Khauf book and story is written by H N Golibar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khauf is also popular in Thriller in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ખોફ. - Novels
by H N Golibar
in
Gujarati Thriller
રાતના બાર વાગ્યા હતા. મહાબલેશ્વરના એક બંગલામાં પાર્ટી ચાલી રહી હતી. એચ. કે. કૉલેજની ફૂટબોલ ટીમના કૅપ્ટન ટાઈગરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાની ટીમની જીતની ખુશાલીમાં પાર્ટી આપી હતી.
પાર્ટી પુરબહારમાં ચાલી રહી હતી. ડાન્સ ચાલતો હતો, ખાણું ખવાતું હતું, પીણાં પીવાતા હતા. આ પાર્ટીમાં અઢાર વરસની ખૂબસૂરત મંજરી પોતાની કૉલેજની બેનપણીઓ માયા અને સુરભિ સાથે સામેલ હતી. તેઓ ત્રણેય પોતાના બૉયફ્રેન્ડ સાથે અહીં આવી હતી. અત્યારે મંજરી પોતાના બૉયફ્રેન્ડ પ્રિન્સ સાથે ડાન્સ કરી રહી હતી, તો ખૂણા પરના ટેબલ પર માયા પોતાના બૉયફ્રેન્ડ રણજીત તો સુરભિ પોતાના ફ્રેન્ડ શેખર સાથે મજાક-મસ્તીમાં મશગૂલ હતી.
‘ચાલો ! અમે તમારા માટે ડ્રીન્ક લઈ આવીએ.’ કહેતાં રણજીત ઊભો થયો, એટલે શેખર પણ ઊભો થઈને રણજીત સાથે કાઉન્ટર તરફ ચાલ્યો.
કાઉન્ટર પાસે પહોંચીને શેખર ઠંડા પીણાંના ત્રણ ગ્લાસ ભરવા માંડયો, તો રણજીતે આસપાસમાં નજર દોડાવી. કોઈ નજીકમાં નહોતું. કોઈનું ધ્યાન તેમની તરફ નહોતું. રણજીતે ખિસ્સામાંથી એક નાની બૉટલ કાઢી. બૉટલમાં કૅફી-નશીલી દવા હતી. પીનારને મદ-મસ્ત કરી દેવા, પીનારના સાન-ભાન ભુલવાડી દેવા માટે આ દવાના ત્રણ-ચાર ટીપાં જ પૂરતા હતા.
એચ. એન. ગોલીબાર 1 રાતના બાર વાગ્યા હતા. મહાબલેશ્વરના એક બંગલામાં પાર્ટી ચાલી રહી હતી. એચ. કે. કૉલેજની ફૂટબોલ ટીમના કૅપ્ટન ટાઈગરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાની ટીમની જીતની ખુશાલીમાં પાર્ટી આપી હતી. પાર્ટી પુરબહારમાં ચાલી રહી હતી. ડાન્સ ચાલતો હતો, ...Read Moreખવાતું હતું, પીણાં પીવાતા હતા. આ પાર્ટીમાં અઢાર વરસની ખૂબસૂરત મંજરી પોતાની કૉલેજની બેનપણીઓ માયા અને સુરભિ સાથે સામેલ હતી. તેઓ ત્રણેય પોતાના બૉયફ્રેન્ડ સાથે અહીં આવી હતી. અત્યારે મંજરી પોતાના બૉયફ્રેન્ડ પ્રિન્સ સાથે ડાન્સ કરી રહી હતી, તો ખૂણા પરના ટેબલ પર માયા પોતાના બૉયફ્રેન્ડ રણજીત તો સુરભિ પોતાના ફ્રેન્ડ શેખર સાથે મજાક-મસ્તીમાં મશગૂલ હતી. ‘ચાલો ! અમે તમારા
2 સવારના સવા સાત વાગ્યા હતા. ગઈકાલ અડધી રાતના પોતાની મોટી બહેન આરસી અને એની બેનપણીઓ પાયલ અને વૈભવી ભેદી રીતના ગાયબ થઈ ચૂકી છે, એ ભયાનક હકીકતથી બેખબર નીલ આરસીના બેડરૂમના દરવાજે પહોંચીને ઊભો રહ્યો. ‘ઠક-ઠક !’ દરવાજે ...Read Moreમારતાં નીલે બૂમ પાડી : ‘આરસી ! શું તમે લોકો જાગી ગયાંં ? ! ચાલો, મમ્મી તમને નાસ્તા માટે બોલાવી રહી છે !’ અંદરથી કોઈ જવાબ સંભળાયો નહિ, એટલે ‘હું અંદર આવું છું !’ કહેતાં નીલ દરવાજો ધકેલીને બેડરૂમમાં દાખલ થયો. તેની નજર પલંગ પર પડી. પલંગ પર આરસી કે એની કોઈ બેનપણી નહોતી. નીલે બાથરૂમ તરફ જોયું. બાથરૂમના બંધ
3 કબાટમાંના અરીસામાં પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીની લાશ દેખાતાં જ આરસીએ ડરીને પોતાના બન્ને હાથ વચ્ચે ચહેરો છુપાવી દીધો હતો, અને એ સાથે જ મંજરીની લાશ આરસીની એકદમ નજીક આવીને ઊભી રહી ગઈ હતી. અત્યારે બંધ આંખે ...Read Moreઆરસી થર-થર કાંપી રહી હતી. મંજરીની લાશ બે પળ આરસી સામે તાકી રહી અને ત્રીજી પળે તો પાછી અદૃશ્ય થઈ ગઈ. બીજી પળ-બે પળ પછી આરસીએ ભગવાનનું નામ લેતાં પોતાના ચહેરા આગળથી હાથ ખસેડયા અને સામેના કબાટના દરવાજા પાછળના અરીસા સામે જોયું. તેને મંજરીની લાશ દેખાઈ નહિ, પણ ત્યાં જ તેના કાને ધમ્ એવો અવાજ પડયો. તેના મોઢેથી પાછી ચીસ
4 ‘ગોલ્ડ સ્પાના’ સ્ટીમ રૂમમાં વિરાજ સાથે ભયાનક ઘટના બની રહી હતી ! સ્ટીમ રૂમના વાતાવરણને કન્ટ્રોલ કરતા પૅનલ પરના આંકડાઓ આપમેળે વધી ગયા હતા, અને સ્ટીમ રૂમમાંની ગરમી એટલી હદે વધી ગઈ હતી કે, અંદર સ્ટીમ બાથ લેવા ...Read Moreગયેલા વિરાજની ચામડી બળવા માંડી હતી, તેના શરીર પરથી ચામડી ઊતરડાવા માંડી હતી ! અને આ હકીકતથી બિલકુલ બેખબર સ્પાની સંચાલિકા સોનિયા અત્યારે પણ પોતાના બૉયફ્રેન્ડ સાથે મોબાઈલ ફોન પર ગપ્પાં લડાવી રહી હતી ! તે ખિલખિલ હસી રહી હતી. એક પછી એક મિનિટો પસાર થઈ રહી હતી. આઠ...નવ અને દસ મિનિટ પૂરી થઈ. સોનિયાએે સ્ટીમ રૂમના ટાઈમરમાં દસ મિનિટનો
5 રોમાના ડાબા ગાલમાંથી એક પછી એક કાળા કરોળિયા નીકળવા માંડયા, એટલે પીડાભરી ચીસ પાડતી, રડતી-કકળતી રોમા બાથરૂમમાંથી બહાર નીકળી અને બેડરૂમના દરવાજા તરફ દોડી, ત્યાં જ તેનો પગ પલંગની ધાર સાથે અફળાયો, તેણે ગડથોલિયું ખાધું. ફટ્ કરતાં તેનું ...Read Moreબાજુની દીવાલ પાસે પડેલા ડ્રેસિંગ ટેબલના અરીસા સાથે અફળાયું. ખનનનનન્....કરતાં અરીસો ફૂટયો અને એના કાચ રોમાના કપાળમાં ખૂંપી ગયાં. રોમાની પીડાભરી ચીસોથી દીવાલો ધ્રૂજી ઊઠી. તે જમીન પર પટકાઈ. તેના કપાળમાંથી લોહી વહેવા માંડયું. તો હજુ પણ રોમાના ડાબા ગાલ પરના ઘામાંથી એક પછી એક કાળા કરોળિયા નીકળવાના તો ચાલુ જ હતા. અત્યાર સુધીમાં સો-દોઢસો કરોળિયા નીકળીને રોમાના શરીર પર