give credit books and stories free download online pdf in Gujarati

શ્રેય આપો



"પિયુષ, હું વિચારી રહી હતી કે, આ વખતે આપણી બચતને ફિક્સ ડિપોઝીટમાં નાખવાને બદલે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીએ, તો કેવું રહેશે? ચોક્કસપણે વધુ ફાયદાકારક રહેશે, છે કે નહીં?"
પરિણીતીએ પતિના ગળામાં ટાઈ બાંધતી વખતે તેને આ સુજાવ આપ્યો. પિયુષએ તેનું નાક દબાવતા સ્મિત કર્યું, "હમ્મ. અતિ ઉત્તમ વિચાર છે સ્વીટહાર્ટ. ચાલ, એવું જ કરશું."

બે મહિના પછી, તેઓ એક મિત્રની પાર્ટીમાં હતા અને રૂમમાં બધા પુરુષો નાણાંની ચર્ચા કરી રહ્યા હતા. પિયુષે ગર્વથી જાહેરાત કરી, "મને ખુશી છે કે મેં મારી પત્નીની વાત સાંભળી અને અમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું. તે ચોક્કસપણે વળતર આપી રહ્યું છે." રૂમમાં સામેની તરફ નજર કરતા એણે જોયું કે પરિણીતીના ચહેરા પર એક ઊંડું પ્રેમાળ સ્મિત છવાઈ ગયું હતું.

પિયુષે શું કર્યું? તેણે પરિણીતીને તેનો યોગ્ય શ્રેય આપ્યો.

છ મહિના પછી, એક સાંજે જ્યારે પિયુષ ઘરે આવ્યો તો એનો પારો સાતમાં આસમાન પર હતો. ગુસ્સામાં એણે કોટ અને ટાઈ સોફા પર ફેંકી. પરિણિતી એકદમ ગભરાઈ ગઈ અને તેણે હળવેથી પતિની ઉત્તેજનાનું કારણ પૂછ્યું. પીયૂષ ભડકી ઉઠ્યો, "તે પોતાની જાતને શું સમજે છે? મેં પેલા પ્રોજેક્ટ પાછળ રાત-દિવસ એક કરી નાખ્યાં હતાં. તેને હિંમત કેમ થઈ કે એના પરથી મારું નામ હટાવીને પોતાનું નામ લખી નાખે?"
"તમે કોની વાત કરી રહ્યા છો?"
"મારો બોસ! ભ્રષ્ટાચારનો જાડો ગઠ્ઠો! આજે ડાયસ પર ઊભો રહીને હોશિયારી મારી રહ્યો હતો."
ખૂબ જ નાટકીય રીતે પિયુષે તેના બોસની નકલ કરી,
"મહિલાઓ અને સજ્જનો, તમને જણાવતા હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે મારી બધી મહેનત રંગ લાવી અને આપણે એમ.વાઈ.સી પ્રોજેક્ટ સફળતાપૂર્વક મેળવી લીધું છે."
પિયુષે પગ પછાડતા ચીસ પાડી, "મહેનત માઈ ફૂટ!"

પિયુષના બોસે શું કર્યું? તેની ખ્યાતિ ચોરી લીધી.

મને લાગે છે કે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણને આપણો યોગ્ય શ્રેય આપવામાં આવે અને જ્યારે ન આપવામાં આવે, તો કેવું લાગે. કાર્ય ભલે નાનું હોય કે મોટું, પરંતુ જો તમે તેની જીતમાં યોગદાન આપ્યો હોય, તો તેની સફળતાની વાર્તામાં તમે ઉલ્લેખિત થવાની અપેક્ષા રાખો છો.

દુર્ભાગ્યે, દરેક વ્યક્તિ આ બાબતને નથી સમજતા. તેનું મુખ્ય કારણ એ છે, કે લોકોને પોતાના અહંકારને સંતોષવામાં વધુ રસ છે. તદુપરાંત, બીજા સામે ડીંગા મારવાનો લાભ કેવી રીતે ત્યાગી શકાય? કેટલું સુખ છુપાયેલું છે એમ બોલવામાં, કે "ફલાણા કાર્યની પરિપૂર્ણતામાં ફકત હું જ સંપૂર્ણ રીતે જવાબદાર છું અને અન્ય કોઈ તેના માટે પ્રશંસાને પાત્ર નથી."
જોકે આ વિચારધારા તદ્દન ખોટી છે. સ્વીકારી લો, કે જીવનમાં ઘણી જગ્યાએ કોઈને કોઈનો હાથ પકડ્યા વિના સફળતા પ્રાપ્ત કરી શકાતી નથી. ભલે પછી તે વ્યક્તિનું યોગદાન સાવ નાનકડું કેમ ન હોય. હંમેશા, કોઈ એવી વ્યક્તિ હશે જેણે તમને સીડી ઉપર ચઢવામાં અને તમે આજે જ્યાં છો ત્યાં પહોંચવામાં મદદ કરી હશે.

જ્યારે કોઈ વ્યક્તિને તેની કમાયેલી પ્રશંસા કે ખ્યાતિ આપવામાં નથી આવતી, ત્યારે તે તમારાથી નારાજ અને ગુસ્સે થશે અને ભવિષ્યમાં તમને મદદ નહીં કરે. આ તો એક પાસુ છે. પરંતુ શું તમે વિચાર્યું છે કે એક વ્યક્તિ તરીકે તમારી છબીને કેટલું નુકસાન થઈ શકે છે?

જ્યારે તમે કોઈ વ્યક્તિને તેની લાયકાતી મુજબ ક્રેડિટ આપો છો, ત્યારે તમે માત્ર તેના વખાણ જ નથી કરતા, પરંતુ તેની સાથે ન્યાય પણ કરો છો. સાથે સાથે, એક મજબૂત સંબંધ માટે માર્ગ બનાવી રહ્યા છો. એ માણસ તમારી કદર કરશે અને તમને તે સન્માન આપશે જેના તમે લાયક છો.

યાદ રાખો કે બીજી બાજુ પણ, વિચારો અને લાગણીઓ ધરાવતો ઇન્સાન જ છે. તદુપરાંત, દરેક ક્રિયાપ્રતિક્રિયા, વિચારોની આપલે કરવાની તક આપે છે. આપણે દરેક બાબતમાં નિષ્ણાત નથી. ચાલો મારો દાખલો લઈએ. ઘણા અનુભવો, ચર્ચાઓ અને વાસ્તવિક જીવનની ઘટનાએ, મને લેખિકા બનવામાં મદદ કરી છે. તેમ છતાં, જો મારી પાસે તમારો મજબૂત ટેકો ન હોત તો મારું બધું કામ સપાટ પડી ગયું હોત; મારા વાચકો અને મારી પબ્લિશિંગ ટીમ, જે દિવસ-રાત સતત કામ કરે છે, જેથી મારું લખાણ તમારા સુધી પહોંચી શકે.

હંમેશની જેમ, હું એક સારા અવતરણ સાથે સમાપ્ત કરીશ, યહૂદી મેક્સિમ, જે કહે છે: "જે નામ શોધે છે.... તે ખ્યાતિ ગુમાવે છે!"

શમીમ મર્ચન્ટ, મુંબઈ
______________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=