Ek Punjabi Chhokri - 7 books and stories free download online pdf in Gujarati

એક પંજાબી છોકરી - 7

સોનાલીના મમ્મી તેમના સાસુને પૂછે છે તમને શું થયું? તમે કેમ ઉદાસ છો? સોનાલીના દાદી કહે છે.શું સોહમ અને સોનાલી વચ્ચે કંઇક છે? ત્યારે સોનાલીના મમ્મી કહે છે મને નથી લાગતું હજી સુધી કે એમના વચ્ચે કંઇક છે એવું.સોનાલીને તો પ્રેમ એટલે શું ? તેની પણ સમજ નથી તમે ચિંતા ના કરો બીજી કંઈ નહીં હોય અને હોય તો પણ વાંધો શો છે? સોહમ બધી રીતે સારો છે.સુંદર છે,સુશીલ છે,પ્રેમાળ છે,ગુણવાન છે.સોનાલીના દાદી કહે છે હા એ બધું તો સાચું પણ ખબર નહીં કેમ સોનાલી અને સોહમ ની જોડી વિશે સાંભળી મને જરા પણ ખુશી ના થઈ.ત્યાં સોનાલી અને વીર આવી જાય છે અને વાત ત્યાં જ અટકી જાય છે.

સોનાલીની ખુશી તો ક્યાંય સમાતી નહોતી.તેની ખુશી તેના ચહેરા ઉપર સાફ દેખાતી હતી.તે જમી અને પોતાનું હોમવર્ક કરવા બેસી જાય છે.સોહમ પોતાના ઘરે જઈને તેના મમ્મીને બધી વાત કરે છે. સોહમના મમ્મી ખૂબ જ ખુશ થાય છે. તેને આમ પણ સોનાલી ખૂબ જ ગમે છે, તેમને કોઈ દીકરી નથી તેથી તે સોનાલીને પોતાની દીકરી જ માનતા હતા.સોનાલીના ઘરમાં આ વાત બધા લોકો જાણતા હતા અને તેનાથી કોઈને કંઈ પ્રોબ્લેમ નહોતો.સોહમના મમ્મી અવાર નવાર સોનાલી માટે કંઈ ને કંઈ ગિફ્ટ લઈને આવતા.

સોહમ આજે અત્યંત ખુશ હતો.તે જમી ને એકલો ગાર્ડનમાં બેઠો હતો અને વિચારતો હતો કે સારું થયું મેં આ નાટકમાં પાર્ટ લેવાની મનાઈ ના કરી.જો કરી દીધી હોત તો સોનાલી સાથે આટલું સુંદર નાટક ભજવવાનો બીજો મોકો ના મળ્યો હોત.તે આવું વિચારતો હતો. ત્યાં તેને એકાએક થયું લાવ આજે સોનાલીના ઘરે જાઉં તેને મળવા.ત્યાં પાછો તે અટકી ગયો તેને વિચાર આવ્યો કે સોનાલીની ફેમિલી ઘણી મોટી છે અને તેની આસપાસ તેની ફેમિલી નું કોઈ ન કોઈ મેમ્બર તો હશે જ.

તે આવું વિચારી સોનાલીને મેસેજ કરે છે અને સોનાલી પોતાનું હોમવર્ક પૂરું કરી ફોનમાં હીર અને રાંઝાની સ્ટોરી જોવાનું વિચારે છે,ત્યાં સોહમનો મેસેજ જોવે છે અને તે તેને રિપ્લાય કરવામાં વ્યસ્ત થઈ જાય છે.સોહમ સોનાલીને મળવા આવવાનું કહે છે અને એમ પણ કહે છે તું મારા ઘરે આવી જા.સોનાલી પહેલાં તો કોઈ રિપ્લાય નથી કરતી પછી થોડો વિચાર કરીને કહે છે.સારું સોહમ હું મમ્મીને પૂછીને આવું તારા ઘરે.સોનાલી તેના મમ્મીને પૂછવા જાય છે કે હું સોહમના ઘરે જાઉં?સોનાલીના મમ્મી હા કહે છે તેથી તે જાય છે .

સોહમ ગાર્ડનમાં તેની રાહ જુવે છે.ત્યાં સોનાલી ત્યાં આવે છે. તેને જોઈ સોહમ ખુશ થઈ જાય છે અને તેને હગ કરી લે છે. સોનાલીને થોડું અજીબ લાગે છે કે આજે સોહમ કેમ આવું કરે છે? પણ પંજાબમાં કોઈને ગળે મળવું એ બહુ સામાન્ય વાત છે એટલે સોનાલી સોહમને કંઈ પૂછતી નથી.

સોનાલી કહે છે સોહમ આપણે જે પાત્ર ભજવવાના છીએ,તે એક ખૂબ જ સુંદર લવ સ્ટોરી છે. સોહમ કહે છે હા એતો ખબર છે પણ શું સ્ટોરી છે તે હું નથી જાણતો.સોનાલી કહે છે એતો હું પણ નથી જાણતી પણ આપણે આ નાટક ખૂબ સુંદર રીતે ભજવવાનું છે સોહમ એટલે તું ખૂબ મહેનત કરજે.સોહમ કહે છે હા સોનાલી પણ આની સ્ટોરી તો જાણવી પડશે ને.

સોનાલી કહે છે આની સ્ટોરી આપણે મૂવી જોઈ જાણી લઈએ. સોહમ કહે છે મૂવી? કઈ મૂવી? કોણ હીરો હિરોઈન છે.સોનાલી કહે છે અરે,શાંત તો થા. બધુ કહું છું જો મૂવીનું નામ હીર રાંઝા છે તેમાં હીરો અનિલ કપૂર અને હિરોઈન શ્રી દેવી છે.આપણે બંને આ મૂવી સાથે જોઈશું જેથી આપણે કંઈ ના સમજાય તો એકબીજાને પૂછી શકીએ.સોહમ કહે છે વાહ,સોનાલી ખૂબ સરસ આઈડિયા છે તારો.

સોનાલી કહે છે સારું સોહમ હું હવે જાઉં છું ઘરે કાલથી આપણે એક એક કલાક કરી આ મૂવી પૂરી કરી લઈશું.સોહમ કહે છે હા સારું સોનાલી.પછી સોનાલીને અચાનક યાદ આવે છે યાર આંટી કેમ દેખાતા નથી?ત્યારે સોહમ કહે છે તે બજારમાં ગયા છે આવતા જ હશે.ત્યાં જ સોહમના મમ્મી આવે છે અને કહે છે તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે.

હવે જોઈએ એવું તો શું સરપ્રાઈઝ લઈ આવ્યા છે સોહમના મમ્મી?