the starting of relationship after marriage - 7 books and stories free download online pdf in Gujarati

સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 7


કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. ભૂતકાળમાં બંને એકમેક સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય છે. બંને પરિવારને પણ આ સંબંધ મંજૂર હોય છે. પણ તેમ છત્તા એક વાર કોલ પર વાત કરતા અનન્યા ગુસ્સે થઈ જાય છે, બીજે દિવસે બંને મળે છે તો નયન એની વાત સમજી જાય છે. સામેથી જ એ એને કહી દે છે કે હું તારી મુશ્કેલ આસાન કરી દઈશ. ઘરે જઈને એ અનન્યા ના પપ્પા ને પોતે લગ્ન માટે તૈયાર નહિ એમ કહે છે, પણ એના પપ્પા કહે છે કે બધા વચ્ચે હા કહેલું તો બધા આવે ત્યારે જ જે કહેવું હોય એ કહેજો! એ રાતે બંનેને ઊંઘ ના આવી, બંનેની કિસ્મત કાલે શું ફેંસલો લેવાની હતી?!

હવે આગળ: "પણ આમ અચાનક તને થયું શું?! કેમ તું ના પાડે છે?" કાકા, માસા, ફુઆ, બધા જ બસ આ એક જ વસ્તુ નયનને પૂછી રહ્યા હતા. આખરે નયને બધાને સચ્ચાઈ કહેવી જ પડી!

"અરે! મને કોઈ જ પ્રોબ્લેમ નહિ, પ્રોબ્લેમ તો અનન્યા ને છે!" એને કહ્યું તો બધાની પગ નીચેથી જાણે કે જમીન જ સરકી ના ગઈ હોય! નયને બહુ જ ટ્રાય કર્યો કે એ ના કહે, પણ આખરે એને કહેવું જ પડ્યું. એની પાસે હિંમત નહોતી કે આટલો મોટો ઈલઝામ સહન કરી શકે.

હવે જે છેલ્લા ઘણાં સમયથી નયને પૂછવામાં આવી રહ્યું હતું એ અનન્યા ને પૂછવામાં આવી રહ્યું હતું.

આખરે અનન્યા એ કહેવું જ પડ્યું - "મને કોઈએ તમારા વિશે કહ્યું છે કે તમે સિગારેટ પીવો છો... વ્યસન કરો છો!"

"અને હા... તેં માની લીધું!" નયને કહ્યું તો અનન્યા નીચેથી માથે સુધી હચમચી ગઈ. એને આખાય શરીરમાં એક અલગ જ કંપન મહેસૂસ કરી.

"અરે સિગારેટ તો છોડ, મારા ભાઈને તો એ પણ નહિ ખબર કે સોપારી હોય છે શું!" નયનની એક બહેનથી ના જ સહન થયું તો એને ભારોભાર રીતે કહી જ દીધું. એ પછી તો નયનનાં બધા જ સગાઓએ કહ્યું કે અમારા છોકરાને આવી આદત છે જ નહિ.

"વાત એ છે જ નહિ... વાત તો એમ છે કે અનન્યા ને હું પસંદ જ નહિ... એટલે જ એ આ બધા નાટક કરે છે!" નયને આખરે કહી જ દીધું.

"પણ હવે કોઈ જ જરૂર નહિ... અમે નહિ કરીએ તારી મરજી વિરુદ્ધ મેરેજ!" નયને કહ્યું અને એના સગાઓને હવે આ વિશે કોઈ પણ વધારે વાત કરવા સાફ સાફ ના જ કહી દીધું.

"જો બેટા, અમને તો ખબર નહિ એને કોને ભરમાવી છે પણ હું તને મારા આ બે હાથ જોડીને કહું છું, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરી દે અનન્યા ને! અપનાવી લે એને!" અનન્યા ના પપ્પા કહી રહ્યા હતા. આંખોમાં અશ્રુધારા અને શબ્દોમાં આજીજી હતી.

"તમે સજ્જન છો, વડીલ છો. તમારી બધી જ વાત બરાબર, પણ જુઓ તમારી છોકરીને મારા પર વિશ્વાસ નહિ. એને તો ખબર નહિ કોના પર વિશ્વાસ છે... હું એની મરજી વિના એની સાથે લગ્ન ના કરી શકું!" નયને બને એટલા નરમાશથી કહ્યું. મોટાઓનું માન રાખવાનું એ ભૂલ્યો નહોતો.

"અરે પણ..." નયને એમની વાતને દબાવતા કહ્યું - "દુનિયામાં વિશ્વાસ વિના કોઈ પણ સંબંધ મુશ્કેલ છે... એને મારા કરતાં પણ બીજા લોકો પર વધારે વિશ્વાસ છે... હું ચાહું તો પણ આ લગ્ન ના જ કરી શકું!" નયને કહ્યું અને પરિવાર સાથે ત્યાં બધાને એકલા રડતા મૂકી દીધા.

વધુ આવતા અંકે...