જિંદગી છે કેવી, એ તો જેવી તેવી,
તોય રોજ દોડે છે એ તો જેવી તેવી,
જિંદગી છે કેવી, એ તો આડા અવળી,
અને હું માની બેઠો મનમા એને સીધી,
ખોવાય છે એ, રસ્તાઓ ભૂલાવે છે એ,
તોય રોજ દોડે છે એ તો આડા અવળી,
જિંદગી છે કેવી, એ તો ઊંચા નીચી,
અને હું માની બેઠો મનમા એને સમતલ,
અથડાઈ છે એ, રસ્તાઓમા પડે છે એ,
તોય રોજ દોડે છે એ તો ઊંચા નીચી,
જિંદગી છે કેવી, એ તો કાચી પોચી,
અને હું માની બેઠો મનમા એને પાકી,
ખુુંચે છે એ, રસ્તાઓ ઘા આપે છે એ,
તોય રોજ દોડે છે એ તો કાચી પોચી,
જિંદગી છે કેવી, એ તો જેવી તેવી,
તોય રોજ દોડે છે એ તો જેવી તેવી.
મનોજ નાવડીયા