હર્દય તારું અને ધબકાર મારા હોય,
વાણી તારી અને પડકાર મારો હોય.
ગભરાહટ તારી એનો હર એક શ્વાસ મારો હોય,
જિંદગી પણ તારી હવે જીવવાની મારે હોય.
આંખ મારી અને નજર તારી હોય,
સપના તારા સાકાર કરવા ની જવાબદારી મારી હોય.
જિંદગી મારી એમાં પણ ભાગીદારી તારી હોય,
વધેલા સફર માં સાથે ચાલવા ની જવાબદારી તારી હોય.