ તે સોનાલીને આ બાબત વિશે કંઈ પણ કહેતા નથી.સોનાલીના મમ્મી સમજી જાય છે એટલે તે સોનાલી અને વીરને કહે છે જાઓ તમે બંને ફ્રેશ થઈ જાઓ,હું જમવાનું ટેબલ પર મૂકું છું.સોનાલી અને વીર પોતપોતાના રૂમમાં ફ્રેશ થવા જાય છે ત્યારે સોનાલીના મમ્મી તેમના સાસુને પૂછે છે,"આપકો કી હોયાં આપ કયું ઉદાસ હો."

હવે જોઈએ આગળ સોનાલીના દાદી શા માટે ઉદાસ છે?
અચાનક સોનાલી ના દાદીને શું થઈ ગયું?