Baharvatiya Kalubha - 2 books and stories free download online pdf in Gujarati

બહારવટિયો કાળુભા - 2

બહારવટિયો કાળુભા પ્રકરણ_૨


મામદ પસાયતાને જોતાંજ કોન્સ્ટેબલ પોતાની બેઠક પરથી ઊભો થઈ ગયો અને મામદ સામે જોતા બોલ્યો.

આવો... આવો.. પસાયતા.

આટલી રાતે?

ધમણની માફક શ્વાસ ભરતાં તે બોલ્યો,

" મારે ફોજદાર સાબનું કામ છે."

કોન્સ્ટેબલ પોતાની બંદૂકને ખંભે ભરાવતા મામદ પસાયતાની એકદમ બાજુમાં ગયો અને ધીમેથી બોલ્યો કોઈ બહારવટિયાની ખબર દેવાની છે?

મામદ પસાયતે કોન્સ્ટેબલની આંખો માં જોયું અને હા માં માથુ હલાવ્યું,

કોન્સ્ટેબલે નિખાલસ ભાવે અને બેફિકરાઈથી કહ્યું, મને કહીદો શું બાતમી આપવાની છે? આમ પણ અડધી રાતે ફોજદાર સાબને થોડા હેરાન કરાઈ.

પણ... સાબ આ વાત ફક્ત ફોજદાર સાહેબ ને કહેવાની છે! મોટી મહેરબાની થાહે સાબ, જો મને ફોજદાર સાબ સુધી પહોંચાડો તો.

મામદ પસાયતો આ છેલ્લા શબ્દો થોડા ઉચ્ચા અવાજમાં બોલ્યો.

મામદને ઉચ્ચે અવાજે બોલતાં કોન્સ્ટેબલ ત્રાડ પાડી.

"તારે ફોજદાર સાબનું શું કામ છે?" તું ખાલી એક પસાયતો જ છો, એ નાં ભૂલી જા.

મામદ પસાયતો જડની જેમ એ કોન્સ્ટેબલને જોઇજ રહ્યો.

મામદે વિચાર્યું કે હવે ઠંડે કલેજે કામ કઢાવવું પડશે એટલે તે ધીમા અને શાંત અવાજમાં બોલ્યો, મારી વાત ખૂબ જ અગત્યની છે અને આ વાત ફક્ત ફોજદાર સાબને જ કહેવાનો હુકમ છે. એટલે જ હું મારી વાત ફોજદાર સાબને રૂબરૂ કહીશ. મામદના આવા શબ્દ સાંભળતા કોન્સ્ટેબલ ઘૂર્કિયો અને ત્રાડ પાડતાં બોલ્યો, તો શું થયું હું પણ સાબ જ છું! પછી તને વાત કરવામાં શું વાંધો છે?

નાં, સાબ મારી આ વાત અગત્યની છે, અને ફોજદાર સાબને ખાનગીમાં કહેવાની છે. મામદ પસાયતાને થોડીવાર તે કોન્સ્ટેબલની સાથે રકઝક કરવી પડી પણ તે એકનો બે ના થયો. અંતે કોન્સ્ટેબલ તેને ફોજદાર સાહેબની પાસે લઈ ગયો. મામદ પસાયતાને જોતાંજ ફોજદાર સાબ તેને માન આપતા બોલ્યો, અરે... પસાયતા આવો... આવો.. બેસો.

એક લાકડાની ખુરશી તરફ હાથ કરતા બેસવા કહ્યું.

મામદ પસાયતે ખુરશી પર બેસતા જ પહેલા કોન્સ્ટેબલની ફરિયાદ કરી.

સાબ હું મોવણ ગામથી દોડીને એવું છું અને આ માણસ મને અંદર નથી આવવા દેતો, ફોજદાર સાબે ખીજ ભરેલી નજરે કોન્સ્ટેબલની સામુ જોયું અને ઝિક નાખતાં બોલ્યો, કોઈ પણ ગામનો પોલિસ પટેલ હોય કે પસાયતો એને રોકવા નહિ સીધા મારી પાસે આવવા દેવા.

મામદ પોતાની ચકોર નજર વડે ચારે તરફ જોવા લાગ્યો. મામદને આવું ચીવટ પૂર્વક નિરીક્ષણ કરતો જોઇ ફોજદાર સમજી ગયો કે મામદ ખુબજ અગત્યના કામથી અડધી રાતે આવ્યો છે, અને તે જે વાત કરવા માંગે છે એ કોઈ ત્રીજાને જણાવવા માંગતો નથી.

એટલે ફોજદારે હુકમ કરતાં કોન્સ્ટેબલને બહાર જઈને તેની જગ્યા પર બેસવા કહ્યું, ખાનગી વાત સાંભળવાની લાલચે ઉભેલ કોન્સ્ટેબલ કચવચાતો ત્યાંથી બહાર ગયો.

પોતાના ટેબલપર ધીમાં પ્રકાશે પેટતા ફાનસને ફૂલ કરતાં ફોજદાર બોલ્યો, પસાયતા હવે આપણે બે જણાંજ છીએ. તમે તમારી વાત બે ફિકરાઈથી કહી શકો છો.

મામદે ફરી એકવાર ચકોરતા પૂર્વક ત્યાંના વાતાવરણનું નિરીક્ષણ કર્યું.

તેણે જોયું કે સામેની ખુરશી પર બેઠેલા ફોજદાર સિવાય ત્યાં કોઈ તેને સાંભળતું નથી. હવે મામદે રાહતનો શ્વાસ ભર્યો અને ધીમા અવાજે બોલ્યો, " મારે કાળુભા બહારવટિયાની બાતમી આપવી છે. પણ મારૂ નામ વચ્ચે આવે નહિ તો."

ફોજદાર સાબનાં શરીરમાં એક ઠંડી હળવી કંપારી છૂટી ગઈ. તે પોતે પણ જાણતો હતો કે બહારવટિયા બાતમીદારોને કેટલી ક્રૂરતા અને બેરહમી પૂર્વક મારતા હતા. તેણે આવા અનેક કિસ્સાઓ પણ જોયા છે. બહારવટિયા બાતમીદારોને પહેલા ખૂબ દોડાવતા અને અંતે પોતાનાં ઘોડાઓના પગતળે કચરીને મોતને ઘાટ ઉતારતા હતા. કેટલાક બાતમીદારોને ગામના ઝાંપે ઊંધા લટકાવીને ગોળીઓથી વિંધીને ચારણી બનાવ્યા હતા. આ વાત ફોજદાર સાબ પણ જાણતાં હતાં.

તેમણે મામદ પસાયતાનાં મુખપર એક નજર કરતા બોલ્યો, તમે ચિંતાના કરતા તમારું નામ વચ્ચે નહિ આવે.

મામદે એક નજર પોલીસ ચોકીનાં બારણાં તરફ કરી અને પોતાના અવાજને સાવ ધીમો અને રહસ્યમય કરતા બોલ્યો, કાલે એક જબરો મોકો છે. ફોજદારની આંખોના ડોળા ચકર વકર થયા અને કાન સરવા કરતા બોલ્યો,

" કયો બહારવટિયો છે?"

અચાનક પવનની એક જોરદાર લહેર આવું અને પોલિસ ચોકીના બારણાં જોરથી દીવાલ સાથે પછડાયા.




ક્રમશ.