Ek Punjabi Chhokri - 10 books and stories free download online pdf in Gujarati

એક પંજાબી છોકરી - 10






લાસ્ટમાં સરે કહ્યું હતું કે આ નાટક કરવા માટે આપણે લોકોએ બહાર જવાનું છે અને પછી સરે કહ્યું ક્યાં જવાનું છે તે પહેલાં ફિક્સ નહોતું એટલે તમને આગાઉ જાણ કરવામાં આવી નથી. હવે ફાઈનલ થઈ ગયું છે કે આપણે નાટક માટે મુંબઈ જવાનું છે.તો બધા મુંબઈ જવા માટેની તૈયારી કરી લ્યો.આ સાંભળી સોનાલી તો એકદમ જ ચોકી ઉઠે છે અને ચાલુ ક્લાસમાં જ બધા વચ્ચે જોરથી બોલી પડે છે.શું મુંબઈ જવાનું છે?તેની એક ફ્રેન્ડ તેને હચમચાવીને કહે છે શું થયું તને સોનાલી? કેમ તું આમ એકદમ જ ચોકી ઉઠી? ત્યારે સોનાલી હોશમાં આવે છે અને પોતાની ચારે તરફ જોવે છે, પછી શરમથી પાણી પાણી થઈ જાય છે અને મનમાં જ વિચારે છે કે મેં આ શું કરી દીધું? મારે આમ બધા વચ્ચે આટલું જોરથી નહોતું બોલવાની જરૂર.ફરી પાછો એ જ વિચાર કરે છે કે નાટક માટે મુંબઈ મને કોણ જવા દેશે?,હું શું કરીશ?, ફેમિલી ને કેમ મનાવી શકીશ?

સોનાલીના મનમાં આવા અનેક સવાલો ચાલતા હોય છે ત્યાં જ અચાનક બેલ વાગી જાય છે અને સ્કૂલનો આજનો દિવસ પૂરો થાય છે.બસમાં સોનાલી સાવ ચૂપ બેઠી હતી,તેને આમ ચૂપ ચાપ જોઈને સોહમ તરત તેને પૂછે છે,શું થયું સોનાલી તને તું કેમ અપસેટ છો? સોનાલી કહે છે,સોહમ આપણે નાટક માટે મુંબઈ જવાનું છે? સોહમ કહે છે, હા તો શું થયું એમાં આપણે જેમ સ્કૂલમાં નાટક કરવાના હતા તેમ જ મુંબઈ જઈને કરીશું.એમાં ચિંતા શાની કરવાની હોય.

સોનાલી કહે છે એતો ખબર છે સોહમ પણ મારી ફેમીલી મને મુંબઈ જવાની પરમિશન આપશે કે નહીં?સોહમ કહે છે જરૂરથી આપશે તું ખોટી ચિંતા ના કર. આપણા બંનેની ફેમીલી આપણી સાથે પણ આવશે.આ સાંભળી સોનાલી થોડી શાંત થાય છે અને ત્યાં ઘર આવતા બંને અલગ થઈ જાય છે.સોનાલી ઘરે જઈને પણ કંઈ બોલતી નથી અને ચૂપચાપ જમીને સુઈ જાય છે.સોહમના મમ્મી અને દાદીને સોનાલીની ખૂબ જ ચિંતા થાય છે કારણ કે સોનાલી કોઈ દિવસ નહીં અને આજે સાવ ચૂપચાપ જમીને કેમ સૂઈ ગઈ.તે વીર ને પૂછે છે તો વીર કહે છે દીદી મુંબઈની કંઇક વાત કરતા હતા સોહમ સાથે બાકી મને કંઈ ખબર નથી.એમને જ પૂછી લેજો એવું કહી પોતાનું હોમવર્ક કરવા બેસી જાય છે.

સોનાલી એક કલાક પછી બહાર આવે છે ત્યારે તેના મમ્મી અને દાદી તેને પૂછે છે કે તને શું થયું છે બેટા આજે કેમ આટલી ઉદાસ છો.સોનાલી કહે છે મમ્મી,દાદી અમારે નાટક કરવા માટે મુંબઈ જવાનું છે તે પણ ત્રણ દિવસ માટે.આ સાંભળી સોનાલીના મમ્મી અને દાદી પણ થોડી વાર માટે વિચારમાં પડી જાય છે અને પછી તેના દાદી કહે છે.બેટા હું તારા પપ્પા અને દાદુ સાથે વાત કરીશ કે તને મુંબઈ જવા દે. તે આ નાટક માટે રાત દિવસ ખૂબ જ મહેનત કરી છે.

સાંજે સોનાલીના દાદુ અને તેના પપ્પા આવે છે ત્યારે સોનાલીના દાદી તે બંને ને ખૂબ પ્રેમથી કહે છે કે સોનાલીને નાટક માટે મુંબઈ જવાનું છે.સોનાલીના પપ્પા કહે છે પણ સોનાલી ક્યારેય એકલી બહાર ગઈ નથી અને મુંબઈ જેવા મોટા શહેરમાં તે કેવી રીતે જઈ શકશે? ત્યારે સોનાલીના મમ્મી કહે છે સોનાલી એકલી થોડી છે. તેમની સ્કૂલના ઘણાં લોકો છે અને તેમના સર,મેમ તો સાથે હશે જ ને!

સોનાલી કહે છે હા બધા જ હશે.સોનાલીના દાદુ અને પપ્પા થોડો વિચાર કરીને કહે છે.સોનાલી અમે બધા પણ તારી સાથે મુંબઈ આવીશું.તું ખોટી ચિંતા ના કર.સોનાલી એકદમ જ ખુશ થઈ જાય છે.રાત્રે જમીને તે પોતાનો ફોન જુએ છે. તો સોહમના ઘણાં બધાં મેસેજ હોય છે.સોહમને સોનાલીની ખૂબ ચિંતા થતી હોવાથી તે સોનાલીને મેસેજ કરી તેના હાલ ચાલ પૂછે છે. સોનાલી કહે છે,હું ઠીક છું સોહમ અને હા મારી ફેમીલી એ મને મુંબઈ જવાની પરમિશન આપી દીધી છે. તે લોકો પણ આપણી સાથે મુંબઈ આવશે.આ જાણી સોહમ પણ ખુશ થઈ જાય છે અને તેના મનને શાંતિ મળે છે કે સોનાલી હવે ખુશ છે તેથી પોતે પણ આરામથી સૂઈ શકશે.છેલ્લે બંને એકબીજાને ગુડ નાઈટ કહી સુવા જાય છે ત્યાં સોનાલી તેના સ્કૂલના ગ્રુપમાં એક મેસેજ જુએ છે તે ફરી પાછી ઉદાસ થઈ જાય છે.

એવો તો શું મેસેજ આવ્યો હશે ગ્રુપમાં જેને જોતા જ સોનાલી ફરી ઉદાસ થઈ જાય છે?

જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં.